ઘરે સ્વાદિષ્ટ પિઝા સૉસ બનાવવાની અત્યંત સરળ રીત

4 minute
Read

Highlights

શું તમે દુકાનમાંથી ખરીદેલી અડધી પિઝા સોસ ફેંકી દો છો? શું તેનો સ્વાદ તમને કેચઅપ જેવો જ લાગે છે? જો તમે એ છો કે જેઓ વાસ્તવિક હોમમેઇડ સરળ પિઝા સોસ રેસીપી શોધી રહ્યાં છો, તો આગળ વાંચો!

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this recipe in English here)

શું તમને લાગે છે કે, પીઝાનો સ્વાદિષ્ટ બજાર જેવો સૉસ ઘરે બનાવવો એ મિથ્યા માથાકૂટ કરવાનું કામ છે ? ખરું કહીએ તો આ તદ્દન ખોટો મત છે. સ્વાદથી ભરપુર એવો, પિઝા સૉસ બનાવવાની એકદમ સેહલી રીત પણ છે. જે તમારાં હૉમમૅડ પિઝાની શાન અનેકગણી વધારી દેશે.

સૉસ બનાવવા માટેની સામગ્રી

•       ૪ મધ્યમ કદના ટામેટાં
•       ૧૮-૨૦ લસણની કળી
•       ૧ બારીક સમારેલી ડુંગળી
•       ૨ ચમચી તેલ
•       મરચાંના ટુકડા
•       સુકા ઓરેગાનો (અથવા ઇટાલિયન સીઝનીંગ)
•       સૂકી તુલસી
•       ૨ ચમચી ટોમેટો કેચપ
•       ૧ ચમચી લાલ મરચું પાવડર / પૅપ્રિકા પાવડર
•       સ્વાદ પ્રમાણે મીઠું
•       પાણી (જરૂર મુજબ)

સૉસ બનાવવાની રીત

• ચાલો, શરૂઆત કરીએ તૈયારી કરવાથી. સૌ પ્રથમ લસણ, તેની કળીઓને ફક્ત છોલીને રાખો કારણ કે કળી સ્વરૂપમાં જ તેમને વાનગીમાં નાખવાની છે. જ્યારે કાંદાના બારીક ટુકડા કરવાના રહશે તમે સ્લાઇસ પણ કરી શકો છો. આ ઉપરાંત, તમે ટામેટાને તમને ગમે તે રીતે કાપી શકો છો.
• હવે, એક પેનમાં લગભગ ૨-૩ ચમચી રિફાઈન્ડ તેલ ઉમેરો. અહીં અમે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી રહ્યાં છીએ. પરંતુ તમે સૂરજ મુખી, સોયા અથવા હળવા સ્વાદ ધરાવતા કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો.

Saute onion and gralic

• તેલ ગરમ થવાનું શરુ થાય કે, લસણની  કળીઓ અને બારીક સમારેલા કાંદા તેમાં ઉમેરો.
• લગભગ ૨ મિનિટ સુધી અથવા ડુંગળી પારદર્શક રંગ બને ત્યાં સુધી સાંતળો.

Add chilly flakes in onion garlic saute

• હવે, લગભગ ૧ ચમચી સૂકી તુલસી, ૧ ચમચી ડ્રાય ઓરેગાનો અને ૧  ચમચી મરચાની ભુક્કી  ઉમેરો. તેમને સારી રીતે મિક્સ કરો અને લગભગ ૧ મિનિટ માટે સંતાળો, જેથી તેલમાં બધીજ સામગ્રીની ફ્લેવર ઉતરી જાય.

Add tomato in onion, garlic and chilly flakes saute

• લગભગ એક મિનિટ પછી કડાઈમાં સમારેલા ટામેટાં ઉમેરો અને તેને મિક્સ કરો. ચમક મેળવવા માટે ટામેટાના દરેક ટુકડાને તેલથી કોટ કરો.
•  તરત જ, જરૂર મુજબ મીઠું ઉમેરો, અહીં અમે એક ચીમટી લાલ મરચું પાવડર સાથે લગભગ 1 ચમચી મીઠું ઉમેરી રહ્યાં છીએ.
•  બધીજ સામગ્રી બરાબર મિક્સ કરો અને તેને ઢાંકી દો. મધ્યમ તાપ પર લગભગ ૫  મિનિટ સુધી પકાવો અને વચ્ચે મિક્સ કરો જેથી તે તળિયે ચોંટી ન જાય.

Add salt and spices to pizza sauce saute

•  ભેલાવતી વખતે જો તમને લાગે કે મિશ્રણ ખૂબ સૂકું થઈ ગયું છે, તો અંદાજે થોડીક ચમચી પાણી ઉમેરો અને ઢાંકી દો.
•  લગભગ 5 મિનિટ પછી, ઢાંકણને ઉતારો અને જો તમે ઇચ્છો તો, તમે ટામેટાંની ત્વચાને બહાર કાઢી શકો છો. અહીં અમે વિકલ્પોમાંથી કઈ પસબ્દગી કરવી તે તમારી ઈચ્છા ઉપર છોડી રહ્યાં છીએ.

Pizza sauce when halfway done

• જો તમે પીલીંગ સ્ટેપ છોડવા માંગતા હો, તો ટામેટાં એકદમ પોચા ન થાય ત્યાં સુધી તેને રાંધવાનું ચાલુ રાખી શકો છો. હવે, તમારા સ્પેટુલાનો ઉપયોગ કરો અને ટામેટાં દબાવો. લગભગ 10 મિનિટ વધુ રાંધો.
•  હવે, જો તમને લાગે કે પાણી વધારે છે, તો તમે ઢાંકણને ઉતારી શકો છો અને સોસને  2-3 મિનિટ માટે તીવ્ર્ર આંચ પર રાંધી શકો છો.
• એકવાર તમે એક સરસ ચટણી જેવી બનાવટ મેળવી લો ત્યારે, તમારું ટોમેટો કેચઅપ ઉમેરો અને લગભગ ૧ વધુ મિનિટ માટે રાંધો.

Add little ketchup to pizza sauce while cooking

• ગેસ બંધ કરો અને સોસને ઠંડું પાડવા દો કારણ કે, અમે તેને વધુ સ્મૂધ ટેક્સચર માટે ગ્રાઇન્ડ કરીશું.
•  જો તમે ઇચ્છો તો, તમે સોસની ઝીણી પેસ્ટ બનાવી શકો છો પરંતુ અહીં અમે તેને અદ્કચરુ પીસીએ છીએ, કારણ કે, અમને તેમાં લસણ અને ડુંગળીના ટુકડા ગમે છે.

Homemade pizza sauce in a bowl

તો તૈયાર છે, તમારો સ્વાદિષ્ટ હોમમેઇડ પિઝા સોસ. બીજી એક વાત, તમે આ સોસનો ઉપયોગ અન્ય વાનગીઓ તેમજ લાલ સોસવાળા પાસ્તા, સેન્ડવીચ સ્પ્રેડ, સલાડ ટોપિંગ અથવા નાસ્તા સાથે સાઈડ સોસ માટે પણ કરી શકો છો.

Translated by Venisha Pujara

Logged in user's profile picture

પિઝા સોસ માટે જરૂરી સામગ્રી શું છે?

૪ મધ્યમ કદના ટામેટાં

૧૮-૨૦ લસણની કળી

૧ બારીક સમારેલી ડુંગળી

૨ ચમચી તેલ

મરચાંના ટુકડા

સુકા ઓરેગાનો (અથવા ઇટાલિયન સીઝનીંગ)

સૂકી તુલસી

૨ ચમચી ટોમેટો કેચપ

૧ ચમચી લાલ મરચું પાવડર / પૅપ્રિકા પાવડર

વાદ પ્રમાણે મીઠું

પાણી (જરૂર મુજબ)