નવી બનેલી માતાઓ માટે રોજ્બરોજની મુશ્કેલીઓનો સામનો કરવા માટેની અસરકારક વ્યૂહરચનાઓ

12 minute
Read



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this blog in English here)

એક નવ જાત બાળકના આગમનથી એક મા ના જીવનમાં થતા અગત્યના ફેરફારો સાથેના જીવનની કલ્પના કરવી ઘણી અઘરી છે.  નવજાત બાળક જ્યાં એક તરફ નવી પ્રવૃત્તિઓ અને નવા ઉત્સાહનું કારણ બની રહે છે; ત્યાં બીજી તરફ તે જ બાળકને લીધે તણાવ અને થાકનો અનુભવ થવો પણ શક્ય છે.  જો બાળક રડ -રડ કરે કે, તેને વહેલી ઊંઘ ના આવતી હોય તો; નવા બનેલાં માતા - પિતા માટે પિતૃત્વની શરૂઆત વધુ અઘરી બની જાય છે. જયારે પરિવાર જનો કે મિત્રો બાળકના સત્તત રડતા રહેવાં કે, બાળકને કારણે તમારાં ભાગે આવતાં ઉજાગરા, કે દિવસમાં દસ વખત બાળોતિયાં બદલવાને લઇ ને પ્રશ્ન કરે ત્યારે માતા - પિતા  મોટા ભાગે હળવું સ્મિત આપી વાતને એળે મૂકી દેતાં હોય છે. પણ, ઉપર મુજબની પરિસ્થિતિમાં હતાશા, થાક અને કંટાળાનો અનુભવ થવો સ્વાભાવિક છે.  તમારાં બાળક સાથે કાલુ-કલુ બોલી અને હેત વર્ષાવાવથી જે આનંદનો જીવનમાં ભરાઈ જાયે છે. પણ,નવજાત શીશુની કાળજી લેવામાં નડતી અગવડો; ઉત્સાહના એ રંગમાં ભંગ સમાન બની રહે છે.  જ્યાં સુધી તમે આ પરિસ્થિતિમાં ન મુકાઓ ત્યાં સુધી આ પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિની મન: સ્થિતિને સંપૂર્ણપણે સમજી શકશો નહી

તમે તમારા આખા ઘરને સાફ કરવા જેવી શારીરિક રીતે અતિશય સ્ફૂર્તિ માંગી લેતી પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોઈ શકો છો, પરંતુ નવજાત શિશુની સંભાળ રાખવાની  સાથે જીવનની બધીજ અન્ય પર્વૃત્તીઓ પણ કરતાં રહેવાની સ્થિતિમાં મુકાઓ ત્યારે તમને જીવનના નિત્ય ક્રમની ગાડી પાટા પરથી ઉતરી રહી હોય તેવી  લાગણી થઈ શકે છે. તમે માતૃત્વનો અનુભવ પહેલી વાર કરી રહ્યાં હોવ કે પૂર્વે માતૃત્વનો અનુભવ કર્યો હોય; નીચે જણાવેલ સૂચનો તમને શિશુની કાળજી લેવામાં પડતી અગવડો અને તેના કારણે થતા તણાવથી રાહત મેળવવામાં મદદરૂપ થશે:

 

દરેક વસ્તુ ને પરફેક્ટ (દોષરહિત) બનાવવાની ચેષ્ટા થી સ્વયંને મુક્ત કરો

થોડાક વાસણો ચૌકડી અને કબાટમાં ભલે અસ્તવ્યસ્ત પડ્યાં રહે, ધોયેલાં કપડાં ડોલમાં રાખ્યાં હતા એમના- એમ રહી જાયે તો કોઈ વાંધો નથી, બાળોતિયું બદલવા જાઓ ત્યારે સાથે સાથે જ, એ પુરા ઓરડાની પણ અનુકુળતા પ્રમાણે થોડી સાફ - સફાઈ કરી લો.  હમેશા દરેક કામ દોષરહિત જ થાય તવો પ્રયત્ન ન કરવો તે  આ સમય ગાળા માટે  એક નિર્ણય બની રહે છે જે, માતાના હિતમાં છે; કારણકે, માતૃત્વ પોતે જ નવા કામોના ઢગલા પોતાની સાથે લઇ આવતું હોય છે.

 

શારીરિક પર્વૃત્તિઓ કરવાને મહત્વ આપો

 

તમને સાંભળીને થોડું વિચિત્ર કે વિરોધાભાસી લાગશે પણ, થાકનો અનુભવ થાય ત્યારે કસરત કરવાથી ખરેખર તમે તાજાગી અને સ્ફૂર્તિનો અનુભવ કરી શકો છો. સૂર્યપ્રકાશમાં બહાર નીકળવું એ અખા દીવસના થાક ને જુસ્સામાં બદલી શકે છે. રાત્રે ઊંઘતાં પહેલા શિશુએ પણ થોડું થાકવું જરૂરી હોય છે, જેથી કરીને તેને સરળતાથી ઊંઘ આવી જાય. જેના માટે તમે તેને ચાલવા માટે કે બગીચામાં લઈ જઇ શકો છો અથવા તેને સૂતાં પહેલાં હળવી કસરત કરાવી શકો છો. 

 

નહાઈ, વ્યવસ્થિત તૈયાર થઇ ઘરની બહાર નીકળવાની ટેવ પાડો

હુંફાળા પાણીથી સ્નાન કરવાથી જકડાયેલ સ્નાયુઓ તણા વથી મુક્ત થાય છે, તે શરીરને માટે રોગનિવારક છે અને સ્વાસથ માટે હિતકારી છે. રોજ કપડા બદલવા, સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પસંદ કરવું જરૂરી છે. પછી એ તમારા ઘરના જ કેમ ન હોય?! કારણ કે, શરીર ચોખ્ખું રાખીએ અને રોજ ધોયેલાં - ચોખ્ખાં કપડા પહેરતા રહીએ તો કુદરતી રીતે જ અળસ અને વિલંબ કરવાનું વલણ ઓછું થઇ જાય છે અને વ્યક્તિ ને ઘરની બહાર જવાથી કતરાય નહી. એક શિશુનો જન્મ અને પછી તેની દેખરેખ આ બે; એક પછી એક થતી એવી પ્રક્રિઅઓ છે જે સામાન્ય રીતે તમારી દિનચર્યાને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરતી હોય છે.  જ ઘરની બહાર જવાથી, તાજી હવામાં શ્વાસ લેવાથી તમારા જીવનની ગાડી ને ફરી થી પાટા પર લાવવામાં મદદ મળે છે. પછી ભલે તે પાસેના બગીચા કે તમારા વિસ્તારમાં આંટો મારવા નીકળવાનું હોય કે  કોફી માટે કાફે સુધી જવાનું હોય. જો તમે આ વસ્તુઓ કરશો તો તમે વધુ હળવા અને તણાવમુક્ત મહેસૂસ કરશો.

 

પૌષ્ટિક આહાર લો

પૌષ્ટિક આહાર લેવો એ અગવડો દ્વારા નીપજતા તણાવને ટાળવાનો એક અસરદાર ઉપાય બની શકે છે.  પૌષ્ટિક આહાર લેવાથી આપોઆપ જ શરીર સડગલે ને પગલે સ્વસ્થ થતું જાયે છે, તે તમને શિશુના જન્મ સમયે વપરાયેલ શારીરિક શક્તિને પુનઃપ્રાપ્ત કરવામાં અને ઊર્જાનું સતત સ્તર જાળવવામાં મદદ કરશે. પકવાનો થી ભરપૂર ભાણું તૈયાર કરવા માટે જયારે તમારી પાસે ઊર્જા ન હોય, ત્યારે સાદા નાસ્તા અને સાદું ભોજન બનવવાનું  પસંદ કરો. ઓછી માત્રામાં ગ્લાયસેમી ધરાવતાં પદાર્થ જેમ કે,  સાબૂત અનાજ, ફાળો અને શાકભાજીઓ શરીર ને થોડા વિલંબ બાદ ઊર્જા પ્રદાન કરે છે. ભરપૂર માત્રમાં પ્રોટીન ધરાવતાં ખાદ્ય પદાર્થો દા.ત: માંસ, માછલી, વટાણા, ઈંડા,ચીઝ, બી અને બદામ, અખરોટ અને વિવિધ પ્રકરના બિયાંનો પણ, સમાવેશ રોજના આહારમાં થવો જોઈએ. તમે સ્તનપાન કરાવતા હોવ અથવા કોઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી રહ્યાં હોવ, માતૃત્વના ભાગ તરીકે આવતા તણાવને પહોંચી વળવા માટે આ મહત્વપૂર્ણ છે.

 

તમારી પડખે ઉભા રહેનાર અને તમને સહકાર આપનારા વ્યક્તિઓનું જૂથ હોવું જરૂરી છે. 



એ તમારી સખીઓ હોઈ શકે છે. કે પછી તમારા જેવી જ નવી બનેલી માતાઓ હોઈ શકે છે અથવા કોઈ અનુભવી વૃદ્ધ સ્ત્રી જે તમને શિશુની કાળજી બાબતે મૂલ્યવાન સલાહ સૂચનો આપી શકે અથવા તો કોઈ નિષ્ણાંત કે તેમનો સમૂહ. સો વાત ની એક વાત એ છે કે, માતૃત્વના દરેક વળાંક પર કોઈ એવું તમારી પાસે જરૂરથી હોવું જોઈએ જે તમને મદદરૂપ થાય. જેમની સાથે તમે તમારી દરેક મુંઝવણ વિષે સંકોચ વિના ચર્ચા કરી શકો; જેઓ તમને સારા અને સમાધાન ભણી લઈ જતા સલાહ-સૂચનો આપે. 

 

રાતનાં સમયે શિશુની કાળજી રાખવાના વારા બાંધી દો



જો તમારું સાથીદાર ઘરે ઉપસ્થિત હોય તો, રાતનાં સમયે શિશુની કાળજી રાખવાના વારા બાંધી દો. પ્રયાસ એ રાખવો કે તમારે દરરોજ રાતે જાગવાના બદલે એક રાત છોડી એક રાતે જ કાળજી રાખવાનું તમારા ભાગે આવે. જેથી કરીને તમે તણાવમાં થોડી હળવાશ અનુભવી શકો. અથવા, આખી રાતને વારાઓમાં વહેંચી નાખવી, ઉદાહરણ તરીકે, તમારામાંથી એક શિશુને ખોરાક આપવા માટે ૨:૦૦ વાગ્યે જાગે છે અને બીજું વ્યક્તિ ૪:૩૦ વાગ્યે ખોરાક આપવા માટે. આ યુક્તિ તમને બંનેને હંમેશા ઉંઘથી વંચિત રહેવા અને વ્યગ્ર થવાથી બચાવશે. આ ગોઠવણના પરિણામે તમારામાંથી એકને હંમેશા રાતની ઊંઘ યોગ્ય પ્રમાણમાં મળી રહેશે.

 

એક ઊંડો શ્વાસ લો અને આરામ કરો



જો તમને થોડીક વેળા સાઠું કયાંક એકલા જવાનું મન થાય તો તે, તદ્દન સામાન્ય અને સારી બાબત છે. તમે પોતાની સાથે સમય વિતાવવાનું પગલું લઈ, માતા તરીકે કોઈ ગુનો નથી કરી રહ્યા. ફક્ત બાળકને કોઈ ભરોસાની વ્યક્તિ ને સોંપો; જે તમારાં બાળકને બરાબર સંભાળે. અને બસ…! નીકળી જાઓ પોતાની સાથે એક સફર પર, વધુ ની તો ફક્ત એક વાર; પોતાના માટે કાંઇક કરો. પેટના ઊંડા શ્વાસ, ધીમે ધીમે શરીરને તણાવથી મુક્ત કરવાની રીતો નો અભ્યાસ, ધ્યાન અને પ્રાર્થના એવી કેટલીક વસ્તુઓમાંથી છે જેના પ્રયોગ થી તમે તણાવ મુક્ત હોવાનો અનુભવ કરી શકો છો, જે વ્યક્તિને તેના જીવનનો પરિપ્રેક્ષ્ય સ્પષ્ટ કરવામાં મદદ કરે છે; જેથી તમે તમારી રાહમાં આવતી અગવડોનું સમાધાન વધુ સરળતાથી કાઢવા માટે સક્ષમ બની જશો. 

 

સમાજમાં સક્રિય રહો  



ભલે તમને દિવસ દરમ્યાન, મોટાભાગે થાકેલા અને ઊંઘમાં હોવાનનો અનુભવ થતો હોય; પણ પરિવાર, મિત્રો અને અન્ય પુખ્ત વયના લોકો સાથે વાત કરવી તમારા જ ફાયદાકારક બની શકે છે. નવા મિત્રો બનાવો, તેમના અને પરિવાર સાથે સંપર્કમાં રહો. નવજાત શિશુ સાથેના જીવનને સમાયોજિત કરતી વખતે વિડિઓ ચેટ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. કોવિડ-19 રોગચાળા દરમિયાન જ્યારે સામાજિક અંતર નવા બનેલા માતાપિતાને આ અગવાસ બાહરી પરીસ્થિતિમાં એકલાં હોવાનો એહેસાસ થઇ રહ્યો હતો; ત્યારે આ બાબત ઘણી પાયાની બની રહી હતી. 

 

પોતાની જાતમાં દેખાતા તણાવના સંકેતોને કેવી રીતે ઓળખવા તે જાણો

જયારે તમે શિશુની સંભાળ રાખવાની ફરજ થી દ્વારા અભિભૂત થવા લાગો ત્યારે, જયારે અન્ય સ્ત્રીઓ પોતાના માતૃત્વના શૌરાતના દિવસો યાદ કરે, અને તે સમયને  "તેમના જીવનનો સૌથી સુંદર અને અવિસ્મરણીય સમય" કહી ને ઓળખાવે ત્યારે તમને એવું લાગી શકે છે કે, તમારો એનું ભાવ તેમનાથી તદ્દન જુદો અને નકારાત્મક બાજુએ નામતો જણાવા લાગે છે. જયારે તમે તણાવ અનુભવી રહ્યા હોવ ત્યારે તમારા શરીરમાં રક્તનું દબાણ વધતું જાય છે, ધબકારાં વધવા લાગે છે, છાતીમાં દુખાવો અને ઘણા વ્યક્તિઓને ચક્કર પણ આવતા હોય છે.  જ્યારે તમે આ ભૌતિક સૂચનો અથવા તમારા મૂડમાં ફેરફારનું અવલોકન કરો છો, ત્યારે યાદ રાખો કે તમારું શરીર તમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

જે પણ થઇ રહ્યું છે તેમાં તમારી ભૂલ નથી, ચિંતા ના કરો.  વાત ફક્ત એટલી જ છે કે જેઓ તામ્રબિજેવી જ અગવડો ભોગવી રહ્યા છે તેઓ તેના વિષે પોતાને પડતી તકલીફો વિષે પેટ છુટ્ટી વાત કરતા નથી.  જો તમે વાલીપણાનાં બોજથી અભિભૂત થઇ ગયાં હોવ અને તમારા રોજિંદા જીવનમાં વધુ તણાવ અને આનંદ ઓછો અનુભવતા હોવ તો નિષ્ણાતની સારવાર લો.

 

વધારે સ્ફૂર્તિ અને શક્તિ માંગીલે એવા કામોને મુલતવી રાખવાનો પ્રયાસ  કરો. 

શિશુના જન્મ બાદ તમારી નિજી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રાખવી ખુબ જ જરૂરી છે, કારણ કે, ઘણી વાર શિશુની દેખરેખ ધાર્યા કરતાં વધુ સમય માંગી લેતી હોય છે; જે તમારા નક્કી અક્રેક જીવન ના માર્ગ અને પ્રોજેક્ટમાં ખલેલ પહોચાડી શકે છે.  સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો મુશ્કેલ બની શકે છે, અને એક નવી માતા તરીકે, તમારા બાળકના જન્મ પછી તમારી પોતાની નોકરી અથવા ફિટનેસનું ધ્યાન રાખવા માટે સમય ન મળે તેના કારણે જીવનમાં કોઈ અજાણી કેડી માં ખોવાઈ ગયેલા હોવ એવું અનુભવી શકો છો. નવી જીવન શૈલી નવી રીત અને અને નવી દિન ચર્યા સાથે અનુકુળ થતાં તમને નક્કી સમય લાગશે જ, અને તમારે અને તમારા જીવનસાથીએ તેને સમય જતાં તેને સ્વીકારવી જોઈએ.

 

નવી બનેલી માતાના સંઘર્ષ અને તેની સાથે આવતા તણાવ માટે કંઈપણ તમને સંપૂર્ણપણે તૈયાર કરી શકતું નથી.  જો તમારા મિત્રો મોડી રાતના ઉજાગરા, શિશુના રુદન અને ૨૪ કલાક કરવી પડતી દેખરેખ ને સમજાવવાનો પ્રયાસ કરે તો પણ, જ્યાં સુધી તમે તેને જાતે અનુભવો નહીં ત્યાં સુધી તમે એ સ્થિતિને સંપૂર્ણપણે સમજી શકશો નહીં.  નવી માતા તરીકે અભિભૂત થવું સ્વાભાવિક છે.  તેથી જ સ્વ-સંભાળને પ્રાધાન્ય આપવું અને દરેક વસ્તુઓને હળવાશથી લેવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

Translated by- Venisha Pujara

Logged in user's profile picture