જાહેર ભવિષ્ય નિધિ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

9 minute
Read

Highlights

શું તમે તમારા નાણાંનું રોકાણ એક સલામત સ્થળે કરવાની સાથે કરની પણ બચત કરવાં ઇચ્છતાં છો ? તો જાહેર ભવિષ્ય નિધિ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) શા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે એ જાણો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this blog in English here)

ભારતીય નાણા મંત્રાલયની રાષ્ટ્રીય બચત સંસ્થા દ્વારા ૧૯૬૮માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (જાહેર ભવિષ્ય નિધિ) (PPF)નાં શ્રી ગણેશ કરવામાં આવ્યાં હતાં. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાનીમોટી બચત રાશિને રોકાણ સ્વરૂપે ગતિશીલ રાખી, તેની સામે વળતર આપવાનો હતો. આ યોજનામાં રોકાણ કરેલી રાશિ આકર્ષક વ્યાજ દરને પાત્ર છે. આ યોજના અંતર્ગત મેળવેલ વ્યાજ અને વળતર બન્ને સંપૂર્ણ રીતે કર મુક્ત હોય છે.

આ યોજનાને બચત-સહ-કર-બચત રોકાણના માધ્યમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે, આ યોજના નાગરિકોને નિવૃત્તિ માટેની બચત કરવાની સાથે ભારતીય બંધારણના સેક્શન 80C મુજબ વાર્ષિક કર પર બચત કરવાની પણ તક આપે છે

જો તમે તમારા નાણાંનું રોકાણ એક સલામત સ્થળે કરવાની સાથે કરની પણ બચત કરવાં ઇચ્છતાં હોવ, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજના હેઠળ ખાતું ખોલાવી, વાર્ષિક ન્યુનતમ રૂ. 500/- થી લઈને મહત્તમ રૂ.150,000/- સુધીની રકમ જમા કરાવી શકાય છે. નક્કી કરેલી રકમ વાર્ષિક ધોરણે 12 ભાગમાં જમા કરાવવાની સુવિધા પણ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે 15 વર્ષોની મુદ્દત બાદ પરિપક્વ થવા પાત્ર હોય છે. આ મુદ્દતને રાશિ પરિપક્વ થયા ના એક વર્ષ દરમ્યાનમાં વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.

જાહેર ભવિષ્ય નિધિ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા (PPF) :

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતું ખોલાવી તેમાં રોકાણ કરવા તમે યોગ્ય છો કે નહીં તે નક્કી કરતાં માપદંડો નીચે મુજબ છે.

• પીપીએફ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે જે તે વ્યક્તિનું ભારતીય નાગરિક હોવું આવશ્યક છે.
• વ્યક્તિ દિઠ એકજ ખાતું ખોલાવી શકાશે.
• વિદેશમાં સ્થાયી ભારતીય ( NRI) પીપીએફ ખાતા ધારકોના ખાતાની વય 15 વર્ષો સુધી સિમિત રહેશે. જેને લંબાવી શકાશે નહીં. - એ ખાતું તેમના ભારતમાં સ્થાયી વસવાટ સમયે ખોલાવવામાં આવ્યું હોવું જોઈએ.
• કોઈ ઓછી ઉંમરનું વ્યક્તિ પણ ઉંમરનો પુરાવો આપીને પીપીએફ ખાતું ખોલાવી શકે છે.
• 13મી મે 2005ના રોજ હિન્દુ સંયુક્ત કુટુંબ (HUF) બાબતે સ્પષ્ટીકરણ કરતાં કાયદા મુજબ, હિન્દુ સંયુક્ત કુટુંબો પીપીએફ યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે નહીં. - ઉપર દર્શાવેલ તારીખ પહેલાં ખોલાવેલ બધાં જ ખાતાઓને 15 વર્ષો સુધી સક્રિય રાખવામાં આવ્યાં હતાં.

પીપીએફ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો :

અગાઉ, પીપીએફ (PPF) ખાતું ખોલવાની મંજૂરી માત્ર રાષ્ટ્રીયકૃત અથવા સરકારી બેંકોમાં જ હતી. જોકે, હાલ ખાનગી બેંકોએ પીપીએફ સ્કીમો શરૂ કરવામાં આવી છે.

પીપીએફ એકાઉન્ટ ખોલવા માટે તમારે કેટલાંક દસ્તાવેજો અને લિખિત પ્રમાણો પૂરા પાડવા આવશ્યક છે, જેની યાદી નીચે મુજબ છે.

• તમે પીપીએફ ખાતુ ખોલાવવા માટેનું ફોર્મ ઓનલાઈન અથવા જે તે બેંકના કાર્યાલયમાંથી મેળવી શકો છો. અહીં તમને એકાઉન્ટ ખોલવા, રકમ ઉપાડ અને લોન માટેના પીપીએફ ફોર્મની યાદી મળી રહેશે.
• સરનામાનો પુરાવા માટે તમે ટેલિફોન બિલ, વિજળીનું બિલ, રેશન કાર્ડ અથવા આધાર કાર્ડમાંથી કોઈ પણ એક જમા કરાવી શકો છો. તદ્ઉપરાંત પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ નોમિનેશન ફોર્મ સાથે એકાઉન્ટ ધારકના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ જમા કરાવવાના રહેશે.

નોંધ: 18 વર્ષથી ઓછી વયના ખાતા ધારકોએ, ઉંમરના પુરાવા તરીકે જન્મ પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.

પીપીએફ યોજનાની વિશેષતાઓ નીચે મુજબ છે :

• ખાતાની અવધિ - સામાન્ય રીતે ખાતાની અવઘિ 15 વર્ષોની હોય છે. આ મુદ્દતને ફ્કત એક જ વાર વઘુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.
• નાણાં જમા કરાવવાની રીત - તમારાં પીપીએફ ખાતામાં પૈસા જમા કરાવવા માટે તમે નેટ બેંકિંગ, ક્રેડિટ / ડેબિટ-કાર્ડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ ડિપોઝીટ વિકલ્પની મદદ લઇ શકો છો.
• પીપીએફ ખાતું ખોલવા માટે જમા કરાવવાની રકમ- પીપીએફ ખાતું ન્યૂનતમ  રૂ.100 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી ખોલાવી શકાય છે.  જો તમારું વાર્ષિક રોકાણ રૂ. 1.5 લાખથી વધુ હોય, તો કોઈ કર કપાતનો દાવો કરી શકાતો નથી અને જમા રાશિ પર કોઈ વ્યાજ પણ મેળવી શકાતું નથી.
• જમા કરાવવાની ન્યૂનતમ અને મહત્તમ રકમ- એક રાજવિત્તીય વર્ષ દરમ્યાન, તમે ન્યૂનતમ રૂ.500 થી મહત્તમ રૂ. 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.તમે વાર્ષિક ધોરણે મહત્તમ 12 હપ્તામાં રોકાણ માટે નક્કી કરેલી રકમની ચુકવણી કરી શકો છો.
• ડિપોઝીટનું આવર્તન - તમારે વર્ષમાં એકવાર ઓછામાં ઓછી એક ડિપોઝિટ સતત 15 વર્ષ સુધી કરવી આવશ્યક છે.
• પીપીએફ ખાતાં સામે લૉન- પીપીએફ ખાતા સામે લોન, ખાતું ખોલાવાના ત્રીજા અને પાંચમા નાણાકીય વર્ષ વચ્ચે શક્ય હોય છે; લૉનની રકમ પીપીએફ ખાતામાં બિજા રાજવિત્તીય વર્ષના અંત સુધીમાં રોકાણ કરેલ રાશિ નાં 25% સુધીની હોઇ શકે છે. છઠ્ઠા નાણાકીય વર્ષ પછી પણ લોનમેળવી શકાય છે. જો તમે બીજી લોન મેળવવા માંગતા હો, તો તમારે પહેલાં લિધેલ લોન ચૂકવવી પડશે.
• ચક્રવૃદ્ધિ વ્યાજ દર- તમારું વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે ચૂકવવામાં આવે છે, એટલે કે દર વર્ષે માર્ચ મહિનાની 31મી તારીખે. આ ખાતામાં, વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.પીપીએફ ખાતું ખોલવું સલામત છે. કારણ કે, તમામ પીપીએફ ખાતાઓ બાંયધરીકૃત વળતર અને મૂડી સુરક્ષા પ્રદાન કરે છે, જે જોખમ મુક્ત છે. કારણ કે, પીપીએફ નીતિઓ ભારત સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પરિણામે, પીપીએફ ખાતામાં રોકાણ ન્યુનતમ જોખમે થાય છે.

પીપીએફ ખાતાના લાભો :

પીપીએફ ખાતું ખોલવાથી તમને કેટલાંક ચોક્કસ લાભ મળશે, જે નીચે મુજબ છે:

• પીપીએફ ખાતાનો એક મોટો ફાયદો એ છે કે તમે કલમ 80C હેઠળ પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કર કપાતનો દાવો કરી શકો છો.
• જાખમ મુક્ત વ્યાજદર - આ યોજના હેઠળ 8% સુધીનું વ્યાજ મેળવી શકો છો. જે અન્ય યોજનાઓની સરખામણીમાં વાજબી વ્યાજ દર છે. આ યોજના 15 વર્ષના લાંબા ગાળાના રોકાણ ઉત્તમ સાધન તરીકે સાબિત થઈ છે.
• ચક્રવૃદ્ધિ વ્યાજ દર- તમારું વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે ચૂકવવામાં આવે છે, એટલે કે દર વર્ષે માર્ચ મહિનાની 31મી તારીખે. આ ખાતામાં, વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.
• ન્યુનતમ રોકાણ ટોકન- પીપીએફ ને ઊંચી કિંમતના રોકાણની જરૂર નથી. તમે દર વર્ષે તમારા પીપીએફ ખાતામાં યોગદાન આપો તે આવશ્યક છે.
• રોકડ ઉપાડ સુવિધા - યોજનાના 7 નાણાંકીય વર્ષ પૂરાં કર્યા બાદ તમે આંશિક રકમ ઉપાડવાની સુવિધાનો પણ લાભ લઇ શકો છો.

પીપીએફ ઉપાડની પ્રક્રિયા :

પ્રથમ વર્ષના અંતિમ લવાજમ થી લઇ પાંચમા નાણાંકીય વર્ષના અંત સુધી, પીપીએફ ખાતામાં ઉપલબ્ધ કુલ રાશિમાંથી  50% સુધીની રાશિ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષે માત્ર એક આંશિક ઉપાડ માટે પરવાનગી આપવામાં આવે  છે. ચાલો એક ઉદાહરણ સાથે સમજાવીએ: 'A' એ 25 જાન્યુઆરી, 2012 ના રોજ પીપીએફ ખાતું ખોલ્યું હતું. આ કિસ્સામાં, 'A' ને માત્ર નાણાકીય વર્ષ 2017-2018 થી જ તેના નાણાંકીય ભંડોળનો એક ભાગ ઉપાડવાની પરવાનગી આપવામાં આવશે.

ઉપાડ માટે પાત્ર રકમ :

ઉપાડ માટે ઉપલબ્ધ કુલ રકમ નીચેમાંથી કોઈપણની રકમ કરતાં ઓછી છે-

• ચાલુ વર્ષ પહેલા, પાછલા નાણાકીય વર્ષના અંતે પીએફ એકાઉન્ટ બેલેન્સના 50 ટકા અથવા અડધો.
• ચાલુ વર્ષ પહેલા, પાછલા નાણાકીય વર્ષના અંતે પીપીએફ એકાઉન્ટ બેલેન્સના 50 ટકા અથવા અડધો.

જો કે, ખાતાધારકને વર્ષમાં માત્ર એક જ વાર નાણાં ઉપાડવાની પરવાનગી છે. જ્યારે 15-વર્ષની મુદત પૂરી થાય છે, ત્યારે ખાતાધારક પાસે સંપૂર્ણ રકમ તેમજ કમાયેલ વ્યાજ ઉપાડવાનો વિકલ્પ હોય છે.

સંબંધિત બ્લોગ - મહિલાઓ માટેની ગુજરાત ની ટોપ ૫ સંસ્થાઓ

Logged in user's profile picture

જાહેર ભવિષ્ય નિધિ - પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) શું છે?:
ભારતીય નાણા મંત્રાલયની રાષ્ટ્રીય બચત સંસ્થા દ્વારા ૧૯૬૮માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (જાહેર ભવિષ્ય નિધિ) (PPF)નાં શ્રી ગણેશ કરવામાં આવ્યાં હતાં. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાનીમોટી બચત રાશિને રોકાણ સ્વરૂપે ગતિશીલ રાખી, તેની સામે વળતર આપવાનો હતો. આ યોજનામાં રોકાણ કરેલી રાશિ આકર્ષક વ્યાજ દરને પાત્ર છે. આ યોજના અંતર્ગત મેળવેલ વ્યાજ અને વળતર બન્ને સંપૂર્ણ રીતે કર મુક્ત હોય છે.  વધુ માહિતી માટે આગળ વાંચો
પીપીએફ ખાતાના લાભ શું છે?

પીપીએફ ખાતાનો એક મોટો ફાયદો એ છે કે તમે કલમ 80C હેઠળ પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કર કપાતનો દાવો કરી શકો છો.

જાખમ મુક્ત વ્યાજદર - આ યોજના હેઠળ 8% સુધીનું વ્યાજ મેળવી શકો છો. જે અન્ય યોજનાઓની સરખામણીમાં વાજબી વ્યાજ દર છે. આ યોજના 15 વર્ષના લાંબા ગાળાના રોકાણ ઉત્તમ સાધન તરીકે સાબિત થઈ છે.

ચક્રવૃદ્ધિ વ્યાજ દર- તમારું વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે ચૂકવવામાં આવે છે, એટલે કે દર વર્ષે માર્ચ મહિનાની 31મી તારીખે. આ ખાતામાં, વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.

ન્યુનતમ રોકાણ ટોકન- પીપીએફ ને ઊંચી કિંમતના રોકાણની જરૂર નથી. તમે દર વર્ષે તમારા પીપીએફ ખાતામાં યોગદાન આપો તે આવશ્યક છે.

રોકડ ઉપાડ સુવિધા - યોજનાના 7 નાણાંકીય વર્ષ પૂરાં કર્યા બાદ તમે આંશિક રકમ ઉપાડવાની સુવિધાનો પણ લાભ લઇ શકો છો.

પીપીએફ ઉપાડની પ્રક્રિયા શું છે
પ્રથમ વર્ષના અંતિમ લવાજમ થી લઇ પાંચમા નાણાંકીય વર્ષના અંત સુધી, પીપીએફ ખાતામાં ઉપલબ્ધ કુલ રાશિમાંથી  50% સુધીની રાશિ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષે માત્ર એક આંશિક ઉપાડ માટે પરવાનગી આપવામાં આવે  છે. ચાલો એક ઉદાહરણ સાથે સમજાવીએ: 'A' એ 25 જાન્યુઆરી, 2012 ના રોજ પીપીએફ ખાતું ખોલ્યું હતું. આ કિસ્સામાં, 'A' ને માત્ર નાણાકીય વર્ષ 2017-2018 થી જ તેના નાણાંકીય ભંડોળનો એક ભાગ ઉપાડવાની પરવાનગી આપવામાં આવશે.