સાબુદાણાની ખીચડી - પરફેકટ વિકેન્ડ બ્રેકફાસ્ટ

8 minute
Read
20210914_205118.max-1440x900.jpg

Highlights
વિશેષતાસાબુદાણાની ખીચડી, નામ સંભાળતાં ભલે અઘરી લાગતી હોય, પણ વાસ્તવમા એક નવશીખીયો પણ બનાવી શકે તેવી સરળ વાનગી છે. ખીચડી, આ નામ સાંભળતાં જ બાળકો અને જુવાનિયાઓના મોઢા જરાક ઉતરી જાય છે. અને જો થાળીમાં પીરસાઈ જાય તો, ભૂખ ઓછી થઇ જય છે. કારણ? ખીચડી પૌષ્ટિક ભલે હોય પણ, સ્વાદની બાબતે જરા પાછળ રહી જાય છે. પણ 'સ્વાદ અને પોષણ ક્યારે સાથે ન આવી શકે’ એવો કોઈ નિયમ નથી. સ્વાદિષ્ટ અને પોષણ થી ભરપૂર એવી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત નીચે મુજબ છે,  તેને વાંચો અને તમારાં પ્રિયજનો માટે જરૂરથી બનાવો.

(You can read this blog in English here.)

સાબુદાણા શું છે?

સાબુદાણા, જેને સાગો અને સકસાક તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તે મોતી જેવાં આકારનાં મુલાયમ પદાર્થ હોય છે. જેને કસવા છોડના મૂળમાંથી બનાવવામાં આવે છે, પહેલાં તેનો પાવડર બનાવી અને પછી તેને સુંદર મોતીનો આકાર આપવામાં આવે છે. વિવિધ દેશો જે ઉત્પાદન કરે છે તેનો મોટો હિસ્સો ઘણા દક્ષિણ પૂર્વીય દેશો વાપરે છે. અલબત્ત, ભારત તેમાંથી એક છે. 

સાબુદાણાની ખિચડી શા માટે ?

આ વાનગી ને ખાસ બનાવતી બાબત એ છે કે, આનું સેવન લગભગ બધા જ ઉપવાસ દરમ્યાન પણ કરી શકાય છે. ખાસ કરી ને નવરાત્રિ દરમ્યાન સાબુદાણાની ખિચડી ની મજા લગભગ દરેક ઉપવાસ કરનાર વ્યક્તિ માણે છે 

નવરાત્રિના ઉપવાસ દરમ્યાનની સૌથી લોકપ્રિય વાનગી હોવાની સાથે, આ ખિચડી સવારના નાસ્તા રૂપે પણ ઘણી પૌષ્ટિક થઇ બને છે. તમે ડાયેટ કરતાં હોવ કે  પછી વ્યસ્ત જીવન શૈલી ધરાવતાં હોવ, આ ઝડપ થી બનતી વાનગી તમારા સ્વાસ્થ્યની જાળવણી પણ કરે છે. તેમાં રહેલ તાજગીભર્યા તત્વો તમારા પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

સાબુદાણાને પિસીને તેનો ઉપયોગ તમારી વાનગીઓમાં કરવાથી, તેની ચીકણાશ પડતી રચના તમારી અન્ય વાનગીઓ માટે અનુકૂળ પરિણામો આપી શકે છે. માત્ર ખીચડી માટે જ નહીં, સાબુદાણાનો ઉપયોગ અન્ય ઘણી વાનગીઓ માટે કરી શકાય છે, દા.ત: ટિક્કી ,પાપડ, ખીચું, ખીર અને ઘણું બધું.

સાબુદાણા સાથે અન્ય ઘણાં આરોગ્ય લાભો જોડાયેલા છે, જેને લગતી વધુ જાણીશું. પરંતુ તે પહેલાં, ચાલો રેસિપી જોઈ લઈએ.

માપ - 4 વ્યક્તિ પૂરતું 

સમય - 30 મિનિટ + 4 કલાક (સાબુદાણા પલાળવા માટે)

વાનગી નો પ્રકાર - શાકાહારી

સામગ્રી:

૧. ૧ કપ સાબુદાણા

૨. ૧/૪  કપ શીંગ 

૩. ૧ મધ્યમ કદનો બટાકો 

૪. ૨ ચમચી ઘી

૫. ૪  લીલા મરચા

૬. ½ ઇંચ આદુ

૭. ૧ ચમચી જીરુ

૮. ૮ થી ૧૦ મીઠા લીમડાંના પાન 

૯. ૧. ચમચી કાળા મરી

૧૦. તાજી કોથમીર

૧૧. સ્વાદ મુજબ મીઠું

૧૨. લીંબુનો રસ

 

તૈયારી:

સાબુદાણાને ૨-૩ વાર પીવાના પાણીથી ધોઈ લેવા, ત્યાર બાદ ઓછામાં ઓછા ૪-૫ કલાક પલાળી રાખવા.

દાણા નું કદ લગભગ બમણું થઈ જાય ત્યારે તે ખિચડી માટે તૈયાર છે, એવું સમજવું.

 ત્શીંગ ને થોડી રાતાશ પડતી થાય ત્યાં સુધી શેકી લેવી.

જ્યારે શીંગ ઠંડી પડી જાય ત્યારે તેને મિક્સરમાં અધકચરી ક્રશ કરવી.

 

શાકભાજીની વાત કરીએ તો, લીલા મરચાં અને આદુ બારીક સમારી લેવા.

બટાકાના ટુકડા કરતી વખતે દરેક ટુકડાનું કદ લાગભગ સામન હોય તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે આપણે વાનગી બનાવવા માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે.  તો ચાલો હવે વાનગીની રીત જાણી લઈએ. 

વાનગીની રીત: 

 • એક પૅનમાં લગભગ ૨ ચમચી ઘી ઉમેરો. સાબુદાણા માટે ઘીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

 • ઘી ગરમ થવા લાગે ત્યારે તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરવા. 
 • જીરું અને મીઠા લીમડાના પાન તતડવાનું શરૂ થાય કે તરતજ બારીક કાપીને તૈયાર રાખેલા મરચાં અને આદુ પૅનમાં ઉમેરો. 

 • બધી સામગ્રીને થોડીવાર સાંતળી બટાકા ઉમેરી ફરીથી થોડું સાંતળી પૅન ને ઢાંકી દો. 

 • સમય સમયે ઢાંકણ ખોલીને બટાકાને સાંતળતાં રહો, જેથી કરીને બટાકા સેજ પણ કાચા રહે નહીં.

 • બટાકા બધી બાજુથી એકસરખાં હલકા તપકીરી રંગના થઈ જાય ત્યારે, અધકચરાં પિસેલા શીંગદાણા ઉમેરો.
 • તેને મિક્સ કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરી ફરીથી તેને મિક્સ કરો અને લગભગ થોડી સેકંડ માટે તિવ્ર આંચ પર રંધાવા દો.
 • હવે પલાળેલા સાબુદાણા પૅનમાં ઉમેરવા. સાબુદાણા ઉમેરતા સમયે ગેસની આંચ મધ્યમ હોય તેની ખાસ કાળજી લેવી. 

 • જયારે સાબુદાણા રંધાવાની પ્રક્રિયા દરમ્યાન કેટલાક લોકો મસાલાને સંતુલિત કરવા માટે ખાંડ ઉમેરવાનું પસંદ કરે છે. પરંતુ આ વાનગીમાં ખાંડ, વૈકલ્પિક છે. 

 • પૅન ને ઢાંકી, ખીચડીને આંચ ધીમી કરો લગભગ ૫ મિનિટ સુધી રાંધો. ખીચડી પૅનમાં ચોંટી ન જાયે તે માટે સમય સમય પર ખીચડી ને ચમચાથી ભેળવતા રહેવું.
 • સાબુદાણા અર્ધપારદર્શક મોતીમાં ફેરવાતા જણાય ત્યારે તાજી સમારેલી કોથમીર ઉમેરી દેવી.
 • સાબુદાણાની આટલી માત્રા માટે, તમે લગભગ ૨ લીંબુનો રસ અથવા ૨ ચમચી લીંબુનો રસ ઉમેરી શકાય. 

આટલું કરતાની સાથે જ તમારો પૌષ્ટિક અને  સ્વાદિષ્ટ એવો બ્રેક્ફાસ્ટ, સાબુદાણાની ખીચડી તૈયાર છે. 

આ સ્વાદના સરોવાર જેવી વાનગીને સલાડ અથવા દહીં સાથે પીરસો, અને ડાયેટ કે ઉપવાસ ની ચિંતા કર્યા વિના જયાફત ઉડાવો. 

આ વાનગી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો:

સાબુદાણાને પલાળવા એ ખૂબ મહત્વનું પગલું છે. કારણકે, જો સાબુદાણાને પલાળવામાં ના આવે તો, દાણા બહાર થી પોચા અને અંદર થી કડક રહેશે અને તેનો સ્વાદ કાદવ જેવો આવશે.

જો તમે ઉપવાસ પર છો, તો તમે કયા ખાદ્ય પદાર્થો અરોગી શકો અને કયા નહી તેને ધ્યાનમાં રાખી સામગ્રી પસંદ કરવી. દાખલા તરીકે, કેટલાક ઉપવાસમાં, કોથમીર, આદુ અને લીંબુ પણ ખાઈ શકાતા નથી. તેથી, જો તમે આ આમાંથી કોઈ સામગ્રીનું સેવન કરી શકતા નથી, તો તમે તેને બાદ કરી શકો છો.

સામગ્રી બળી ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. આવું સામાન્ય રીતે બટાકા રાંધતી વખતે થાય છે.

સાબુદાણાને જરૂર કરતાં લાંબો સમય પલાળી રાખવાનું ટાળો. તેમને પલળવા માટે લગભગ ૪ થી ૫ કલાક પૂરતા છે. વધારે સમય માટે પલાળી રાખોશો, તો તેન દાણા ભાંગી જશે. અને રાંધતા સમયે અનુકૂળ પરિણામ મળશે નહીં 

 

સાબુદાણાના કેટલાક ફાયદા

૧.ગ્લુટેન- ફ્રી

 સાબુદાણા સ્ટાર્ચ થી ભરપુર હોય છે જેમાં ઘણા પૌષ્ટિક ખનિજો પણ સમાયેલાં છે અને તેમાં ગ્લુટેન ન હોવાને કારણે, તેનું સેવન તમે કોઈ પ્રકારની ચિંતા વગર કરી શકો છો. સાબુદાણા પેટનું ફૂલવું, અણધાર્યું વજન ઘટવું, ઝાડા, થાક જેવી સમસ્યાઓ ના નિવારણમાં કરગર છે.

૨. ઉર્જા નો સ્ત્રોત

સાબુદાણામાં કાલેરી અને કાર્બોહાઈડ્રેટ સારા પ્રમાણમાં હોય છે જેના થી તમને ભરપુર પ્રમાણ માં ઉર્જા મળે છે. તમે સવારેના તેનું સેવન કરી આખો દિવસ ઉર્જા થી ભરપુર રહી શકો છો.

3. પચવામાં સરળ

પેટની ગડબડ, કબજિયાત અને પાચન ને લગતી અન્ય તકલીફોમાં સાબુદાણા મદદરૂપ નીવડે છે, કારણ કે સાબુદાણામાં ફાઇબરનું પ્રમાણ ખાસું છે, જે તમારી પાચન પ્રવૃત્તિઓને સ્વસ્થ રાખે છે.

4. બ્લડ પ્રેશર ઘટાડવા માટે શ્રેષ્ઠ

સાબુદાણામાં પોટેશિયમનો જથ્થો ખાસા પ્રમાણમાં હોય છે. તેથી, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સાબુદાણાનું સેવન અવશ્ય કરવું. કારણ કે, તે રક્ત વાહિનીઓ વચ્ચેનો તણાવ હળવો કરવા માટે કારગર છે.

5. હાડકાંને મજબૂત બનાવે 

સાબુદાણામાં કેલ્શિયમનો પ્રભાવશાળી જથ્થો છે જે તમારા હાડકાંને મજબુત બનાવી શકે છે. તદોપરાંત, ઓસ્ટીયોપોરોસિસના દર્દીઓ માટે પણ સાબુદાણા લાભકારી નીવડે છે.

નિષ્કર્ષ

તમે સાબુદાણા વિશે બધું જ જાણી ગયા છો, તો આ નવરાત્રિ, સ્વાદ અને સ્વાસ્થ્યનો સુગમ સમન્વય રૂપ આ વાનગીની મોજ જરૂરથી માણો.

image-description
report Report this post