વાળ ને ખરતાં અટકાવવાના ૫ અદ્ભુત કુદરતી ઉપાયો !

6 minute
Read

Highlights

ખરતાં વાળ એ એવી મોટી સમસ્યા છે, જે સ્ત્રી-પુરુષ બન્નેને નડતી હોય છે. જો આ સમસ્યાનો નિકાલ કુદરતી ઉપાયો દ્વારા શક્ય હોય તો, બીજું શું જોઈએ ?! આ ૫  અદ્ભુત ટિપ્સ તમારાં વાળને વધુ નુકસાન પહોંચાડ્યા વિના તેમને ખરતાં અટકાવવા માટે મદદરૂપ થશે. આગણ વાચો

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this Blog in English here)

ખરતાં વાળ એ એવી મોટી સમસ્યા છે, જે સ્ત્રી-પુરુષ બન્નેને નડતી હોય છે. અને કેટ્લીકવાર બદલાતાં મૌસમ અથવા સ્વાથ્યમાં આવેલા કોઈ ફેરફાર ને લીધે આ સમસ્યા અનેક વાર તિવ્ર થઇ છે. બજારમાં ઉપલબ્ધ કૃત્રિમ ઉત્પાદનો માત્ર આ સમસ્યા ને નિયંત્રણમાં લાવવા માટે મદદરૂપ થઇ શકે, પણ જો આ સમસ્યાનો નિકાલ કુદરતી ઉપાયો દ્વારા શક્ય હોય તો, બીજું શું જોઈએ ?!

તેથી જ અમે  ૫  અદ્ભુત ટિપ્સ લાવ્યાં છીએ જે, તમારાં વાળને વધુ નુકસાન પહોંચાડ્યા વિના તેમને ખરતાં અટકાવવા માટે મદદરૂપ થશે.

તો ચાલો ..!

૧.કોપરાનું દૂધ

Coconut milk kept on a table in a bottle with some coconut pieces and grated coconut

આપણે સૌ જાણીએ છીએ, નારિયેળનું દૂધ પ્રોટીન, આવશ્યક વિટામિન્સ અને ચરબીઓથી સમૃદ્ધ હોય છે. એને તમારા વાળમાં સીધું લગાવવાથી તે બધાને સીધું જ શોષી લે છે. જેના કારણે વાળ મૂળથી મજબૂત થવામાં મદદ મળે છે.

નારિયેળનું દૂધ તમારા ખરતા વાળના નિયંત્રણમાં, તમારા વાળને મજબૂત કરવા, તેમને ચમકદાર બનાવવા માટે એક અદ્ભૂત વિકલ્પ બની રહેશે. તે તમારા વાળને થયેલ તમામ નુકસાનને ઠીક કરી તેને સંપૂર્ણ રીતે કન્ડિશન કરશે!

કોપરાના દૂધનો ઉપયોગ કરવાની રીત -

૧. દૂધ હુંફાળું થાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો.

૨. તેને પાંથીમાં, મૂળમાં અને તમારા વાળની ​​ટોચ પર સારી રીતે લગાવો.

૩. ૧૦-૨૦ મિનિટ માટે માથાને સરસ રીતે મસાજ કરો.

૪. એકવાર થઈ ગયા પછી, તમારા વાળને શાવર કેપથી ઢાંકો અને 45 મિનિટ રાહ જુઓ

૫. હળવા ક્લીન્સરનો ઉપયોગ કરીને તમારા વાળ ધોઈ પ્રક્રિયા પૂર્ણ કરી લો

૨. કુંવરપાઠુ

Aloe Vera Plant

એલોવેરા અથવા કુંવરપાઠુ કેટલું લાભકારક છે તે આપણે સૌ જાણીયે છીએ. ખનિજો અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોવા ઉપરાંત, એલોવેરાનો પલ્પ વિટામિન્સથી ભરપૂર હોય છે. જે તમારા વાળને મજબૂત બનાવાવણી સાથે વાળ ખરતાં અટકાવવામાં મદદ કરે છે અને તમારા વાળને ખુબજ સ્વસ્થ પણ બનાવે છે!

અન્ય સમસ્યાઓ જેવી કે, માથાની ખજવાળ, ખોડો, અને સુકાઈ ગયેલી માથાની ચામડી નું સમાધાન પણ આ સામગ્રી દ્વારા થઇ શકે છે.

કુંવરપાઠુ લગાડવાની રીત -

૧. ઍલોવેરાના પાનમાંથી બધોજ પલ્પ કાઢી લો.

૨. કોપરાંના અથવા કોઈ અન્ય તાત્વિક તેલની થોડીક બુંદો તેમાં ઉમેરી તેને મિક્સ કરી લો.

૩. તેને તમારા ખોપરી ઉપરની ચામડી અને તમારા વાળમાં મૂળથી છેડા સુધી સારી રીતે માલિશ કરો

૪. લગભગ  ૩૦-૪૫ મિનિટ માટે તેને માથામાં રહેવા દો.

૫. ત્યારબાદ હૂંફાળા પાણી થી માથું ધોઈ લો. અસરકારક પરિણામો મેળવવા માટે આ મિશ્રણનો અઠવાડિયામાં ૩-૪ વાર         ઉપયોગ કરવો.

3. મેથીનાં દાણાં

Seeds of Methi / Fenugreek

મેથી, જે એક એવું સુપર ફૂડ છે જે ફક્ત વાળ માટેજ નહીં પણ તમારા સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય માટે એક બેજોડ એવી ગુણી ઔષધિ છે. વાળની વાત કરીએ તો, મેથી ફક્ત વાળ ઉતારતાં નિયંત્રિત કરવા માટે જ નહીં પણ, નવા વાળ આવવા માટે પણ ઉત્તમ થઇ બને છે.

મેથી તમારા વાળના ફોલિકલ્સને રિપેર કરવામાં મદદ કરે છે અને વાળનાં સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપે છે!

મેથીની પેસ્ટ બનાવવાની અને લગાડવાની રીત -

૧. મેથીના થોડા દાણાં  ને આખી રાત પાણીમાં પલાળી રાખો

૨. દાણાંને પીસી પાતળી પેસ્ટ બનાવી લો

૩. આ પેસ્ટને વાળનાં મૂળમાં લગાવો

૪. તેને 30 મિનિટ સુધી રહેવા દો

૫. સામાન્ય પાણીનો ઉપયોગ કરીને તેને ધોઈ નાખો. આનું દર અઠવાડિયે બે વાર પુનરાવર્તન કરો

4. ગૂસબેરી અથવા આમળા

Gooseberry / Amla plant

વાળ ખરવાનાં મુખ્ય કારણોમાંથી એક છે, માણસના શરીરમાં વિટામિન - સી ની ઉણપ. આ ઉણપને દૂર કરવા આમળાં કરતા વધારે પર્યાપ્ત શું હોઈ શકે?

વિટામિન- સી થી ભરપૂર, આમળા તમને જેમ ખરતા વાળને નિયંત્રિત કરવામાં અત્યંત મદદરૂપ થશે! માત્ર માથામાં લગાડવાથી જ નહીં પરંતુ આમળાના રસ અથવા કાચા આમળાનું સેવન તમારા વાળના એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં અજાયબીઓ કરી શકે છે. ખરતા વાળનાં નિયંત્રણથી લઈને તમારા વાળના ફોલિકલ્સને પુનઃ વૃદ્ધિ માટે સારી રીતે પોષણ આપવા સુધી, ખરતાં વાળની કુદરતી રીતે સારવાર કરવામાં આમળા સર્વશ્રેષ્ઠ છે.

આમળાંનો ઉપયોગ કરવાની રીત -

૧. તમારી સુવિધા અનુસાર બજારથી આમળા પાવડર અથવા તાજા આમળાં લઇ તેનો રસ કાઢી લેવો.

૨. તેમાં થોડાંક ટીપા લીંબુનો રસ ઉમેરી સારી રીતે ભેળવી લો.

૩. તેને તમારી ખોપડી ઉપરની ચામડી, મૂળ અને વાળનાં છેડા પર સારી રીતે લાગવો.

૪.  તેને 30-45 મિનિટ રહેવા દો.

૫. માથા અને વાળને પાણીથી સામાન્ય રીતે ધોઈ લો.

૫. ગ્રીન ટી

Green tea in a cup and kettle

ગ્રીન ટી કેટલી ફાયદાકારક છે તે સૌ કોઈ જાણે છે. જો તમે તેનું સેવન કરો છો તો તે તમારા શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ જો તમે તેને માથામાં લગાવો તો તે તમારા વાળ માટે વરદાન સ્વરૂપ પણ સાબિત થઇ શકે છે !

એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર હોવાનાં કારણે, તે ફક્ત તમારાં વાળને ખરતાં અટકાવવાનું જ નહીં પણ, વાળની પુનઃ વૃદ્ધિ અને તેના સ્વાસ્થ્યને જાળવવા માટે પણ ઉપયોગી થઇ રહેશે.

ગ્રીન ટી નો ઉપયોગ કરવાની રીત-

૧. ૩-૪ ટી બેગ્સને ગરમ પાણીમાં પલાળી રાખો,

૨. પાણીનુ તાપમાન સામાન્ય થતાં જ તેને માથા અને વાળની લંબાઈ પર રેડી મસાજ કરો.

૩. વાળનાં છેડા પણ આ પ્રક્રિયા સમયે બાકી ન રહી જાય તેનુ ધ્યાન રાખવું.

૪. તેને તમારા વાળમાં ૪૫ - ૬૦ મિનિટ સુધી રહેવા દો.

૫. પાણીની મદદથી ધોઈ નાખો.

તો કૃત્રિમ ઉત્પાદનોના કારણે તમારા વાળને વધુ નુકસાન પહોંચાડ્યા વગર કુદરતી રીતે ખરતા વાળને નિયંત્રિત કરવા માટે આ અમારી તરફ થી ૫ ટિપ્સ હતી. જો તમે ખરતાંવાળની સમસ્યાથી પરેશાન છો, તો ઉપરોક્તમાંથી કોઈપણ રીતને ૨-૩ અઠવાડિયા સુધી અજમાવો અને પરિણામો વિષે અમને ચોક્કસ જણાવશો!

સંબંધિત બ્લોગ - વાળની વૃદ્ધિ અને તેમને ઘટ્ટ બનાવવામાં માટે યોગના આસનો

Logged in user's profile picture

વાળ ખરવાની સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરવી?

કોપરાનું દૂધ

કુંવરપાઠુ

મેથીનાં દાણાં

ગૂસબેરી અથવા આમળા

ગ્રીન ટી

ગ્રીન ટી વડે વાળ ખરતા કેવી રીતે અટકાવવા?

૩-૪ ટી બેગ્સને ગરમ પાણીમાં પલાળી રાખો,

પાણીનુ તાપમાન સામાન્ય થતાં જ તેને માથા અને વાળની લંબાઈ પર રેડી મસાજ કરો.

વાળનાં છેડા પણ આ પ્રક્રિયા સમયે બાકી ન રહી જાય તેનુ ધ્યાન રાખવું.

તેને તમારા વાળમાં ૪૫ - ૬૦ મિનિટ સુધી રહેવા દો.

પાણીની મદદથી ધોઈ નાખો.