5 નિયમિત આદતો જે તમને સફળ બિઝનેસવુમન બનાવી શકે છે

6 minute
Read

Highlights

શું બિઝનેસ વુમન બનવા માટે કોઈ નવીજ કળા શીખવી પડે છે? બિલકુલ નહિ. આ ૫ આદતો તમારી રોજ બરોજ ની જિંદગી માં તમે અપનાવો છો તો તે તમને એક વેપાર કરવામાં કામ આવી શકે છે. વધુ જાણવા બ્લોગ વાંચો.



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

શું તમે પણ એક બિઝનેસ વુમન બનવા માંગો છો? પણ ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરી શકાય? 

શું તમને ખબર છે કે રોજની અમુક આદતો બતાવે છે કે તમે એક સફળ બિઝનેસ કરી શકશો કે નહિ?

આપડી આદતોજ આપણને આગળ વધવામાં મદદ કરે છે. તો ચાલો આજે જાણીયે કે એવી કઈ કઈ આદતો છે જે એક મહિલાને સફળ વેપાર કરવા માટે તૈયાર કરે છે. આ એવી આદતો છે કે જે તમે રોજ બરોજ ઘરમાં પણ ઉપયોગ કરી શકો છો. 

જાણવા માટે કે એવી કઈ ૫ આદતો છે જે તમને એક સફળ બિઝનેસ વુમન બનાવી શકે છે આ બ્લોગ ને આગળ વાંચો. 

સકારાત્મક અભિગમ

જીવન માં અલગ અલગ પ્રકાર ની પરિસ્થિતિઓ થી આપડે ઘેરાયેલા હોઈએ છીએ. ક્યારેક આપણને ગમતી વસ્તુ થાય છે તો ક્યારેક ના ગમતી. પરંતુ દરેક પરિસ્થિતિ માંથી શીખ મેળવી આગળ વાઢવાનુજ નામ જીવન છે. જો આવી સકારાત્મકતા ની સાથે કોઈ જીવી શકતું હોય તો તે એક બીઝ્નેસ્સ વુમન બનવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. કારણ કે જીવન ની જેમ ધંધા માં પણ ઘણી બધી અનિશ્ચિતતા હોય છે. તો જે મહિલા પોતાના રોજિંદા જીવન માં સકારાત્મક વિચારો સાથે જીવવાની આદત પાડી દે છે તેને કોઈ પણ ક્ષેત્રે ક્યારે તકલીફ નથી પડતી. એનો મતલબ એ નહિ કે બહાર ની પરિસ્થિતિઓ હંમેશા અનુકૂળ અજ રહે છે, પરંતુ તે વ્યક્તિ અંદર થી પોતાની જાતને હંમેશા સકારાત્મક રાખી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. 

સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો

વેપાર માં સમય ની ખૂબ કિંમત હોય છે. જો સમય વેડફાય છે તો ઘણી બધી તક ચુકી જવાય છે. જે મહિલા પોતાના સમય ને ખૂબ સારી રીતે સાચવીને કામ કરે છે અને સમય નો સદુપયોગ કરે છે તે એક વેપાર કરવામાં માં સફળ રહેશે. જે લોકો સમય ની કદર નથી કરતા અને હંમેશા તેને વેડફે છે તે ક્યારે જીવન માં સફળતા ની દિશા માં આગળ નથી વધી શકતા. તો જો તમે પણ એક ધંધો કે વેપાર શરુ કરવાનું વિચારી રહ્યા હોવો તો આજેજ આ આદત પાડો. 

આખા દિવસ માં બધા પાસે ૨૪ કલાક અજ હોય છે, પણ દરેક વ્યક્તિ એનો અલગ ઉપયોગ કરે છે. જે મહિલા પોતાના ૨૪ કલાક નો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે અને પોતાનું બધુજ કામ સમય ની સાથે કરે છે તે આગળ વધી શકે છે. 

આયોજન કુશળતા

આયોજન વગર કઈ પણ સીધે સીધું કરવા જઇયે તો સમય અને વસ્તુઓ નો બગાડ થાય છે. જેમ ખાવા બનાવતા પેહલા જ નક્કી કરી દેવામાં આવે કે આજે સુ બનશે ને કેટલા લોકો માટે બનશે, તો ખાવાનો બગાડ બી નથી થતું ને માપસર ખાવાનું જલ્દી બની જાય છે. એમજ જયારે તમે કોઈ પણ વેપાર કરતા હોવો ત્યારે અગાઉ થી ખબર હોવી જરૂરી છે કે આગળ શું કરવાના છીએ અને એ કાર્ય બાદ ની સંભાવનાઓ સુ થઇ શકે છે. આ રીતની વિચાર શરની રાખવા વળી મહિલાઓ ઘર તો સારી રીતે ચલાવીજ શકે છે પરંતુ એક સારી બિઝનેસ વુમન પણ બની શકે છે. 

સ્વ-શિસ્ત રાખવી

જયારે તમે નૌકરી કરતા હોવો ત્યારે હંમેશા તમારા માથે કોઈ બોસ હોય છે જે તમને કહ્યા કરે કે તમારે શું કરવાનું છે ને ક્યારે કરવાનું છે. પરંતુ જયારે તમે પોતાનો બિઝનેસ કરો ત્યારે તમે પોતેજ બોસ બની જાઓ છો. એવા સમય એ સ્વ-શિસ્ત ખૂબ જરૂરી થઇ જાય છે. જો તમે તમારા કામો સમય સાર જાતેજ કરી લો છો અને રોજ રોજ આળસ નથી કરતા તો તમે એક સારો બિઝનેસ ચલાવી શકો છો. સેલ્ફ ડિસિપ્લિન હોવાના લીધે તમે પોતે તો સારી રીતે કામ કરોજ છો પણ તમારી આજુ બાજુના લોકોને પણ તમે પ્રેરણા આપો છો. 

લોકો સાથે મળીને રહેવું

જયારે તમે કોઈ પણ વેપાર કરો તો લોકો ની જરૂર તો પડેજ. લોકો સાથે કામ કરવાની અને હળી મળીને રેહવાની પણ એક કળા છે. જે મહિલા પોતાના રોજિંદા જીવન માં આખા પરિવાર ને સાથે લઈને ચાલે છે અને દરેક વ્યક્તિ ની જરૂરિયાત નું ધ્યાન રાખે છે તે એક બિઝનેસ માં પણ પોતાના કર્મચારીઓ ને સાથે લઈને ચાલવાની ક્ષમતા ધરાવે છે. તેને કોઈ પણ પ્રકારના વિરોધ સામે આવતા દર નથી લાગતો. જો બે વ્યક્તિઓ વચ્ચે ઘેરસમજ થાય તો તે એનો ઉકેલ લાવવા ની ક્ષમતા પણ ધરાવે છે. એવું કૌશલ્ય ધરાવતી સ્ત્રી એક સફળ બિઝનેસ વુમન બની શકે છે.

એમાં એ પાછું લોકો સાથે હળી મળીને રેહવું અને જે કામ છે તે પણ કરવું આ સૌથી અગત્યનું હોય છે. જો કોઈ વ્યક્તિ સારું જવા થાય તો લોકો કામ ના કરે અને જો કામ કરવા માટે કડક થાય તો લોકો ને ખોટું લાગી જાય. તો અ બનને ની વચ્ચે નો રસ્તો શોધીને લોકો સાથે સારો સંબંધ રાખવો અને કામ પણ કરવું એ એક અદભુત કળા છે. 

આદતો તો શ્રેષ્ટ ના હોય તો બનાવી પણ શકાય છે. ઉપર લખેલી ૫ આદતો જો તમને પેલેથી હોય તો તમારે વેપાર શરુ કરવામાં સેજ પણ ખચકાવવાની જરૂર નથી. અને જો ના હોય તો પણ કોઈ વાંધો નાઈ. તમે આ આદતો ને કેળવી શકો છો અને પછી તમારા વ્યવસાય કે વ્યાપાર માં આગળ વધી શકો છો. દરેક આદત ને કેળવતા સમય લાગશે, તેથી ધીરજ સાથે કામ લેવું ખૂબ જરૂરી છે. અશક્ય નથી પણ અઘરું છે, એટલેજ નાની નાની આદતો થી શરુ કરો અને ધીમે ધીમે મોટી આદતો પાડો. 

આશા છે કે તમે જે પણ ક્ષેત્રે આગળ વધવાની ઈંચ ધરાવો છો તે ક્ષેત્રે તમે સફળ થાઓ.

Logged in user's profile picture