અજમાવી જોવા જેવી ૭ વિવિધ પ્રકારની ચા, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે

9 minute
Read



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

 (You can read this Blog in English here)

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપથતી ચા અને કોફી  

ચા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેની પુષ્ટિ કરતા ઘણા સંશોધનો બહાર પડ્યાં છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ ને આપણા સ્વાસ્થ્યની રક્ષક માનવામાં આવે છે. માંદગી અને બેક્ટેરિયા, ફંગલ અને વાયરલ ચેપ અને અન્ય ગંભીર બીમારીઓથી આપણા શરીર નું રક્ષણ કરવાનું કામ રોગપ્રતિકારક તંત્રનું છે. રોગપ્રતિકારક તંત્રની નિષ્ક્રિયતા કે કાર્યક્ષમતામાં ઘટાડો, અનેક શારીરિક તકલીફોની માટે માર્ગ ખુલ્લો કરી દે છે, જેની યાદી ખુબ જ લાંબી છે. ચાનો ઉપયોગ હજારો વર્ષોથી તબીબી હેતુઓ માટે કરવામાં આવે છે, પરંતુ વિજ્ઞાનમાં થયેલા સુધારાઓએ આજની સંસ્કૃતિમાં વિવિધ પ્રકારની બિમારીઓ માટે ચાના ઉપયોગને માન્યતા આપી છે. ચાના સરવન થી રોગપ્રતિકારક તંત્રને થતાં લાભો એ સેંકડો સંશોધન અને અભ્યાસો દ્વારા પાછલા કેટલાક દાયકાઓમાં જોવા મળેલા અસંખ્ય ફાયદાઓમાંથી માત્ર એક છે.

 

સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં, વિવિધ પ્રકારના સ્વાદવાળી ચા પીવામાં આવે છે. રોજેરોજ હર્બલ ચા પીવાથી સામાન્ય સુખાકારી તેમજ શરીરને રોગથી બચાવવામાં મદદ મળે છે. હર્બલ ટી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેની કોઈ નકારાત્મક આડઅસર નથી. જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો કોઈ રસ્તો શોધી રહ્યાં હોવ તો, અજમાવવા માટે પાંચ હર્બલ ટીની યાદી અને જાણકારી નીચે મુજબ છે.

 

૧. હળદર વાળી ચા

છબી સ્ત્રોત: saffrontrail.com

ભારતમાં દવા તરીકે હળદરનો ઉપયોગ - તેની દર્દીઓને સાજા કરવાની અદ્વિતીય ક્ષમતા ને કારણે ઘણા દશકો અને સદીઓ થી કરવામાં આવે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય ઘટક હોય છે, જે તેના બળતરા ને શાંત કરતા, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણધર્મો માટે જવાબદાર છે. હળદરમાં એન્ટીઑકિસડન્ટો વધુ પ્રમાણમાં હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે. અને રોગપ્રતિકારક શક્તિને પણ વેગ આપે છે. લીંબુનો રસ અને મધ તમારી હળદરવાળી ચાના સ્વાદમાં સુધારો કરશે સાથે મહત્વપૂર્ણ ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને વિટામિન સી પણ ઉમેરશે.

રીત: ૨ કપ પાણીને ઉકાળો. તાપને ધીમો કરો અને તેમાં ૧/૨ ચમચી વાટેલી હળદર અને ૧/૨ ચમચી આદુને ૫-૭ મિનિટ માટે હલાવો. તે પછી, મિશ્રણને કપમાં ગાળી લો અને તેમાં ૧ ચમચી મધ ઉમેરો.

 

૨. અશ્વગંધા 

simplelooseleaf.com

અશ્વગંધાને  એક પ્રકારની જાદુઈ વનસ્પતિ તરીકે ગણવામાં આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, બ્લડશુગરને નિયંત્રિત કરે છે અને ચિંતા અને તણાવ ઘટાડે છે. આ અનુકૂલનશીલ છોડને આયુર્વેદિક દવામાં કાયાકલ્પ કરનાર અથવા રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. એડપ્ટોજેનિક ચાના મિશ્રણમાં વારંવાર સૂકા મૂળનો સમાવેશ થાય છે. તેના ઘણા ફાયદા છે અને તે કેફીનયુક્ત મોર્નિંગ એનર્જી ડ્રિન્કનો સરસ વિકલ્પ પણ હોઈ શકે છે.

રીત: ૧ ચમચી મધ, સૂકા અશ્વગંધા મૂળનો 5-ઇંચનો ટુકડો. અશ્વગંધાના મૂળને ધોયા પછી એક કપ પાણીમાં 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દો. એક કપમાં ગાળી લો અને સ્વાદ પ્રમાણે મધ ઉમેરો.

 

૩. ગ્રીન ટી

archanaskitchen.com

ગ્રીન ટીમાં કેટેચીન્સનું પ્રમાણ વધુ હોય છે. કેટચીનએ કુદરતમાંથી મળતું એન્ટીઓક્સીડેન્ટ અને ફિનોલ છે. એન્ટિઓક્સિડન્ટ્સ માનવ શરીર દ્વારા પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તે વિવિધ મુક્ત રેડિકલનો સામનો કરવા માટે અપૂરતા છે. જે ઉધરસ, શરદી અને ફ્લૂનું કારણ બની શકે છે. પરિણામે, નિયમિત ધોરણે ગ્રીન ટી પીવાથી શરીરને રોગપ્રતિકારક શક્તિ - બુસ્ટિંગ એન્ટીઑકિસડન્ટોનો ખૂબ જ જરૂરી વધારો અથવા જુસ્સો મળે છે. ગ્રીન ટીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે વાયરસ અને જંતુઓ સામે શરીરના સંરક્ષણમાં મદદ કરે છે.

રીત: ૧ કપ પાણી ઉકાળો. ૧ ગ્રીન ટી-બેગ અથવા ૧ ચમચી ગ્રીન ટી પર ગરમ (ઉકળતુ નહીં) પાણી રેડવું. ૩-૪ મિનિટ ચા ની પત્તીઓને અથવા બેગને ગરમ પાણીમાં પલળવા દો. તે પછી, તેને એક કપમાં ગાળી લો. જો તમને મીઠી ચા જોઈતી હોય તો ૧ ચમચી મધ ઉમેરો.



૪. જાસૂદની સુકી પત્તીઓની ચા 

beminehf.fi

જાસૂદની સુકી પત્તીઓની ચા હિબિસ્કસ છોડના જીવંત ફૂલોમાંથી બનાવવામાં આવે છે. તે ગુલાબી-લાલ રંગ અને તેમાં તીખો, તાજગી આપનારો સ્વાદ છે. હિબિસ્કસ ચામાં એન્ટિવાયરલ ગુણધર્મો છે, અને તેને લાગતાં અભ્યાસો દર્શાવે છે કે, તેનો અર્ક એવિયન ફ્લૂ (પક્ષીઓ દ્વારા ફેલાતો ફ્લુ) થી થતા તણાવ સામે ખુબ રાહત આપે છે. અસંખ્ય અભ્યાસોમા ઉચ્ચ રક્ત લિપિડ સ્તરો પર હિબિસ્કસ ચાની અસરો બાબતે કામગીરી હાથ ધરવામાં આવી  છે. તેમાથી થોડાક અભ્યાસોમાં તેનું ફાયદાકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ એક મોટા સમીક્ષા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોહીના લિપિડ સ્તરો પર તેની કોઈ ખાસ અસર નથી થતી. પણ હા ..! હિબિસ્કસ ચા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને લાભ આપે છે. તે જરૂરથી દર્શાવવામાં આવ્યું છે.

પદ્ધતિ: ૨ કપ તાજા જાસુદના ફૂલો અથવા ૧૨  કપ સૂકા જાસુદના ફૂલો સાથે 8 કપ પાણીને ઉકાળો. ચાને પલળવા માટે ૧૫-૨૦ મિનિટ રહેવા દો. એક મોટા મિક્સિંગ બાઉલમાં, મધ અને લીંબુના રસને સારી રીતે ભળી જાય ત્યાં સુધી મિક્સ કરો. ચાને મગમાં ગાળી લો.



૫. અપરાજિતા ફુલની ચા (બ્લુ પી ટી)

healthline.com

બ્લુ પી ટી, જેને બટરફ્લાય પી ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે ઉપરાંત ત્વચા અને વાળના સ્વાસ્થ્યને પણ સુધારે છે. વર્ષોથી, વાદળી ફૂલનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર, ચિંતા અને બેચેની જેવી સમસ્યાઓની સારવાર માટે આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવે છે.

રીત: ૧ કપ પાણીને ઉકાળીને લાવવું.  એક ચાના વાસણમાં, ૧ ગ્રામ સૂકા વાદળી અપરાજિતાના ફૂલ અથવા ૧  ટી બેગ (ઉકળતુ નહીં) ઉપર ગરમ પાણી રેડવું. ૩-૫  મિનિટ પલાળ્યા પછી કપમાં ગાળી લો. પાચન અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે, ૧ ચમચી લીંબુનો રસ ઉમેરો.

 

૬. કેમોમાઈલ ફૂલની ચા

medicalnewstoday.com

સૂકા કેમોમાઈલ ફૂલોના ચામાં એન્ટીબેક્ટેરિયલ, બળતરા સામે રાહત આપનાર ગુણધર્મો છે. આ ગુણ માટે આ ફૂલ લાંબા સમયથી પ્રસીદ્દ્ધી પામેલા છે. એપિજેનિન, કેમોમાઈલ ફૂલોમાં જોવા મળતો ફ્લેવોનોઈડ, શરીરના તનાવ મુક્ત રહેવા અને આરામદાયક ઊંઘ માટે જવાબદાર છે. પ્રખર રોગપ્રતિકારક શક્તિ માટે, પૂરતી ઊંઘ મેળવવી મહત્વપૂર્ણ છે. આ ચાની શ્રેષ્ઠ કાર્યક્ષમતાનો લાભ ઉઠાવવા માટે, સૂતા પહેલા આ ચાનું સેવેન કરવું.

રીત: ૧ કપ પાણીને ઉકાળી લો. ૧  ગ્રામ સૂકા કેમોમાઈલ ફૂલો અથવા ૧ કેમોમાઈલ ટી બેગ, એક ચાના વાસણમાં મૂકો, તેને ગરમ (ઉકળતુ નહીં) પાણીમાં ૩ - ૪ મિનિટ પલળવા દો. કપ માં ગાળી અને ૧ નાની ચમચી મધ ઉમેરો.

 

૭ . કાળી મરીની ચા

ruchifoodline.com

મરીની ચા એ હળવી ફ્લેવર ધરાવતી, એવી ચા છે જેના મૂળ ભારતીય છે. તેને સાદા પાણીમાં મરીને ઉકાળીને અને પછી લીંબુનો રસ અને મધ ઉમેરીને બનાવવામાં આવે છે. અડું નો રસ ઉમેરવો તે વ્યક્તિગત પસંદગી પ્રમાણે નક્કી કરી શકાય છે, પરંતુ ખૂબ આગ્રહણીય છે. આ રેસીપી શરદી અને માથાના દુખાવા માટે કુદરતી ઉપચાર છે. આયુર્વેદ અને વૈકલ્પિક ચિકિત્સામાં, કાળા મરી અને મરીના અન્ય સ્વરૂપોનો ઉપયોગ મુક્ત રેડિકલ ઘટાડવા, રક્તનું પરિભ્રમણ વધારવા, સાંધાની જડતા ઘટાડવા, નાકના દબાણને સરળ બનાવવા, વજન ઘટાડવાને પ્રોત્સાહન આપવા અને શરીરમાં પાણીના પ્રમાણને સંતુલિત કરવા માટે કરવામાં આવે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવા અને સંધિવા પીડિતોમાં સાંધાના દુખાવાના લક્ષણોને દૂર કરવા માટે પણ ફાયદાકારક કહેવાય છે.

રીત: ૧ લીંબુનો રસ, ૧/૨ ચમચી હળદર પાવડર, ૧/૪  ચમચી મરી, ૧  ૧/૨ ચમચી મધ. કપમાં મરી અને હળદર મૂકો, અને ઉકાળતુ પાણી રેડો. લીંબુના રસ અને મધમાં હલાવો, અને અને થઈ ગયું.

Translated By- Venisha Pujara

Logged in user's profile picture