તો પછી, ફાફડા જલેબી ક્યારે બનાઓ છો?

5 minute
Read
Untitled-design-31.jpg

Highlights
દરેક ગુજરાતી ના દિલ પર રાજ કરતી ફાફડા જલેબી ની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રેસીપી લઈને અમે આવી ગયા છેઅ તમારી પાસે.

ફાફડા જલેબી નું નામ આવે એટલે દરેક ગુજરાતી ને તો મજા પડી જાય!!

આમતો દશેરા માં ફાફડા જલેબી ખાવાની પ્રથા છે પરંતુ, ગુજરાતી ઓ ને મસ્ટ મજાનો નાસ્તો કરવા માટે કોઈ પણ તહેવાર કે અવસર ની જરૂર નથી હોતી. બસ મન થવું જોઈએ, અને સ્વાદિષ્ટ વાનગીઓ ઘરમાં આવીજ જાય છે. પણ શું તમને ખબર છે કે આજ દિવસે ફાફડા જલેબી કેમ ખવાય છે? દસેહરા ના દિવસે કેમ અમુક વસ્તુઓ કરવા માં આવે છે એ જાણવા માટે જુઓ આ વિડિઓ. 

ઘણા લોકો ફાફડા જલેબી બહાર થી લેવાનું પસંદ કરે જયારે ઘણા લોકો ને ઘરે જાતેજ બનાવવાની ઈચ્છા થતી હોય છે. તો જો તમે પણ એવા વ્યક્તિ છો કે જેમને ફાફડા અને જલેબી ઘરે બનાવવાની ઈચ્છા છે પરંતુ કેવી રીતે બનાવવી એની મૂંઝવણ છે, તો આજે તમને એનો જવાબ મળી જશે. અમે તમારી સાથે ફાફડા અને જલેબી બનાવવાની એકદમ સરળ અને બેસ્ટ મૅઠૉડ઼ રજુ કરવાના છીએ. તો ચાલો એક્દમ જાગૃત થઇ જાઓ અને તૈયાર થઇ જાઓ ફાફડા બનાવવા માટે. 


Photo Credit - freepik

ફાફડા

ફાફડા એક એવી વાનગી છે જ ચણા ના લોટ માંથી બને છે, જેને અપડે બેસન પણ કહી છેઅ. 

તો ચાલો કોઈ પણ વિલંબ વગર જાણીયે કે ફાફડા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે - 

સામગ્રી

 • ૧ કપ ચણા નો લોટ 
 • ૧/૪ ટ્સપ અજમો 
 • ૧૦ થી ૧૨ કાલા મરી
 • ૧/૪ ટ્સપ હળદર 
 •  ૧ ચપટી હિંગ 
 • ૧/૮ ટ્સપ બેકિંગ સોડા 
 • ૩ થી ૪ ટેબલસ્પૂન પાણી 
 • ૩/૪ ટ્સપ મીઠું 
 • ૨ ટેબલસ્પૂન તેલ 
 • તળવા માટે નું તેલ 

બનાવવાની રીત - 

 • એક કથરોટ માં ચણા નો લોટ લઇ એની અંદર અજમો, કાલા મરી નો ભૂકો, હળદર અને હિંગ ની સાથે ૨ થી ૩ ચપટી બકીંગ સોડા ઉમેરો. 
 • ત્યાર બાદ, એક ચમચી વડે એ આખું મિશ્રણ બરાબર ભેગુ કરી દેવું. 
 • હવે સ્વાદ અનુસાર આ મિશ્રણ માં મીઠું ઉમેરવું. 
 • મીઠું ઉમેરાઈ જાય પછી, ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી થોડા થોડા ભાગમાં ઉમેરવું. 
 • જેમ જેમ પાણી ઉમેરાતું જાય, એમ લોટ બાંધતા જવું. ધ્યાન રાખવું કે એક સાથ બધુજ પાણી ના નંખાઈ જાય. નાના નાના ભાગ માં પાણી નાખતા જાઓ અને કઠણ લોટ બાંધતા જાઓ. 
 • આ લોટ માં ૨ ટેબલસ્પૂન તેલ ઉમેરી ફરીથી બરાબર ભેગું કરીને લોટ બાંધો. 
 • જો તેલ નાખ્યા બાદ તમને થોડુંક પાણી ઉમેરવાની જરૂર લાગે તો ચોક્કસ ઉમેરજો. જ્યાં સુધી લોટ બધુજ પાણી શોષી ના લે ત્યાં સુધી લોટ બાંધતા રેહવું. 
 • જેવું બધું પાણી શોષાઈ જશે, એમ લોટ એક્દુમ મુલાયમ થઇ જશે. લોટ બાંધ્યા બાદ એને ૩૦ મિનિટ માટે બાજુ માં મૂકી રાખવો. 
 • ૩૦ મિનિટે બાદ, લોટ માંથી નાની નાની દડી બનાવો અને એક કપડાં માં ઢાંકી ને ભેગી કરો જેથી એ સુકાઈ ના જાય. 
 • ત્યાર બાદ એક લાકડા ના પાટિયા પર સેજ તેલ લગાવી દો અને એક દડી એની ઉપર મુકો. હાથ ના નીચલા ભાગથી એ દડી પર હલકું દબાણ આપો અને હાથ ને આગળ ની તરફ લઇ જાઓ અને એક લાંબી લીટી દોરતા હોવો એવી રીતે હાથ ફેરવો. 
 • દબાણ આપતી વખતે ધ્યાન રાખવું કે અત્યંત દવાં ના પડે. વધારે દબાણ ના કરાટે ફાફડા લાકડા ના પાટિયા પર ચોંટી પણ શકે છે. 
 • બધીજ દડી માંથી આ પ્રમાણે ફાફડા બનાવી દો અને ત્યાર બાદ તેલ ગરમ થવા મૂકી દો. ધેમ અને મેડીઉં તાપે ફાફડા તળો. 
 • તળતી વખતે એટલું ધ્યાન રાખો કે તે બળી ના જાય. આ ગરમ ગરમ ફાફડા ને તમે પપૈયા ની છીણ અને કાઢી સાથે પીરસી શકો છો

જલેબી 

સામગ્રી - 

 • ૧ કપ મૈંદા 
 • ૧ ટીસ્પૂન દહીં 
 • ૪ ટી સ્પૂન ચણા નો લોટ 
 • ચપટી સાજીના ફૂલ 
 • જરૂર પ્રમાણે ઘી
 • ૧ ૧/૪  કપ ખાંડ 
 • કેસર 

બનાવવાની રીત - 

 • મેંદામાં દહીં નાખીને એને ૨૪ કલાક પેહલા ખીરું પલાળવું. શિયાળો હોય ત્યારે તો ૧ ૧/૨ દિવસ પેહલા પલાળવું. ખીરું બહુ પાતળું ના થાય એનું ધ્યાન રાખવું. 
 • જલેબી કરતી વખતે તેમાં ચણા નો લોટ, ૧/૨ ટી સ્પૂન ઘી અને ચપટી સાજીના ફૂલ નાખવા. પ્લાસ્ટિકના કપ માં કાણું પડી ખીરું નાખીને જોઈ લેવું. 
 • ઘી બરાબર ગરમ થાય એટલે જલેબી અંદરથી પાડવાની શરુ કરી બહારની બાજુએ ગોળ પાડવી. 
 • ખાંડની ૧ ૧/૨ થી ૨ તારની ચાશણી કરી, કેસર વાટીને નાખી, તેમાં ગરમ ગરમ જલેબી નાખી બીજો ઘાણ થાય ત્યાં સુધી રહેવા દેવી.
 • બીજો ઘાણ થાય એટલે પેહલો ઘાણ કાઢી નાખવો. ચાશણી ધીમા તાપે ગરમ રાખવી. બહુ જાડી થાય તો સહેજ પાણી નાખવું. ચાશણી બહુજ જાડી થઇ જાય તો થોડી વાર ગેસ બંધ કરી દેવો.  

હવે શું કરશો ? 

ફાફડા અને જલેબી ની રેસીપી તો તમને મળી ગઈ. હવે આવી ગયો છે સમય કે જયારે તમે ઘરે અને બનાવી અને તમારા પરિવાર જાણ એન્ડ મિત્રોની વચ્ચે વખાણ એકઠા કરવાની તક ઉભી કરો. સૌની મનપસંદ ફાફડા જલેબી પીરસ્યા પછી જો એ લોકો તમને તારીફ ના પુલો થી બાંધી જ દેશે એ અમારી ગેરંટી છે. 

આવી અનેક વાનગીઓ માટે અને જીવન ને લગતા બીજા અલગ ક્ષેત્રો ની માહિતી માટે ગીર્લ્સ.બુઝ્ઝ છે દરેક મહિલા માટે એક સ્પેઈકેલ પ્લેટફોર્મ. 

શું તમે જોડાયા કે નઈ?  

 

Cover Photo credit - hungrito

image-description
report Report this post