આ ઉનાળામાં 4 સ્કિનકેર રૂટિન સાથે રાખો તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર

6 minute
Read

Highlights ઉનાળામાં ત્વચા ને ચમકતી કેવી રીતે રાખવી જાણવું છે? તો વાંચો આ બ્લોગ અને બની જાઓ ઉનાળામાં પણ સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિલા.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

દરેક વ્યક્તિ ને ઉનાળાની ઠંડી સવાર નો આનંદ લેવો ખૂબ ગમતો હોય છે. પરંતુ ઉનાળાને આવકારવા આતુરતાથી રાહ જોનારાઓ પણ સહમત થશે કે હીટવેવને હેન્ડલ કરવું મુશ્કેલ હોઈ શકે છે. જ્યાં સુધી તમારે ઘરની અંદર રહેવું પડશે ત્યાં સુધી વસ્તુઓ સારી લાગે છે.

ગરમ ઉનાળાના દિવસે બહાર નીકળવું એ એક વાસ્તવિક પડકાર બની શકે છે. પરસેવો અને ગરમી સરળતાથી ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે અને તમને સુસ્તી નો અનુભવ થઇ શકે છે. આ ઉપરાંત તમારી ત્વચા પર પણ એનો આડઅસર પડી શકે છે. તો એવુ શું તમે રોજ કરી શકો કે જેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકતી રહે? 

આ ૪ વસ્તુ કરવાંથી તમારું શરીર તથા તમારી ત્વચા ઉનાળામાં સ્વસ્થ રહેશે. જાણવા માટે આગળ વાંચો અને અમલ માં મુકો.

નિયમિતપણે ચહેરો ધોવા

ગરમી ની ઋતુ આવે એટલે સાથે પરસેવો લઈને આવે. આ ઋતુ માં ત્વચા તૈલી અને ચીકણી થઇ જાય છે. પછી ભલેને તમારી ત્વચા શુષ્ક હોય કે સંવેદનશીલ હોય, થોડાક પ્રમાણ માં ચિકાસ નો અનુભવ તો થતોજ હોય છે. જો આ ચિકાસ લાંબા સમય સુધી ચેહરા પર રહે તો કીટાણુઓ આવે છે અને ખંજવાળ આવી શકે છે. ઘણા લોકો ને આ કારણે ફોલ્લીઓ પણ થઇ શકે છે. પરસેવો અને બેક્ટેરિયાને સાફ કરવા માટે તમારા ચહેરાને ધોવું જરૂરી છે જેથી તમારા છિદ્રો ભરાઈ ન જાય. 

મોઢું ધોયા બાદ તમે જે ટોવેલ વાપરો છો તેનું પણ ધ્યાન રાખવું. તે સાફ સુથરો હોવો જોઈએ જે ચેહરો લૂછતી વખતે એમાં રહેલા કોઈ કીટાણુઓ ચેહરા પર ના જાય. સામાન્ય રૂપે ઉનાળામાં સવારે અને સાંજે મોઢું ધોવું જોઈએ. પણ જો તમે ક્યાંક બહાર અવર જવર કરી હોય ને પરસેવો ખૂબ થયો હોય તો એ સમય એ પણ ચેહરા ને પાણી થી ધોવું જરૂરી છે. 

તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખો

ગરમી માં તમારું શરીર વધારે પ્રમાણમાં પાણી છોડે છે. આ પાણી જવા ના કારણે જો તમે શરીર ને પૂરતું પાણી નહિ આપો તો તમારી ત્વચા રૂખી પડી જશે. તો ચેહરાને હાઈડ્રેટેડ રાખવા માટેનો સૌથી પેહલો ઉપાય એ છે કે રોજ પૂરતું પાણી પીવું અને પાણીદાર ખોરાક ખાવું. તરબૂચ, ટેટી, કેટી, દ્રાક્ષ, કાકડી જેવા પાણીદાર ખોરાક ને રોજના ખાવામાં શામેલ કરો જેથી તમારા શરીર માં પાણી ની કમી ના રહે. સવારે ઉઠતાની સાથેજ ખૂબ પાણી પીયો અને દિવસ ભર જયારે શરીર ને જરૂર લાગે ત્યારે પાણી પીતા રહો. 

આ સિવાય તમે તમારા ચેહરાની ત્વચાને હાઈડ્રેટેડ રાખવા માટે માસ્ક્સ લગાવી શકો છો. મધ, ગુલાબજળ, કાકડી જેવા અન્ય પાણીદાર પદાર્થો ચેહરા પાર લગાવવાથી તમારી ત્વચા માં નમી રહેશે અને તે ચમકતી પણ રહેશે.   

ઘર છોડતા પહેલા સનસ્ક્રીન લગાવો

ઉનાળાના સળગતા મહિનાઓ દરમિયાન, અસહ્ય ગરમી અને ભેજ હોય ​​છે જે ત્વચા ટેનવાળી કરે છે. સનટેન ત્વચાને ફ્લેકી અને નિસ્તેજ બનાવે છે અને તેની કુદરતી ચમક છીનવી લે છે. સૂર્યના વધુ પડતા સંપર્ક માત્ર ત્વચાને ટેન જ કરતું નથી પણ ત્વચાની સમસ્યાઓ જેવી કે ડાર્ક સ્પોટ્સ, હાયપર પિગમેન્ટેશન અને/અથવા સનબર્ન પણ કરે છે. એટલે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. 

સનસ્ક્રીન, જેને સનબ્લોક અથવા સન ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ચહેરા અને શરીર માટે ફોટોપ્રોટેક્ટીવ ટોપિકલ પ્રોડક્ટ છે જે સૂર્યના કેટલાક અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોત્સર્ગને શોષી લે છે અથવા તેને પ્રતિબિંબિત કરે છે. સનસ્ક્રીન ત્વચાને સન ટેન, સનબર્ન સામે રક્ષણ આપે છે અને સૌથી અગત્યનું ત્વચા કેન્સરની શક્યતાઓથી બચાવે છે.

ઘરે બનાવેલા ફેસ પેક લગાવો

આ 3 ઘરે બનાવી શકાય એવા ફેસ પેક વડે તમારી ત્વચાને પોષણ આપો.

૧) મધ, દહીં અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્સ કરો (દરેકમાં લગભગ 1 ચમચી). ચહેરા પર સરખી રીતે લગાવો અને તેને 15 થી 20 મિનિટ સુધી રાખો પછી પાણીથી ધોઈ લો.

મધ અને દહીં ત્વચા પર ઠંડકની અસર માટે જાણીતા છે. તેઓ શુષ્કતા સામે લડવામાં અને તમારી ત્વચાને ભેજ પ્રદાન કરવામાં મદદ કરશે. ગુલાબજળ તૈલીપણાને નિયંત્રિત કરશે અને તમારી ત્વચાને તાજગી આપશે. તે એક સારા સૂર્ય રક્ષક તરીકે પણ કામ કરે છે.

૨) 10 બદામને પાણીમાં આખી રાત પલાળીને રહેવા દો. બીજા દિવસે સવારે આને પીસીને પેસ્ટ બનાવી લો.

1 ચમચી ઓટ્સ, 1 ચમચી મધ અને જરૂર મુજબ દહીં ઉમેરો. સ્મૂધ પેસ્ટ મેળવવા માટે સારી રીતે મિક્સ કરો આને ચહેરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી રાખો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો.

ઓટ્સ ત્વચામાંથી વધારાનું તેલ સાફ કરવામાં મદદ કરશે, જ્યારે બદામ શુષ્ક ત્વચાને ફરીથી પોષણ આપશે.

૩) જ્યારે તમારી ત્વચાની સંભાળ રાખવાની વાત આવે છે ત્યારે પપૈયા અને કેળા ઉત્તમ ખોરાક છે.

થોડા પપૈયા અને કેળાને એકસાથે મેશ કરો. હવે ઉપરની સામગ્રીમાં થોડું મધ ઉમેરો. સ્મૂધ પેસ્ટ મેળવવા માટે બધું બરાબર મિક્સ કરો. તમારા ચહેરા પર લગાવો અને તે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. પાણીથી ધોઈ લો.

થોડા સમય પછી તમારી ત્વચાની ચમક જુઓ. વધારાનું તેલ નિયંત્રણમાં અને ડ્રાય પેચ નરમ રહેશે.

ગરમી માં સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખવાથી ત્વચા ને ખૂબ હામી પોહચી શકે છે. પણ જો શરીર અને ત્વચાની સંભાળ રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તો ઉનાળામાં પણ તેઓ પોષણ મેળવશે. આશા રાખીયે છે કે તમારો ઉનાળો સ્વસ્થ રહે અને તમે પોતાની જાતને આખો ઉનાળો સારા સ્વસ્થ સાથે રાખો અને ગરમી માં ઠંડા ખાવા પીવાની માજા માણો. 

 

 

Logged in user's profile picture