6 શ્રેષ્ઠ મધર્સ ડે ભેટ

6 minute
Read

Highlights શું તમે પણ વિચારો છો કે તમારી માતા ને શું ભેટ આપી શકો છો આ મધર્સ ડે પર? તો આ બ્લોગ માં મળશે તમને એનો જવાબ.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

મે મહિના ના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની માતા માટે કૈક અવનવી ભેટ ખરીદે છેને અને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આમતો માં ને ભેટ કરવા માટે બધા દિવસો શ્રેષ્ઠ છે પરંતુ આ દિવસે ખાસ કરીને બધા પોતાની માતા સાથે સમય બિતાવે છે. શું તમે પણ વિચારી રહ્યા છો કે આ મધર્સ ડે પર તમારી માતા માટે શું ભેટ લાવી જોઈએ? 

આ વખતે ૨૦૨૩ માં ૧૪મી મે ના દિવસે બીજો રવિવાર આવે છે જયારે આખી દુનિયા મધર્સ ડે ની ઉજવણી કરશે. તો આ દિવસે તમે તમારી માતાને કઈ રીતે ખુશ કરી શકો છો એની માટેના અદભુત આઈડિયા આજે અમે શેર કરી રહ્યા છીએ. 

૬ શ્રેષ્ઠ ગિફ્ટ જ તમે તમારી માતાને આ દિવસે આપી શકો છો. 

સુગંધ તેલ સાથે મીણબત્તી

સેન્ટ વાડી કેન્ડલ કે પછી ફરેગ્રન્સ ઓઇલ ની સાથે આવતી કેન્ડલ દરેકને ગમે છે. જો તમારી માતા ને શાંતિ થી બેસીને ધ્યાન કરવાની ટેવ હોય કે પછી વાતાવરણ માં સુગંધ ગમતી હોય તો આ ગિફ્ટ એમની માટે શ્રેષ્ઠ રહેશે. લેવેન્ડર, લેમોન ગ્રાસ, રોસ, ઓરેન્જ, જેસ્મિન, વગેરે જેવી સુગંધ માથી તમે કોઈ પણ પસંદ કરીને ભેટ માં આપી શકો છો. 

કામ કરતી વખતે કે રાત્રે સૂતી વખતે થોડોક સમય આ કેન્ડલ ચાલુ રાખવાથી સારી સુવાસ પણ ફેલાય અને મન ને શાંતિ પણ મળે છે. તો આ શાંતિ અને સુવાસ ની ભેટ તમે આપી શકો છો તમારી માતા ને, મધર્સ ડે ના દિવસે. 

હાથથી બનાવેલી ભેટ

જો તમારે કોઈ પણ વ્યક્તિ ને પ્રેમ સાથે કૈક આપવું હોય તો હાથે બનાવેલી વસ્તુ એક શ્રેષ્ઠ ભેટ બની શકે છે. જો તમે એક સરસ મજાનું બુકે બનાવી શકો છો. તમારી આજુ બાજુ ના બગીચાઓ માંથી અલગ અલગ ફૂલ લઇ એક મસ્ત બુકે બનાવો. કા તો પછી તમે એક કાર્ડ પણ બનાવી શકો છો. ક્રાફટ પેપર અને થોડોક ડેકોરેશન નો સમાન લાવીને એક સુંદર ચિત્ર દોરીને કાર્ડ બનાવો અને તમારો પ્રેમ વ્યક્ત કરો. 

જો તમે થોડીક કારીગરી કરવામાં માહિર હોવ તો વેસ્ટ માંથી શ્રેષ્ઠ વસ્તુઓ ઓનલાઇન શોધીને પણ કૈક અવનવી ગિફ્ટ બનાવી શકો છો. 

કસ્ટમાઇઝ જ્વેલરી

કસ્ટમાઇઝ જ્વેલરી

શું તમારી મમી ને દાગીના નો શોખ છે? તો પછી આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે એમની માટે. કોઈક એવો દાગીનો ખરીદો કે જેની ઉપર એમનું નામ હોય કે પછી એમના નામનો પેહલો અક્ષર હોય અથવા એક કિંમતી ક્ષણનું પ્રતીક હોય. જો તમને એવી તૈયાર જ્વેલરી ના મળે તો તમે બનાવડાવી પણ શકો છો. કાન માં પેરવાની બુટ્ટી, હાથમાં પેરવાનું બ્રેસલેટ અથવા રિંગ, ગળા માં પેરવાનું નેકલેસ અને અન્ય દાગીના તમે ખરીદી શકો છો. 

નેકલેસ માં ફોટો મુકવાની પણ એક ફેશન ખાસ્સા સમય થી ચાલી છે અને તે સમયહીન છે. તો તમે તમારો અને તમારી માતા નો ફોટો મુકાઇને એક નેકલેસ પણ તૈયાર કરી શકો છો. 

હસ્તલિખિત પત્ર

a woman writing a letter

આપડે રોજબરોજ ના જીવન માં મમ્મી ની સામે આપડી ભાવનાઓ વ્યક્ત કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. તેનો પ્રેમ હંમેશા નાની નાની ક્રિયાઓ માં ઝળકતો હોય છે પણ આપડે કઈ કરીને તે પાછું નથી આપી શકતા. તો આ દિવસે તમે એક પાત્ર લખીને તે બધીજ વસ્તુઓ માટે આભાર વ્યક્ત કરી શકો છો અને મમ્મીને ખુશી આપી શકો છો. એક સાદા કાગળ પર તમે તમારા દિલ ની વાત લખી શકો છો અને તેને ફોલ્ડ કરીને તમારી માતાના ઓશિકા નીચે કે એવી કોઈક જગ્યા એ મુકો જ્યાં એમાને જાતેજ મળી જાય. 

હાથમાં કાગળ એવો અને આવી રીતે ક્યાંક મળવો એ બનેઓ અનુભવ અલગ હોય છે. સુખદ આશ્ચર્ય વાળો અનુભવ હશે તો અલગ જ ખુશી થશે એમને. 

ફોટાઓનો સંગ્રહ

જીવન જીવતા જીવતા આપડે બધા ખૂબ યાદો બનાવીયે છીએ. પણ બધી યાદોં આપડે નજરો ની સામે રહે એવું શક્ય નથી હોતું. તો તમારી માતા સાથેની યાદોં ના ખજાના માંથી એક એવી યાદ શોધો કે જ તમને બન્નેઓ ને ખૂબ વહાલી હોય. તે ફોટા ને તમે ઓશિકા પર પ્રિન્ટ કરાવીને આપી શકો છો. કે પછી પાણી પીવાના ગ્લાસ પર કે કિચેન પર કે પછી એક ફ્રેમ માં પણ મૂકી શકો છો. 

જો એક યાદ બદલે તમારી પાસે બૌ બધી યાદો ભેગી હોય તો તમે ઘણા બધા ફોટો લઈને તેને ભેગા પણ પ્રિન્ટ કરાવી શકો છો કે મોટી ફ્રેમ બનાવી શકો છો. 

લેખન જર્નલ

જો તમારી માતાને લખવાનો શોખ હોય કે પછી રોજ રાતે પોતાની જાત સાથે થોડોક સમય બિતાવવો ગમતો હોય તો આ ભેટ અદભુત રહેશે. એક રાઇટિંગ જર્નલ આપવાથી તેમને પોતાના દિવસ ની યાદગાર પલો ને લખવા માટેની એક જગ્યા મળશે. આ માનસિક અને શારીરિક રૂપ થી તેમની મદદ કરશે. 

જર્નલ ના અલગ અલગ પ્રકાર હોય છે, અમુક નાની હોય છે અમુક મોટી હોય છે. ઘણી ખાલી હોય છે તો ઘણી માં પ્રશ્નો પણ હોય છે જેથી લખવામાં મદદ મળી રહે. તો તમારી મુમ્મી ના સ્વભાવ ને ધ્યાન માં રાખીને તમે એમની અનુકૂળ થાય તેવી જર્નલ ભેટ આપી શકો છો. 

તો આ ૧૪ મી મે ના દિવસે કરો તમારી મમ્મી ને ખુશ. એમાંથી જ પણ ભેટ તમે ખરીદી સકતા હોવો અને જે તમારી મમ્મી ને પણ પસંદ આવી શકે તે ઘરે લાવો. તમારી માતા ની મદદ તો રોજ કરવી અને તેમનું ધ્યાન આખું વરશ રાખવું પણ આજનો દિવસ તમારે એમને થોડુંક વધારેજ ખાસ ફીલ કરાવવા જ પણ થઇ શકે તે કરવું. 

અને કોઈ પણ ભેટ કરતા સૌથી વધુ મહત્વનું હોય છે તેમની સાથે બેસીને વાતો કરવી. તેમની વાતો સાંભળવી અને વિચારો ની એ લે કરવી. સબંધ ને મજબૂત બનાવવાનો સૌથી સહેલો રસ્તોજ એ છે કે સાથે સમય બિતાવો. તો શું તમે તૈયાર છો? 

અમારી તરફથી તમારી માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ!

 

Logged in user's profile picture