5 બજેટ-ફ્રેન્ડલી આઈશેડો પેલેટ્સ - જરૂરથી આજમાવી જુઓ

5 minute
Read
5 budget eye palettes.jpg

(You can read this blog in English here)

મૅક-અપ એ એક એવી વસ્તુ છે, જેનાથી દરેક સ્ત્રી રાજી-રાજી થઈ જાય છે! અને તે પણ જો બજેટમાં મળી જાય, તો તેમનાં હરખનો પાર નથી રેહેતો. ખરુંને ?  જો તમે પણ એવી વ્યક્તિઓમાંથી એક છો જે સૌંદર્ય પ્રસાધનો પસંદ કરે છે? પણ તેની પાછળ મોટી રકમ વેળફવા કરતાં, પોતાનાં નાણાનો ઉપયોગ ચતુરાઈ પૂર્વક કરવામાં માને છે? તો આ બ્લોગ વાંચતા રહો….!

બજારમાં ઉપલબ્ધ 'બજેટ-ફ્રેન્ડલી' વસ્તુઓની શ્રેણીમાંથી, આજે આપણે આઈશેડો પેલેટ્સ વિશે વાત કરી રહ્યા છીએ!

તમારી આંખોની સુંદરતાને બમણી કરવામાં અને તમારા હટકે મૅક-અપ લુક્સને ઇન્સટાગ્રામ અને પિનટ્રેસ્ટ રેડી બનાવવામાં આઇશેડો મુખ્ય ભૂમિકા ભજવે છે. મૅક-અપના વિષયમાં તમે શિખાઉ હોવ કે નિપુણ, તમારે તમારા મૅક-અપના સમાનમાં આઈશેડો પેલેટ જરૂરથી રાખવું જોઈએ. 

અમે જાણીએ છીએ પૈસા બચાવવું જેટલું અમને પ્રિય છે, તેટલું જ તમને પણ છે. તેથી અમે બજારમાં ઉપલબ્ધ એવા 5 બજેટ-ફ્રેન્ડલી આઇશેડો પેલેટ્સની યાદી તૈયાર કરી છે, જે ચૂકવેલ કિમતનું સંપૂર્ણ વળતર આપવા સક્ષમ છે!

૧. મૅક-અપ રૅવૉલ્યુશન રી-લોડેડ પૅલેટ

Available at Rs. 650/- અહીં ખરીદો …!

આ ‘વેલ્વેટ રેડ’ પ્રકારના પેલેટમાં સ્વાભાવિકથી લઇ ને ચમકદાર - ઝારીવાળા, એવા ૧૫ વિવિધ અને ભવ્ય - ગુલાબીથી લઈ શેમ્પેન સુધી - તહેવારોની મોસમને અનુકુળ આવે એવા બધાજ શૅડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.   

આ તહેવાની વેળા અત્યંત રંગીન અને એકદમ ખૂબસૂરત ટોન ધરાવતાં આ પેલેટ સાથે તમારી અંદરની પરમ સુંદરી ને બહાર લાવો!

૨.મૅબેલ્લીન ન્યુ યોર્ક લૅમનૅડ ક્રેઝ આઈશેડો પેલેટ

Available at Rs. 3,298/- અહીં ખરીદો….!

મૅક-અપ કરતાં સમયે તટસ્થ શૅડસ ક્યારેય વિષમ થઈ પડે તેવી બનવું લગભગ અશક્ય છે. ખરી વાત? કે તદ્દન ખરી વાત? જો તમે પણ ન્યુડ શૅડસની મદદ થી સ્મોકી આઈઝ લૂક લેવાનું પસંદ કરતાં હોવ, તો આ પેલેટ એ બધુંજ છે જેની તમને જરૂરત છે . 

સોફ્ટ થી લઇ ને હાઈલાઈટસ, લગભગ બધાજ લૂક્સ માટે યોગ્ય એવા અનેક  રંગ - શૅડસ ધરાવતું એક પરફેક્ટ કોમ્બીનેશન છે, જે દરેક પ્રસંગે તમારી અણીયાળી આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.

3. લૅૅકમૅ ઍબ્સોલ્યુટ સ્પૉટલાઇટ શૅડોસ પેલેટ

 

Available at Rs. 698/- અહીં ખરીદો.…!

લૅકમૅનું આ ભવ્ય પેલેટ તેના નામ માટે એકદમ સાર્થક થઈ બને છે. જો તમે આ પેલેટનો ઉપયોગ તમારી આંખની સજાવટ માટે કરોશો તો નિશ્ચિત રહો, બધી આંખો અને સ્પોટલાઇટ ક્યાંય નહીં પણ તમારા પર હશે!

ઘાટ્ટા રંગના હોવાની સાથે તેનું મખમલી ટેક્સચર તમારા ચેહરાને એક સુંવાળો દેખાવ આપે છે. તદોપરાંત આ શૅડસનો સ્પર્શ તદ્દન હળવાશ પડતો છે  અને તે ૪ વિવિધ ચલોમાં ઉપલબ્ધ છે. બધાજ અજમાવી જુઓ!

૪. વેટ એન વાઇલ્ડ 10 પૅન પેલેટ

Available at Rs. 419/- અહીં ખરીદો ...! 

જો હું કહું કે, તમને એક જ પેલેટમાં મૅટ અને શિમર્સનું સંયોજન મળે છે, જે ખૂબ સસ્તું પણ છે, તો!? તક જરાય જવા દેવા જેવી લાગશે નહીં. બરાબર!?  તો આ વેટ એન વાઇલ્ડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા આ અદભૂત પેલેટ ને જુઓ.

 

રંગીન મેટ્સ અને તીવ્ર ચમકદાર (શિમરી), આ બંને એક જ આઇ શેડો પેલેટમાં મળતાં હોય તો બીજું શું જોઈએ!

 

5. લોરિયલ પેરિસ લા પેટીટ આઇ શેડો પેલેટ

Available at Rs. 519/- અહીં  ખરીદો….! 

આ ૫ ઘાટ્ટા શેડ્સ વાળું પેલેટ તમને વિવિધ મનગમતાં આઇ મૅક-અપ લૂક્સના પ્રયોગો કરવાની પૂરી છૂટ આપે છે.  આ નાનકડું પેલેટ મુસાફરી સમયે સાથે લઇ જવા; મિક્સ એન્ડ મેચ કરી ભિન્ન ભિન્ન પ્રકારનાં, અભૂતપૂર્વ લૂકસનું સર્જન કરવા માટેનું એક ઉત્તમ ઉત્પાદન છે. જેના પ્રયોગ થી તમારો સંપૂર્ણ લૂક જીવંત થઈ ઉઠશે.     

મખમલી ટેક્સચર,ઘટ્ટ અને ભવ્ય રંગો, તેનાથી વધારે શું જોઈએ ?

આ હતાં અમારાં બજેટ-ફ્રેન્ડલી શ્રેણીના મુખ્ય ૫ વિકલ્પ. ખરેખર, આ ૫ એવા પ્રોડક્ટ્સ છે જે તમારા ગજવાને ભારે પડ્યા વગર તમને મનગમતાં- સ્મોકિ, શિમરી કે મૅટ દરેક લૂક લેવાની છૂટ આપે છે. 

તો, આ બઘામાંથી તમારો પસંદીદા પેલેટ કયો છે ? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. 

image-description
report Report this post