સ્વસ્થ અને ગ્લુટેન - મુક્ત ઓટ્સ પિઝા

10 minute
Read

Highlights હાઇલાઇટ્સડાયટ કરવું એ સારી બાબત છે. પણ તે દરમ્યાન સ્વાદિષ્ટ પક્વાનોનો તિરસ્કાર કરવો પડે છે. તેનું શું ? ચિંતા ના કરશો , હવે આપણી પાસે આપણા મનપસંદ ખોરાક પીઝ્ઝાનો એક પૌષ્ટિક વિકલ્પ ઉપલબ્ધ છે. આ ઓટ્સ પિઝા રેસીપી અજમાવી જુઓ અને તમારા ડાયેટિશિયનને પ્રભાવિત કરી દો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this Blog in English also, here)

શું તમારે ડાયટના પ્રતાપે મનગમતા પકવાનોની અવગણના કરવી પડે છે? અમે તમારી લાગણીઓ સમજી શકીએ છીએ. અવાર નવાર એવું થાય છે કે, મનપસંદ પકવાનો ની; શરીરના સવાથ્ય માટે અવગણના કરવા સંઘર્ષ કરવો પડે છે. અને જંક ફૂડથી દૂર રહેવા માટે સંઘર્ષથી વધુ સારી રીત કઈ છે. ખરું ને? તદ્દન ખોટું, કારણ કે મન પસંદ પકવાન ખાવાની ઈચ્છાજ છે જે ત પકવાનોના પૌષ્ટિક વિકલ્પો અજમાવી જોવા માટે પ્રોત્સાહક બળ તરીકે કામ કરે છે. 

અને માટે જ અમે તમારી માટે ઓટ્સ પિઝા અને હોમમેડ પિઝા સોસ એવી બે અનોખી ડાયટ ફ્રેન્ડલી વાનગીઓ લાવ્યા છીએ - ઓટ્સ પિઝા અને હોમમેડ પીઝા સોસ. 

સો વાત ની એક વાત, મન પસંદ ખોરાક તરફ મન લલચાય તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે પરંતુ તંદુરસ્ત અને સાથે જ સ્વાદિષ્ટ વાનગી તમારી મન પસંદ પકવાન ખાવાની તીવ્ર ઇચ્છાઓને પોષવાની એક અસરકારક રીત છે. તમારે માત્ર તંદુરસ્ત ખાદ્ય પદાર્થોનો સમૂહ લેવાનો છે અને તેમની સાથે નવી નવી આજમાઇશ કરવાની છે. અને તમારા મન પસંદ સ્વાદને પૌષ્ટિકતાનો સુમેળ સાધવાની અજમાઇશમાં મદદરૂપ થાય એવી એક વાનગી આજે તમારા માટે લઇ ને આવ્યા છીએ.

તો વધુ સમય ન લેતા, આવો આ સારળ વાનગી - ઓટ્સ પિઝ્ઝા - બનાવવાની રીત જોઈ લઈએ. 

અદભૂત  પિઝા સોસ રેસીપી અહીં જાણો!

પિઝા માટેની સામગ્રી

  •       ૧  વાટકી ઓટ્સ
  •       જરૂર મુજબ પાણી
  •       ઘરે બનાવેલ પિઝા સોસ
  •       કેપ્સીકમના ટુકડા
  •       ડુંગળી - ઝીણી સમારેલી
  •       મશરૂમના ટુકડા
  •       મીઠી મકાઈ
  •       ડાયેટ ચીઝ કાતરી (અથવા છીણેલું ચીઝ)
  •       જરૂર મુજબ મીઠું
  •       ચિલી ફ્લેક્સ (મરચાંની ભુક્કી) અને પિઝા સીઝનીંગ.

પિઝા માટેની રીત

મિક્સરના પીસવા માટેના જારમાં ૧ વાટકી ઓટ્સને લઇ તેને બારીક પીસી નાંખો. જો લોટ ખૂબ ઝીણો ન હોય તો ચિંતા કરશો નહીં.  તમે કર્કારો લોટ પણ લઇ શકો છો. 

  • તૈયાર કરેલ ઓટ્સના લોટમાં ચપટી મીઠું ઉમેરો અને ત્યારબાદ ધીમે ધીમે લોટમાં પાણી ઉમેરો અને વ્હીસ્કરનો ઉપયોગ કરીને લોટને વહેતી પેસ્ટમાં હલાવો. પછી એને 15 મિનિટ સુધી બાજુ પર રહેવા દો. 
  • બીજી બાજુ, પીઝ્ઝાની સજાવટ માટે શાકભાજી કાપી ને તૈયાર રાખો.  અહીં અમે કેપ્સીકમના, ડુંગળી,મશરૂમ અને બાફેલી પીળી મકાઈના દાણાનો ઉપયોગ કરી રહ્યાં છે.  તમે તમારી મન પસંદ ટૉપિંગ્સ લઇ શકો છો. 

  • લગભગ 15 મિનિટ પછી ઓટ્સના મિશ્રણને તપાસો. તે સુકાઈ ગયું હશે કારણ કે ઓટ્સ પાણી શોષી લે છે. તેથી વધુ પાણી ઉમેરો અને તેને ફરીથી એક સરળ પેસ્ટ બનાવો.
  •  હવે પિઝા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો કારણ કે તે આ રેસીપી માટે શ્રેષ્ઠ કામ કરશે.

  •  ધીમી આંચ પર કૂકિંગ પેન મૂકો, તળિયે થોડું તેલ ફેલાવો, અને પીઝાના બેઝ તરીકે ઓટ્સની પેસ્ટ નો ઉપયોગ કરો. હવે આ તે સમયે છે જ્યાં પેસ્ટનું જરુરીયાત પ્રમાણે ઘટ્ટ હોવું મહત્વપૂર્ણ છે કારણ કે તમારે પિઝા બેઝ ૧/૨ સેન્ટિમીટર જેવો જાડો હોવો જોઈએ.
  • મિશ્રણને પેનમાં સરસ રીતે ફેલાવો અને ઢાંકણ ઢાંકી દો. તમે જોશો કે પાથરેલાં ઓટ્સના મિશ્રણની નીચેનો ભાગ રાંધશે એટલે ઉપરની બાજુનો રંગ બદલાશે.

  • ઉપરની બાજુએ જરાક ચમચો અડાડી અને તપાસો કે મિશ્રણ તેને ચોંટે છે કે નહીં. જો નહિં, તો તેને પલ્ટાવવાનો સમય આવી ગયો છે. 
  •  પ્રકીયાના આગમી ભાગને મુશ્કેલ ગણી શકાય છે કારણ કે, પલટાવતી ઘડીએ, બેઝ તૂટી જવાની સંભાવના છે. તેથી, તમે ટોચ પર એક મોટી પ્લેટ મૂકો અને એક જ શોટમાં પેનને પલટાવી બેઝને તૂટવાથી બચાવી શકો છો.

  •  તમે પ્લેટ પર રાંધેલી બાજુ ઉપરની તરફ રાખી, પિઝ્ઝા સોસ તેની સપાટી પર ફેલાવો, તમારા ટોપિંગ્સ ઉમેરો, થોડી પીઝા સીઝનીંગ અને ચિલી ફ્લેક્સ, અને થોડું મીઠું પણ ભભરાવો. હવે, ચીઝના ટુકડા ઉમેરો.

  •  બીજો મુશ્કેલ ભાગ એ છે; પિઝાને પેન પર પાછો સ્થાનાંતરિત કરવાનો. તેને તમારા હાથમાંથી ઉપાડવાની ભૂલ કરવી નહીં. કારણ કે, આમ કરવા જતાં બેઝ ચોક્કસ તૂટી જશે. તેના બદલે, સ્પેટુલાનો ઉપયોગ કરો અને સ્પેટુલાને બેઝની નીચે મૂકીને ધીમેધીમે પિઝાને પેનમાં સ્થાનાંતરિત કરો.

  •   હું આશા રાખું છું કે તમે તે સફળતાપૂર્વક કરશો. હવે, ઢાંકણ ઢાંકી દો અને લગભગ 10 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
  •   ઢાંકણ ઉતારો અને તમને પેનમાં સ્વાદિષ્ટ પિઝાનો બેઝ તૈયાર જોવા મળશે.
  •   પિઝાને પેનમાંથી સર્વિંગ ટ્રેમાં સ્થાનાંતરિત કરવું સરળ હશે કારણ કે તેથી જ અમે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કર્યો છે.

  • તમારા પિઝાને સ્લાઇસેસમાં કાપો, ટોચ પર થોડો મસાલા છંટકો અને લો !!! તમારો પૌષ્ટિક અને સુપર-રિચ હોમમેઇડ ઓટ્સ પિઝા ખાવા માટે તૈયાર છે.

 

રેસીપી માટે ટિપ્સ

  •  તમે વિચારી રહ્યા હશો કે આ રેસીપીનું અંતિમ પરિણામ સામાન્ય પિઝા બેઝની જેમ છિદ્રો વગરનો સુવાળો બેઝ મળશે. પણ, તે મેળવવા માટે, અમારે કેટલાક બેકિંગ અથવા યીસ્ટ ઘટકો ઉમેરવાની જરૂર પડશે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી હોતા નથી. જો કે, તમે ઇચ્છો તો તમે તેમાં લગભગ ૧/૨ ચમચી ખાવાનો સોડા ઉમેરી શકો છો અને પીઝા બનાવવા માટે તરત જ તેનો ઉપયોગ કરી શકો છો.
  •  અહીં આપણે માત્ર મીઠાના સ્વાદ સાથે એક સરળ બેઝનો ઉપયોગ કર્યો છે. જો તમે ઇચ્છો તો, તમે બેઝમાં અન્ય ઘટકો પણ ઉમેરી શકો છો જેમ કે લસણ, ચિલી ફ્લેક્સ અથવા અન્ય મસાલા.
  •  બેઝને પલટતી વખતે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તેથી, ખાતરી કરો કે તમે તે ધીરજ સાથે કરો નહીં તો તે ટૂંક સમયમાં તૂટી જશે.

શા માટે ઓટ્સ

તમે વિચારતા હશો કે આપણે ઓટ્સનો ઉપયોગ કેમ કરીએ છીએ? જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વ્યક્તિ અથવા સ્વાસ્થ્ય નિષ્ણાત છો, તો તમે આ પ્રશ્નનો જવાબ પહેલેથી જ જાણો છો. જે લોકો આ સ્વસ્થ જીવનશૈલી તરફની સફરમાં નવા છે, તેમના માટે આ પ્રશ્નનો જવાબ મેળવવો જરૂરી છે. તેથી, નીચે અમે એવ કારણો દર્શાવ્યાં છે જેન લીધે ઓટ્સને સુપર ફૂડ શા માટે માનવામાં આવે છે.

અત્યંત પૌષ્ટિક

ઓટ્સ એ માત્ર કોઈ અનાજ નથી, પરંતુ તે વિટામિન્સ, ખનિજો અને ઉત્તમ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ નિઃશંકપણે સૌથી વધુ પોષણયુક્ત ખોરાક છે, જે તમે ખાઈ શકો છો. આ પિઝા રેસીપીમાં, અમે ૧ વાટકી અથવા લગભગ ૧ કપ ઓટ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેનો અર્થ છે કે તેમાં:

  •       ૧૯૦% (RDI) મેંગેનીઝ,
  •       લગભગ ૪૦% (RDI) ફોસ્ફરસ, વિટામિન્સ અને મેગ્નેશિયમ,
  •       ૨૪% (RDI) તાંબુ, આયર્ન, અને જસત,
  •       લગભગ ૧૨% ફોલેટ

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે

ઓટ્સમાં  ફાઇબર સામગ્રી ખાસી માત્રામાં હોય છે. જ્યારે પણ તમે ઓટ્સને પાણી અથવા દૂધમાં રાંધો છો અથવા પલાળો છો, ત્યારે તમે તે જેલ જેવો પદાર્થ જોશો તેમાં જ ફાઇબર હોય છે. આ એવી વસ્તુ છે , જે તમારા પાચનને સરળ બનાવવા અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ઓટ્સને જાદુઈ ખોરાક બનાવે છે. તેથી, પાચન સંબંધિત મુશકેલીઓનો સામનો કરવા કોઈપણ વ્યક્તિએ ઓટ્સની પસંદગી કરવી જોઈએ.

બ્લડ શુગર લેવલને બેલેન્સ કરે છે

ઘણા લોકો આ જાણતા નથી પરંતુ ભારતમાં લગભગ ૭૨% પુખ્ત વયના લોકો ડાયાબિટીસ સામે લડી રહ્યા છે. આ રોગના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમે તમારા રોજિંદા આહારમાં યોગ્ય ખોરાક મેળવો તો તેને નિયંત્રિત કરી શકાય છે. તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાની તેમની શક્તિને કારણે સંતુલિત ડાયેટ ફૂડની યાદીમાં ઓટ્સનુ પણ સ્થાન હોવું જોઈએ.

પેટને જલ્દી ભરે છે

‘એનો અર્થ શું છે?’ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઓટ્સ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખવા માટે ઉત્તમ વિકલ્પ છે. જેનો સીધો અર્થ એ થાય છે કે તમારા આહારમાં ઓટ્સ અને તેના જેવા ખાદ્યપદાર્થોનો સમવેશ કરવાથી તમે ગણતરી કરી શકો કે તમે દિવસ ભરમાં  કેટલી વધારાની કેલરી લેવાથી બચી શકો છો. આ જ કારણ છે કે, અમે આ રેસીપીમાં ઓટ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. કારણ કે, ઓટ્સના સેવન થી તમારા આહારના પ્રમાણ અને અંતરાલમાં ફરક ખાસો પડે છે.

શું તમે જુઓ છો કે ઓટ્સ તમારા માટે કેટલા સારા છે? કોઈ શંકા નથી કે આ રેસીપી તમારા વજન-ઘટાડા અથવા રોગ-મુક્ત રહેવા માટેના આહારની યાદીમાં ઉમેરવા માટે અદ્ભુત છે.

નિષ્કર્ષ

જેમ કે ફર્ન અને પેટલ તમને યાદ કરાવે છે, ‘તમારી કેલરી કાપો, તમારી લાલચને મારી ના નાખો.’ તેમનો અર્થ આ છે. હવે તમારા ડાયેટ ને ચીટ ના કરવાના ઉદ્દેશ્ય થી કોઈ પણ મોઢામાં પાણી લાવે તેવા ખોરાકને ના કહેવાની જરૂર નથી. આ ઓટ્સ પિઝા ફક્ત તમારા માટે સ્વાદનો આનંદ માણવા માટે જ નથી, પરંતુ તે તમારા ખોરાકમાં જરૂરી તમામ પોષક તત્વો પણ ધરાવે છે.

તો, અજમાવી જુઓ હેલ્ધી, ગ્લુટેન ફ્રી પિઝા રેસીપી અને અમને જણાવો કે તમને તે કેવી લાગી.

 

Translated By - Venisha Pujara

Logged in user's profile picture