નવરાત્રી ૨૦૨૧: આ ૨૦ બજેટને માફક આવતાં લૂક્સ સાથે તહેવારોની મજા માણો

15 minute
Read
pexels-rodnae-productions-7686372.max-1440x900.jpg

(You can read this blog in English here)

તહેવારોનો મોસમ આવી ગયો છે સાથે હર્ષ, ઉમંગ અને ઉત્સાહ લાવ્યો છે. ગરબાની રમઝટ, દાંડિયા રાસ ની મોજ, અને સ્વાદિષ્ટ ખાવાનાની જયાફત સાથે રંગબેરંગી ચણીયા-ચોલી નવરાત્રિના ઉત્સવ પ્રત્યે આપણા ઉત્સાહમાં ચાર ચાંદ લગાવી દે છે. દુર્ગા માતાનાં આ તહેવાર સમયે સૌ કોઈ દિલ ખોલીને તહેવારોની મૉજ માણવા માટે વસ્ત્રો, આભૂષણો અને અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. કોરોનાના આગમન પછી ઉજવણીની રીત ભલે થોડી બદલાઇ હોય, પણ સ્વજનો અને મિત્રો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનું આપણે જરાય ચૂકતાં નથી. અરે ભાઈ..! આમ રંગબિરંગી પારંપરિક પોશાક પહેરી માઁ ની આરાધના અને ગરબાના રમવાની મજા જરાય જવા દેવાય તેમ નથી. તો આ નવરાત્રિ તમારી ટ્રેડિશનલ કૉલેકશનને એક કલરફુલ અપગ્રેડ આપવા માટે તૈયાર થઈ જાઓ.


Woman in White Shirt With Gold Crown

સંસ્કૃતિક પોશાકની પ્રેરણા : નવરાત્રિ ૨૦૨૧

આ નવરાત્રિ, તમે ચાહે મોર બની થનગાટ કરો, ચાહે પ્રેક્ષક થઇ ખેલૈયાઓને ગરબા રમતાં જોવાનો આનંદ માણો. દરેક પ્રસંગને અનુકૂળ એવા બજેટ- ફ્રેંડલી સ્ટાઇલ્સ; પછી તે લહેરિયા સાડી હોય, ઈન્ડો-વેસ્ટન પહેરવેશ, ભારે લહેંગા કે પારંપરિક ઘાઘરો - ચોલી, દરેકને લગતી બધીજ માહિતી આ બ્લોગમાંથી મેળવો જેથી આ નવરાત્રી, તમે સૌથી અનોખા વસ્ત્રો સરળતા થી પસંદ કરી શકો.

 

  ૧. થ્રિ-પીસ સૂટ (કેસરી)

Buy Orange Round Neck Set Online for Women for only INR 2499 – W For Woman

ઉર્જા અને ખુશીના પ્રતીક એવા તેજસ્વી કેસરી રંગથી નવરાત્રિની શુભ શરૂઆત કરો. પ્રથમ દિવસ માટે W બ્રાન્ડનો આ કેસરી થ્રિ-પીસ સૂટ ચોક્કસ પણે માફક આવતો જાણાય છે. જે એક ક્રોપ ટોપ, રૂપેરી ખડીથી સુશોભિત સ્કર્ટ અને નેટ ગિલેટ સાથે આવે છે. પૂજા અને ગરબા બંને માટે પરફેક્ટ એવા આ ફિટ એન્ડ ફ્લેર સ્ટાઈલના આ ઓઉટફિટની કિંમત છે માત્ર રૂ. ૨,૪૯૯/-.

  

  ૨. ચિકનકારી કુર્તા (સફેદ)

White Chikankari Cotton Kurta with Mukaish

બજારમાં ઉપલબ્ધ વિકલ્પો તમને મૂંજવે, ત્યારે ક્લાસિક અને સ્ટાઈલીશ એવા લખનવી ચિકનકારી કુર્તા ઉત્તમ પસંદગી બની શકે છે. બજારમાં તેના વિવિધ રંગો ઉપલબ્ધ છે, પણ સફેદ રંગ જેવી સુંદરતા બીજા રંગોમાં ક્યાં? ઉપર દર્શાવેલ આ જયપૉર બ્રાંડની સફેદ ચીકાન્કારી કુર્તી અને મુકારીશ પ્લાઝો જુઓ, ૧૦૦% હાથ વણાટનું બારીક કામ તેની સુંદરતાને હજી પણ નિખારી દે છે. સફેદ રંગ નિર્મળતા અને શાંતિની સાથે, માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ હોવાને કારણે તેને જ્ઞાન અને નિષ્ઠાનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ ચીકાન્કારી કુર્તા પ્લાઝોની જોડી ની કિમત રુ માત્ર ૩,૪૯૦/- છે. 

  ૩. નેટ સાડી (લાલ)

Buy Inddus Red & Gold Toned Net Embroidered Saree - Sarees for Women  12631360 | Myntra

શું તમે નવવિવાહિત છો? તો બહુજ શક્ય છે કે આ નવરાત્રિ તમને સગા સંબધીઓ સાથે ઉજવવાનો અવસર મળે. અને આ પ્રસંગે ટ્રેન્ડી ઈન્ડો-વેસ્ટન પોષક કરતાં એક સદાબહાર એવી લાલ રંગની સાડી વધુ બંધ બેસતી જણાય છે. આ અત્યંત સુંદર એવી ભરતકામ કરેલ લાલ સાડી ઉપર એક નજર નાખો, જે ઇન્ડસ બ્રાંડ તરફથી લૌન્ચ કરવામાં આવેલ છે.  લાલ રંગ દેવી ચન્દ્રઘંતાનો પ્રિય હોવાથી વીરતા અને છબીદાર વ્યક્તિત્વનો પ્રતીક છે. આ કિંમત માત્ર ૧,૮૯૯/- રૂપિયા છે.

 

  ૪. અનારકલી સેટ (રોયલ બ્લુ)

Shop Vark Dark Blue Anarkali Ethnic Set Online – Westside

સોલિડ રોયલ બ્લુ અનારકલી અને ફૂલોની આકર્ષક છાપ વાળો દુપટ્ટો,અને સાથે ક્રોપ પેન્ટ મળીને એક સુંદર અને ભવ્ય કોમ્બિનેશન બનાવે છે. સવાસ્થ્ય, સમૃદ્ધિ નો પ્રતિક એવો આ રંગ ચોક્કસ પણે લગાતાર  નવરાત્રિના ચોથા દિવસે તમારાં બેસ્ટ દેખાવમાં તમારો સાથ આપશે. આ સેટની કિંમત રૂ. ૨,૫૯૯ છે.

 

  ૫. શરારા સૂટ (પીળો)

Admirable Sunshine Yellow Color Georgette Base Ceremonial Wear Sharara Suit

જો તમે નવરાત્રી પૂજામાં લાઇમલાઇટમાં રહેવા માંગતા હો, તો ક્રીવા બ્રાન્ડના આ પીળા જ્યોર્જેટ શરારા સૂટને તમારે બુકમાર્ક કરવું ફરજીયાત છે. આ થ્રી-પીસ સુટ એક સ્લીવલેસ કુર્તી, ઘેરદાર શરારા અને મેચિંગ દુપટ્ટા સાથે આવે છે. પીળા રંગને ખુશીના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ ભવ્ય શરારાની કિંમત રૂ. ૧,૯૫૦ છે.

 

  ૬. લેહેંગા સેટ (લીલો)

દુર્ગાપુજાનો છટ્ઠો દિવસ એટલે કે માં કાત્યયીની પૂજા નો દિવસ. આ દિવસની ઉજવણી માટે લીલા રંગથી કોઈ શુભ રંગ હોઈ શકે ખરો? આ રંગ વિજય અને સફળતાનો પ્રતીક છે. આ પ્રંસગ માટે ડબલ ઘેરવાળો લહેંગા સ્કર્ટ અને સાથે સોનેરી રંગની એંક ચોલી અનુકુળ આવી શકે છે. આને બુકમાર્ક કરવાનું ચૂકશો નહીં. આની કિંમત રૂ. માત્ર ૧,૧૮૯ છે.


 

  ૭. હાઇ-લો ટ્યુનિક (ગ્રે / રાખોડી)

Indya Ethnic Dresses : Indya Grey Foil Layered High Low Double Layer Tunic  Online | Nykaa Fashion

નવરાત્રિનો સાતમો દિવસ,માતા કાળરાત્રિનો દિવસ; શક્તિ અને પરિવર્તનનો દિવસ. કાળરાત્રી માતાને શીવથી ઈતર એવા તત્વોનો અંત આણનારી દેવી તરીકે ઓળખવામાં આવે છે. વિજયી દિવસના અવસરની ઉજવણી માટે ઇન્ડેયા બ્રાન્ડના સોલિડ ગ્રે ફોઇલ લેયર્ડ હાઇ લો ડબલ લેયર ટ્યુનિક થી વધુ પરફેક્ટ શું હોઈ શકે? ઘાટ્ટા ભૂરા રંગની અન્ડરલેયર, ટયુનિકમાં ચાર ચાંદ લગાવી દે છે. સાતમાં દિવસનાં આ પહેરવેશને નાજુક ઇયરિંગ્સ અને સ્ટેટમેન્ટ ચોકર સાથે પેઅર કરો. આ સેટની કિંમત છે રૂ.૧,૭૦૦.

 

  ૮.ધોતી પેન્ટ (જાંબલી)

Buy Purple Fusion Wear Sets for Women by Global Desi Online | Ajio.com

નવરાત્રિના આઠમા દિવસને અષ્ટમી અથવા કંજક પૂજા કહેવામાં આવે છે. આ દિવસે કુંવારીકાઓની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગ પહેરવામાં આવે છે જે આંતરિક શાંતિ અને બુદ્ધિનું પ્રતિક છે. નવરાત્રિનો તહેવાર પતવા આવ્યો હોય ત્યારે એક સમકાલીન રૂખ ધરાવતી પોશાક ચોક્કસ ટ્રાય કરવી જોઈએ, નહીં..!? અમને ખાત્રી છે કે, આ ટ્રેન્ડી ધોતી પેન્ટ અને પલ્લુ સેટ તમને જરૂરથી પસંદ આવશે. ઘાટો ભૂરો રંગ અને ખિસ્સાને અનૂકુળ એવી કિંમત રુ. 1000, આ ઓઉટફિટને તહેવારની મોસમ માટે એક પરફેક્ટ ચોઈસ બનાવે છે.  

 

  ૯. ઝાલરવાળી સાડી (ગુલાબી)

Ruffle Saree - Buy Ruffle Saree online in India

નવરાત્રિના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે, ગુલાબી રંગ આશા અને નવા પરિપ્રેક્ષ્યનું આગમન દર્શાવે છે. પૂજા કરતાં સમયે સ્ત્રીઓ ગુલાબી વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે. નવરાત્રિના છેલ્લા દિવસ માટે અનુક નામક બ્રાન્ડની આ સુંદર ઝાલરવાળી ગુલાબી સાડી તહેવારને અનુકૂળ આવી શકે. રંગબેરંગી સુશોભિત બોર્ડર ધરાવતી આ સાડીની છે કિંમત રૂ. ૧,૭૪૯. 

 

આ બજેટને અનુકુળ આવતાં લુક્સ ચોક્કસપણે તમે નવરાત્રિના નવ દિવસો માટે આવરી લીધા છે. જો તમે બાકીના તહેવારોની મોસમ (દશેરા અને દિવાળી) ને માણવા માટે પ્રેરણા શોધી રહ્યા છો, પસંદ કરેલ પહેરવેશો પર એક નજર નાંખો.

 

  ૧૦. રંગબિરંગી લેહેંગા ચોલી

 Multi Lehenga Choli - Buy Multi Lehenga Choli online in India

તમે ગરબા ને દાંડિયા રાસ રમવાની ઈચ્છા રાખતા હોવ તો, અભલા અને ભરતકામ ની જગ્યાએ આ નવરાત્રિ કંઈક નવીન જરૂરથી આજમાવી જુઓ. તમે શુભવસ્ત્રબ્રાંડ તરફથી લૌન્ચ કરવામાં આવેલ આ ઓલ-ઓવર પ્રિન્ટેડ લેહેંગા સેટ પસંદ કરી શકો છો. આ રંગબિરંગી અને રેશમી લેહેન્ગા સેટની  કિંમત છે, રૂ. ૨,૪૬૦.

 

  ૧૧. કફ્તાન ડ્રેસ

Buy Women EARTHEN Mustard Bandhani Drawstring Kaftan Dress - A-Line Dresses  - Indya

જેટલું આપણને નવરાત્રિમાં સ્ટાઇલિશ દેખાવાનું ગમે છે, જો તમારે મન કમ્ફર્ટ પણ એટલુંજ મહત્વું છે, તો સારા સમાચાર એ છે કે તમારો ફેસ્ટીવલ લૂક સ્ટાઇલિશ હોવાની સાથે આરામદાયક બની શકો છો. આશ્ચર્ય કેવી રીતે? ઇન્ડેયા નામક બ્રાંડની મસ્ટડ રંગ ની આહલાદક પ્રિન્ટ વાળી કફ્તાન ડ્રેસ એકદમ પરફેક્ટ પસંદ છે. જેની કિંમત છે રૂ.૯૫૦.

 

  ૧૨. લેયરવાળો જમ્પસૂટ

Indya Jumpsuits : Buy Indya Rose Gold Embellished Layered Jumpsuit Online |  Nykaa Fashion.

નવરાત્રી નો અંત એટલે દિવાળી પાર્ટીઓની શરુઆત, શું તમે પણ આમંત્રણ પત્રિકાઓ જોઈ શું પહેરવું એ બાબતે મુંઝાઈ ગયા છો? તો આ વર્ષે પારંપરિક પોશાકને બદલે ઈન્ડો- વેસ્ટર્ન લૂક ને આઝમાવી જુઓ. પ્રસંગ ને ઇન્ડેયા બ્રાન્ડનો સુશોભિત એવો ગુલાબી લેયરેડ જમ્પસુટ, હાલ અડધી કિંમત; રૂ. ૧,૨૫૦ માં ઉપલબ્ધ છે.

 

  ૧૩. અસમપ્રમાણ સાડી કુર્તા

Buy Online Dusky Pink Asymmetric Art Silk Suit Set for Women & Girls at  Best Prices in Biba India-SK

અસમપ્રમાણ સાડી કુર્તો એક એવી અનોખી પોષક છે જે દરેક ફેશનિસ્ટા પાસે હોવી ફરજીયાત થઈ બને છે. કારણકે, તે કુર્તા જેવી અરમ દાયક અને સાડી જેવી શાલીનતાનો અદ્ભુત સ્માંન્વ્યા છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે, બિબા  બ્રાન્ડ તરફથી આ ડસ્કી પિંક અસમપ્રમાણ આર્ટ સિલ્ક સાડી કુર્તો, જેની કિંમત છે ફક્ત રૂ. ૨,૪૯૮.

 

  ૧૪. એમ્બ્રોઇડરીવાળું  ડેનિમ જેકેટ

Buy Bhama Couture Women Navy Blue Washed Denim Jacket - Jackets for Women  8394647 | Myntra

જો તમે એવા વ્યક્તિ છો જે ડ્રેસઅપ થાવનું પસંદ નથી કરતાં, તો તમારે ચોક્કસપણે આ નેવીબ્લુ ડેનીમ જેકેટ ટ્રાય કરવું જોઈએ. તમે તેન  લેહેંગા, કુર્તા અથવા બ્લાઉઝ સાથે પણ પહેરી શકો છો. સૌંદર્ય વધારવા માટે તમે ઓક્સિડાઇઝ્ડ ઘરેણાં પણ સાથે પગેરી શકો છો. આ મલ્ટીપર્પસ જેકેટની કિંમત છે રૂ. ૯૮૯. 

 

  ૧૫. ફ્લોરલ ઓર્ગેન્ઝા સ્કર્ટ

https://assets.myntassets.com/h_720,q_90,w_540/v1/assets/images/15132494/2021/9/8/35492cc0-7ad8-46a0-9d44-f1f3632186371631092877922JuniperMehandigreenGeorgettePrintedTieredLehengaCholiSetSwea4.jpg

મિલેનીઅલ આજે તેમના ભારતીય પોશાકોને  સમકાલીન વળાંક આપવાનું પસંદ કરે છે અને જો તમે તેમાંથી એક છો, તો તમને આ પીરોજ બ્લુ અને પિંક ફ્લોરલ પ્રિન્ટેડ ઓર્ગેન્ઝા સ્કર્ટ ગમશે. તે એટલું સર્વતોમુખી છે કે તમે તેને ક્રોપ ટોપ, વ્હાઇટ સિલ્ક શર્ટ અથવા છટાદાર બ્લાઉઝ સાથે જોડી શકો છો. આ ભવ્ય સ્કર્ટની કિંમત છે માત્ર રૂ. 1,440.

 

  ૧૬. ધોતી પેન્ટ અને એથનિક જેકેટ સેટ

Buy STREET 9 Women Grey & Gold Toned Self Design Crop Top With Dhoti Pants  & Longline Jacket - Clothing Set for Women 13964226 | Myntra

આ તહેવારની મૌસમ માટે સ્ટ્રીટ 9 બ્રાન્ડનું  ગ્રે અને ગોલ્ડ ક્રોપ ટોપ ધોતી પેન્ટ અને લોંગલાઇન જેકેટ સાથે ઉપલબ્ધ છે તે, તે છેલ્લી ઘડીની ફેસ્ટીવ શોપિંગ માટે આદર્શ પસંદગી બની શકે છે. કારણ કે આ ન્યૂનતમ ડિઝાઇનનો હોવાથી, તમે રીયલ અથવા ફેશન જ્વેલરી સાથે તેનું સૌંદર્ય શકો છો.આ અદભૂત સેટની કિંમત છે, માત્ર રૂ. 1,484.

 

  ૧૭. શોર્ટ કુર્તા અને શરારા સેટ

Buy Women Mustard Printed Kalidar Short Kurta - Short Tunics - Indya

પારંપારિક પોશાકમાં મિક્સ એન્ડ મેચ કરવાની જેટલી છૂટ મળે છે એટલી ભાગ્યેજ કોઈ અન્ય પ્રકારની પોશાકમાં મળે  છે. ઉદાહરણ તરીકે ઈન્ડેયા બ્રાન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ ટૂંકોકુર્તો અને શરારાની જોડી. આ એવી અનોખી જોડી છે, જેમાં તમે શરારાને ક્રોપ ટોપ સાથે અને કુર્તાને એક સફેદ રંગના પ્લાઝો સાથે પહેરી શકો છો, આ તેજસ્વી રંગની કુર્તી અને શરારાની જોડી પૂજાના અવસર માટે અનુકુળ જણાય છે. જેની કિંમત માત્ર રૂ. 1,710 નક્કી કરવામાં આવી છે.

 

  ૧૮. સાડી સ્ટાઇલ જમ્પસૂટ

Vedic Jumpsuits : Buy Vedic Green Printed Saree Style Jumpsuit Online |  Nykaa Fashion.

અન્ય ફ્યુઝન ફેસ્ટિવ લૂક જે આપણે જોઈ રહ્યા છીએ તે છે  વૈદિક બ્રાન્ડનો પ્રિન્ટેડ સાડી સ્ટાઇલ જમ્પસૂટ. તે કેઝ્યુઅલ ડ્રેસ છે. તમે મિત્રો સાથે આઉટિંગ પર નીકળ્યાં હોવ અથવા બપોરના ભોજન દરમિયાન મળતા હોવ તે માટે યોગ્ય છે. તેને હૂપ્સની જોડી સાથે પૅર કરી શકાશે. આ જમ્પસુટની કિંમત રૂ. માત્ર 1,350 છે.

  ૧૯. અંગ્રખા સ્ટાઇલ કુર્તા 

અંગ્રખાં કુર્તાની વાત જ કંઇક નિરાળી છે. તે તમને અનારકલી અને ફુરાત બંને નો લૂક આપે છે. શૂં તમે પણ એક સુંદર અંગરખો લેવા ઈચ્છો છો? તો તમે આઇવરી બ્લોક જયપૉર બ્રાન્ડનો આઇવરી બ્લોકપ્રિન્ટેડ કૉટન અંગ્રખો જરૂરથી પસંદ આવશે. જેની કિંમત માત્ર રૂ. 3,990 છે, પરંતુ તદ્દન ડિઝાઇનર સ્ટોરથી ખરીદલ હોય તેવો લાગે છે.

  ૨૦. પૂર્વ પશ્ચીમનો મેળ

Image Source: Indya

જો તમે આ તહેવારની મોસમ, નવા પોશાકની ખરીદી કરવા નથી માંગતા, તો તમે જૂની અથનીક પોષાક ને એક નવો દેખાવ આપી શકો છો. ગળામાં એક દુપટ્ટો, તેના પર સ્ટેટમેન્ટ બેલ્ટ ઉમેરી શકો. જો તમારી પાસે પહેલેથી જ ધોતી પેન્ટ છે, તો તેને બેઝિક ક્રોપ ટોપ સાથે જોડી બનાવી, ચોકર અથવા સ્ટેટમેન્ટ નેકલેસ ઉમરી એક નવો લૂક આપી શકો છો. તમારા લૂક ને વધું સ્ટાઇલીશ બનાવવા માટે તમે આવીજ ઘણી વસ્તુઓ કરી શકો છો.

આપણે સૌ લગભગ ૨ વર્ષ પછી ફરી માતાના પંડાલમાં પ્રવેશી રહ્યા છીએ, તેથી નક્કી અમારી જેમ જ આપનો ઉત્સાહ બમણો થઈ ગયો હશે, તો તમારા ઉત્સાહને અમારી સાથે શેઅર કરવાં, નવરાત્રિના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવવા માટે, જો તમે પણ બજેટ - ફ્રેન્ડલી આઉટફીટ શોધી કાઢ્યા હોય તો નીચે કોમેન્ટ બોકસમાં જરૂરથી જણાવો.

image-description
report Report this post