ટોપ ૫ ગુજરાતી મુવીઝ

6 minute
Read
pexels-pixabay-33129 (1).jpg

Highlights
ગુજરાતી ફિલ્મો નો ખજાનો તમારા સુધી પોહ્ચાડવા અમે લઈને અન્ય છે આ ટોપ ૫ ગુજરાતી ફિલ્મો નું લિસ્ટ. તમારા પરિવાર અને મિત્રો સાથેના ગેટ ટોગેથેર માં ચોક્કા જોજો અને કેજો અમને કે કેવી લાગી તમને આ ફિલ્મો.

એક સરસ મજાની મૂવી જોયા વગર તો વિકેન્ડ પૂરું થાય અજ નઈ, કેમ? 

ગુજરાતી ફિલ્મ ઇન્ડુસટ્રી  એ પાછલા ઘણા વર્ષો થી અનેક સુપરહિટ ફિલ્મો આપેલી છે. જેમાં માત્ર એન્ટરટેઇન્મેન્ટ નહિ પરંતુ જીવન ને લગતી ઘણી અમૂલ્ય શીખ પણ મળે છે. આમતો ગુજરાતી ઇન્ડુસટ્રી એ ઘણી બધી લાજવાબ મુવીઝ આપડા મનોરંજન માટે આપી છે પરંતુ આજે અપડે સર્વશ્રેષ્ઠ ૫ ફિલ્મો ની વાત કરીશું. 

જી હા, આજે અપડે ટોપ ૫ ગુજરાતી મુવીઝ ની લિસ્ટ ઉપર એક નજર નાખીશું જેથી તમે એમાંથી કોઈ મૂવી મિસ કરી હોય તો તમે તેને આવતા વિકેન્ડ પાર મણિ શકો. તો ચાલો, કોઈ પણ વિલંબ વગર અપડે આગળ વધીએ - 

૧) હેલ્લારો  

નેશનલ ફિલ્મ એવોર્ડ માં "બેસ્ટ ફીચર ફિલ્મ" નો ખિતાબ મેળવેલ આ ફિલ્મ છે એક ગામડામાં રહેતી અનેક મહિલાઓ ની વાર્તા. આ ફિલ્મ માં ખૂબ અજ વાસ્તવિક રૂપ થી દર્શાવવામાં આવ્યું છે કે મહિલાઓ માટે, સામાજિક દબાણ ના કારણે સામાન્ય જીવન જીવવામાં પણ કેટલી મુશ્કેલી વેઠવી પડે છે. અને ફિલ્મ જોવાની અસલ મજા તો ત્યારે આવે છે જયારે એમની બંજર રણ જેવી જિંદગી માં એક સરસ મજા નું ફૂલ ખીલે છે જયારે એમને કોઈક મળે છે. અને આ મજા મેળવવા માટે એ બધીજ બેડીયો ને ઝંજીરો તોડી, છૂટી ભાગે છે. મહિલાઓ ને આગળ વધવાનું પ્રોત્સાહન આપતી અને હંમેશા સમાજ એ ઉભા કરેલા પ્રતિબંધો સામે લડવાની તાકાત આપતી આ ફિલ્મ છે એકદમ જોરદાર.  

૨) રેવા 

આ પણ એક નેશનલ એવોર્ડ વિન્નિન્ગ ફિલ્મ છે જેને દરેક આધ્યાત્મિક વ્યક્તિ નું મન જીતી લીધું હતું. નર્મદા નદી ના કાંઠે શૂટ થયેલી આ ફિલ્મ ભરોસો અને અંદર ની યાત્રા દર્શાવતી ફિલ્મ છે. એક વ્યક્તિ જીવન માં શેને મહત્વ આપે છે અને આપડા જીવન માં સેને મહત્વ આપવું જોઈએ એનો ભેદ ખૂબ સરસ રીતે આ ફિલ્મ માં દર્શાવવા માં આવ્યો છે. ફિલ્મ ના હીરો ની યાત્રા શરુ થાય છે એક એવા યુવાન થી કે જ ખાલી મોજ શોખ કરવામાંજ  માને છે. પણ જયારે એ પોતાના દાદા ના મૃત્યુ બાદ એમના વિલ મુજબ રકમ લેવા ભારત આવે છે ત્યારે એ આખોજ બદલાઈ જાય છે. વિચારો થી ભરેલા મન થી લઈને શાંત મન ની જ યાત્રા પાર એ યુવાન જાય છે એ ઘણા બધા યુવાનો ને શીખ આપે એવી યાત્રા છે.   

૩) ચાલ મન જીતવા જઇયે 

તેનાલી રમન સીરીયલ માં આવતા નામાંકિત કલાકાર કૃષ્ણ ભારદ્વાજ અને બીજા ઘણા ગુજરાતી કલાકારો જેમકે ધર્મેન્દ્ર ગોહિલ, રાજીવ મેહતા અને અન્ય ઘણા ને દર્શાવતી આ ફિલ્મ થયેલી છે માત્ર એકજ ઘર માં શૂટ. પણ એક જગ્યા પાર અજ આ આખી ફિલ્મ અનેક પરિસ્થિતિ નો સામનો કરતા શીખવાડે એવી છે. જી હા, જીવન માં નિર્ણયો તો અપડે બધા લૈયે છે, પણ શું નિર્ણય લેવાની પદ્ધતિ ક્યારે તપાસી છે? 

પોતાના ધંધા માં એક મુશ્કેલી આવી પડતા આ ફિલ્મ ના પરિવાર ને લેવો પડે છે એક કપરો નિર્ણય. પણ શું એ નિર્ણય થી એ લોકો નું હિત જળવાયેલું રહેશે કે એમનું સમ્માન રહેશે? આ પરિવાર ના દરેક સદસ્યો વચ્ચે થતી ચર્ચા  અને મન માં ચાલતી કશ્મકશ અજ આખા મૂવી ને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આખરે લેવાયેલા નિર્ણય સુધી પોહોચતા કેવી રીતે દરેક સદસ્યનું મન પરિવર્તિત થાય છે એ જોવા લાયક છે. 

૪) છેલ્લો દિવસ 

કોલેજ ના દિવસો ની યાદ તો તમને આવતીજ હશે, નઈ? 

દરેક વ્યક્તિ ને પોતાના કોલેજ ના દિવસો યાદ કરાવતું આ મૂવી છે ફુલ ઓન એન્ટરટેઇન્મેન્ટ નો ડોસે. મસ્તી તો ખરીજ, પણ એની સાથે મિત્રતા અને કપરા સમય માં પણ એક બીજાની સાથે ઉભા રેવાની જરૂરિયાત સમજાવતું આ મૂવી છે. ધમાલ અને મસ્તી થી ભરેલી આ મૂવી જોતી વખતે તમે એક મિનિટે પણ ભાવના મુક્ત નહિ રહી શકો. કન્ટો તમને હસવું આવશે, રડવું અવહસે, અથવા પ્રેમ આવશે. અને આ દરેક ભાવનાઓ ને માણવાની પણ ખૂબ મજા આવશે. મિત્રો વચ્ચે થતી મસ્તી નો અનુભવ આપતી આ ફિલ્મ તમને યાદ અપાવહશે તમારા કોલેજ અને સ્કૂલ ના છેલ્લા દિવસ ની. 

૫) ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ 

ગુજ્જુભાઈ છે એક ગુજરાતી ભાઈ ની સમસ્યા ની કથા. પણ આ સમસ્યા ખાલી એમનીજ છે. તમારી માટે તો આ હાસ્ય નું એક જોરદાર સ્ત્રોત્ર હશે. પોતાની પત્ની, સાસુ અને મંદ પડેલા ધંધા થી હેરાન ગુજ્જુભાઈ ના જીવન ની ધમ્માચકડી ત્યારે વધે છે જયારે એ ભૂલ થી ઇન્વોલવે થાય છે એક અંડર કવર  પ્લાન માં. ના થવાની બધીજ વસ્તુઓ થતા ગુજ્જુભાઈ અને એમનો દીકરો પોહ્ચે છે પાકિસ્તાન અને જાણી જાય છે એક બૌઅજ઼ મોટું રહસ્ય. આ રહસ્ય ને પાછું ભારત લાવવાની અને દેશ ને બચાવવાની જવાબદારી નો ભાર લઈને ફરતા આ બાપ દીકરા ની હાલત સાચે જોવા લાયક હોય છે. 

સિદ્ધાર્થ રાંદેરિયા ની કૉમેડી સાથે આ મૂવી બને છે એકદમ મજેદાર એન્ડ એન્ટરટેઈનીંગ. પુરા પરિવાર સાથે જોવા લાયક આ ફિલ્મ માં તમે એક મિનિટ પણ હસ્યાં વગર બેસીજ નહિ શકો એ અમારી ગેરંટી છે. તો જયારે પણ આ મૂવી જોવો ત્યારે પેટ પકડીને હસવા તૈયાર થઇ જજો!

તો આ હતી ટોપ ૫ ગુજરાતી ફિલ્મો જે તમે બિલકુલ મિસ ના કરસો. જો કોઈ પણ મૂવી બાકી રહી ગયું હોય તો આવતા વિકેન્ડ નો પ્લાન આજથીજ બનાવી લો. એન્ટરટેઇન્મેન્ટ, ફૂડ, ફેશન અને લાઇફસ્ટાઇલ ને લગતી વધુ માહિતી માટે જોડાયેલા રહો Girls.buzz સાથે જ્યાં તમને તમારો દૈલી ડોઝ ઓફ ગ્રોથ મળતો રહે છે.

 

image-description
report Report this post