શું તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં છો? તો જાણો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિષે તમામ બાબતો

12 minute
Read



Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this blog in English here)

તમે “બેબી બ્લુસ” આ શબ્દથી જાણકાર હશો. આ શબ્દ બાળકને જન્મ આપ્યા બાદ થતી માતાની મનસ્થિતિનું  વર્ણન કરે છે. બાળકના જન્મના એકાદ-બે અઠવાડિયા સુધી ૮૦% થી વધુ માતાઓને ચિંતા, થાક અને ઉદાસીનતાનો અનુભવ થતો હોય છે. જે થવું અત્યંત સહજ છે; મોટાભાગે આ પરિસ્થિતિ એક - બે અઠવાડીયાથી વધારે સમય માટે રહેતી નથી. બાળકને જન્મ આપ્યા બાદ ફક્ત ૧૫% ટકા માતાઓ ગંભીર અને લાંબાગાળાના ડીપ્રેશનનો અનુભવ થાય છે. જેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ કહેવાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેસન ભાવનાત્મક ઉતાર ચઢાવ, વારંવાર રડવું, અતિશય થાકનો અનુભવ, દરેક બાબતે સ્વયંને દોષ દેવાનું વલણ, ચિંતા અને બાળકની સંભાળ રાખવામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કોઈ ખોડ- ખાપણ કે નબળાઈ નથી. કેટલીકવાર તે માત્ર બાળજન્મની ગૂંચવણ છે. જો તમને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હોય, તો તરત જ મદદ લેવાથી તમને તમારા લક્ષણોને નિયંત્રિત કરવામાં અને તમારા બાળક સાથેના ભાવનાત્મક જોડાણમાં અસરકારક નીવડી શકે છે.

 

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના પ્રકારો

  • પોસ્ટપાર્ટમ બ્લુસ: આ અવસ્થાને બેબી બ્લુસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે લગભગ ૫૦ - ૭૫% સ્ત્રીઓ તેના બાળકના જન્મ બાદ આ અવસ્થામાં મુકાતી હોય છે. જ્યારે તમારી પાસે બેબી બ્લૂઝ હોય, ત્યારે માતાને કોઈ દેખીતા કારણ વગર વારંવાર, લાંબા સમય સુધી રડવાનું આવે, તેમજ ઉદાસી અને ચિંતા થયા કરે છે. આ સ્થિતિ સામાન્ય રીતે બાળજન્મના પ્રથમ અઠવાડિયા (એક થી ચાર દિવસ) ની અંદર  સ્વયં સર્જાય છે. અને અગવડ હોવા છતાં, સ્થિતિ સામાન્ય રીતે સારવાર વિના બે અઠવાડિયામાં જાતે જ ઠીક થઈ જાય છે. આવા સમયે માતાને ફક્ત બાળકની સાચવણી અને ઘરકામ બાબતે આશ્વાસન અને સહાયની જરૂર હોય છે.


  • પોસ્ટપાર્ટમ ડિપ્રેશન: આ અવસ્થા ઉપર જણાવેલ કરતાં ગંભીર કક્ષાની સમસ્યા થઇ બને છે, જે ૧૦માંથી ૧ નવી બનેલી માતાને અસર કરતી હોય છે. જો તમે અગાઉ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો અનુભવ કર્યો હોય, તો તમારું જોખમ 30% સુધી વધે છે. ઘડીએ ઘડીએ થતા ભાવનાત્મક ઉતાર ચઢાવ , વારંવાર રડવાનું આવવું, ચીડિયાપણું અને થાક અનુભવવો, તેમજ અપરાધની લાગણી, ચિંતા અને તમારા બાળક અથવા તમારી જાતની સંભાળ રાખવામાં અસમર્થતા, બધું શક્ય છે.લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોય છે અને જન્મ પછી તરત જ અથવા સમય જતાં ધીમે ધીમે દેખાઈ શકે છે, એક વર્ષ પછી પણ. જો કે લક્ષણો ઘણા અઠવાડિયાથી એક વર્ષ સુધી ટકી શકે છે, પણ મનોચિકિત્સકની સલાહ અથવા એન્ટીડિપ્રેસન્ટ્ ગોળીઓ આ અવસ્થામાં  ખૂબ અસરકારક સારવાર પૂરી પાડી શકે છે.

  • પોસ્ટપાર્ટમ સાયકોસિસ: આ ચરણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું ખુબ જ નાજુક સ્થિતિઓ ધરાવતું ચરણ હોય છે. આ ચરણમાં દર્દીને તાત્કાલિક તબીબી સારવારની જુરુર હોય છે. આ સ્થિતિ સામાન્ય રીતે ઘણી ઓછી જોવા મળે છે. બાળકના જન્મ પછી દર 1,000 સ્ત્રીઓમાંથી માત્ર એકને આટલીકપરી પરીસ્થિતિનો સામનો કરવો પડે છે. આના લક્ષણો સામાન્ય રીતે ડિલિવરી પછી તરત જ દેખાય છે અને તે ગંભીર હોય છે, જે થોડા અઠવાડિયાથી કેટલાક મહિના સુધી ચાલે છે. તીવ્ર આંદોલનકરી વૃત્તિ, મૂંઝવણ, નિરાશા અને શરમની લાગણી અનુભવવી, અનિદ્રા, પેરાનોઇયા, ભ્રમણા અથવા આભાસ થવા, અતિસક્રિયતા, ઝડપથી બોલવું અથવા ઘેલછા એ બધા પોસ્ટપાર્ટમ સાયકોસિસના લક્ષણો છે. પોસ્ટપાર્ટમ સાયકોસિસના દર્દીને તાત્કાલિક સારવાર પૂરી પડવી આવશ્યક છે. આત્મહત્યાના વધતા જોખમ અને બાળકને નુકસાન થવાની સંભાવનાને  કારણે પોસ્ટપાર્ટમ સાયકોસિસના દર્દીને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવી જરૂરી છે. સામાન્ય રીતે, સારવારમાં દવાની સાથે સાથે માતા માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાનું કારણ?

જોકે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું ચોક્કસ કારણ અજ્ઞાત છે, પણ કેટલાક તથ્યો છે, જેમણે આ પરિસ્થિતિમાં યોગદાન આપ્યા હોવાની શક્યતા છે. શારીરિક અને ભાવનાત્મક તણાવનું સંયોજન પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું કારણ બની શકે છે.

શારીરિક પરિબળો: 

એક સ્ત્રીના શરીરમાં રહેલાં હોર્મોન્સમાં, બાળકના જન્મ પછી ઘણાં મોટાપાયે ફેરફાર આવે છે.   જ્યારે તમે ગર્ભવતી હો, ત્યારે તમારા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે. જન્મ આપ્યાના કલાકોમાં હોર્મોનનું સ્તર ગર્ભાવસ્થા પહેલાના સ્તરે પાછું આવે છે. આ અચાનક પરિવર્તન ડિપ્રેશનમાં પરિણમી શકે છે.

કેટલાક અન્ય શરીરિક પરિબળોમાં શામેલ હોઈ શકે છે:
  • થાઇરોઇડ હોર્મોનનું નીચું  સ્તર
  • ઊંઘનો અભાવ
  • અપૂરતો આહાર
  • જાણ બહારની તબીબી પરિસ્થિતિઓ
  • ડ્રગ અને દારૂનો દુરુપયોગ

ભાવનાત્મક પરિબળો

જો તમને ભૂતકાળમાં મૂડ ડિસઓર્ડર હોય અથવા તમારી ગળથુથીમાં મૂડ ડિસઓર્ડર હોય, તો તમને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય છે.

ભાવનાત્મક તણાવમાં નીચેના પરિબળો શામેલ હોઈ શકે છે:
  • તાજેતરમી થયેલ છૂટાછેડા અથવા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ
  • તમારી અથવા તમારા બાળકની ગંભીર સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ 
  • સામાજિક સ્તરે એકલતા
  • નાણાકીય બોજો
  • સમર્થન અને ટેકાનો અભાવ

ગૂંચવણો

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, જો સારવાર ન કરવામાં આવે તો, માતા-બાળકના બંધનમાં દખલ કરી શકે છે અને પારિવારિક સમસ્યાઓનું કારણ બની શકે છે.

  • માતા માટે. તબીબી સારવાર વિના આ પરિસ્થિતિ માતાઓને મહિનાઓ અથવા વર્ષો સુધી પણ પોતાના શક્ન્જામાં જકડીને રાખી શકે છે. સારવાર પૂરી પાડવામાં આવે તો પણ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન સ્ત્રીને ભવિષ્યમાં થનાર ગંભીર ડિપ્રેશનના બનાવાનું જોખમ વધારે છે.

  • પિતા માટે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જાણે માથે આસમાન તૂટી પાડવા જેવું પ્રતીત થઈ શકે છે, જે નવા બાળકના જીવનમાં દરેક વ્યક્તિ માટે ભાવનાત્મક તાણનું કારણ બને છે. જ્યારે નવી માતા હતાશ હોય છે, ત્યારે બાળકના પિતા પણ હતાશ થવાની શક્યતા વધુ હોય છે. અને તેમના પાર્ટનર ડિપ્રેશનમાં હોય કે ન હોય, નવા પિતા પણ પહેલેથી જ ડિપ્રેશનના જોખમમાં મુકાયેલા હોય છે.

  • બાળકો માટે. સારવાર ન કરાયેલ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી પીડિત માતાઓના બાળકોને ભાવનાત્મક અને વર્તણૂકીય સમસ્યાઓનો અનુભવ થવાની શક્યતા વધુ હોય છે, જેમ કે ઊંઘવામાં અને ખાવામાં મુશ્કેલી, વધુ પડતું રડવું અને ભાષાના વિકાસમાં વિલંબ.

નિવારણ

જો તમે ભુતકાળમાં ડિપ્રેશનના દર્દી રહ્યાં છો અથવા કુટુંબના તબીબી ઈતિહાસમાં ડિપ્રેશનની હાજરી હોય - ખાસ કરીને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન -  તો તમારા ડૉક્ટરને જણાવો કે તમે સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યાં છો અથવા તમને તમારી સગર્ભા હોવાની જાણ કરવી જરૂરી છે.

  • ગર્ભાવસ્થા દરમ્યાન ચિકિત્સક ડીપ્રેશનના લક્ષણો પર ધ્યાન આપી, બાળકના જન્મ બાદ તમને કેટલાક પાયણ પ્રશ્નો કરી શકે છે.  જેનાથી ડીપ્રેશન ની તીવ્રતાનો અંદાજ આવી શકે. જો હળવું ડિપ્રેશન હોય તોહ તેનું નિવારણ સમર્થન, સલાહ-સુચન અને ઉપચાર દ્વારા લાવી શકાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સહિત અન્ય કિસ્સાઓમાં ચિકિત્સકો દ્વારા એન્ટીડિપ્રેસન્ટ્સનું સેવન કરવાનું પણ સૂચવવામાં આવી શકે છે.
  • પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના ચિહ્નો અને લક્ષણો જોવા માટે તમારા બાળકના જન્મ પછી તમારા ડૉક્ટર પ્રારંભિક પોસ્ટપાર્ટમ ચેકઅપની ભલામણ કરી શકે છે. જટલું વહેલી ડિપ્રેશનની હાજરી નોંધાય તેટલીજ વહેલી સારવાર શરૂ કરી શકાય છે. જો તમાર તબીબી ઇતિહાસમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની હાજરી હોય, તો તમારા ડૉક્ટર તમને તરત જ એન્ટીડિપ્રેસન્ટ દવાઓ અથવા મનોરોગ ચિકિત્સા શરૂ કરવાની સલાહ આપી શકે છે.

ડૉક્ટરને ક્યારે મળવું ?

જો તમે તમારા બાળકના જન્મ પછી હતાશ છો, તો તમે તેને સ્વીકારવામાં અચકાતા અથવા શરમ અનુભવી શકો છો. જો કે, જો તમને પોસ્ટપાર્ટમ બેબી બ્લૂઝ અથવા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કોઈ લક્ષણો હોય, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને એપોઇન્ટમેન્ટ લો. જો તમે પોસ્ટપાર્ટમ સાયકોસિસના લક્ષણોનો અનુભવ કરતા હોવ તો તરત જ મદદ મેળવો.

જો તમને નીચેનામાંથી કોઈ પણ હતાશાના લક્ષણો દેખાય, તો કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો:

  • બે અઠવાડિયા પછી પણ મુશ્કેલીઓ ઓછી ના થાય પણ હાલત વધુ ને વધુ કથળતી જાય.
  • તમારા બાળકની સંભાળ રાખવી તમારા માટે મુશ્કેલ બનવા લાગે.
  • રોજિંદા કાર્યો પૂર્ણ કરવા માટે તેને મુશ્કેલ બની જાય.
  • તમારી જાતને અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડવાના વિચારો આવવાના શરુ થઇ જાય.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન માટે સારવાર:

જો તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા ડૉક્ટરને મળવું જોઈએ જેથી સારવાર શરૂ થઈ શકે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન માટે દવા અને ઉપચાર એ બે મુખ્ય સારવાર છે. બંનેનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે, પરંતુ જ્યારે એકસાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વધુ અસરકારક થઇ શકે છે. તમારી દિનચર્યામાં કેટલીક સારી આદતોનો સમાવેશ કરવો પણ મહત્વપૂર્ણ છે.

તમારા માટે શ્રેષ્ઠ કામ કરતી સારવાર શોધવામાં થોડા પ્રયત્નો લાગી શકે છે. તમારા ડૉક્ટર સાથે કોઈ જાતનો ખચકાટ અનુભવ્યા અવગર આ બાબતે વાતચીત કરો અને યોગ્ય સલાહ પામો.

દવા

એન્ટીડિપ્રેસન્ટ્સ મગજ પર તાત્કાલિક અસર કરે છે. તેઓ મગજના રસાયણોમાં ફેરફાર કરે છે જે મૂડને નિયંત્રિત કરે છે. જો કે, તેઓ તરત જ કામ કરશે નહીં. તમારા મૂડમાં કોઈ ફરક દેખાય તે પહેલાં સારવારમાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે.

કેટલાક  દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ્સની આડઅસરો પણ થઇ શકે છે. થાક, શારીરિક સંભોગની ઈચ્છાન થવી, અને ચક્કર આવવા એ કેટલીક આડઅસરોમાંથી છે. જો આડઅસર તમારા ડિપ્રેશનના લક્ષણોમાં વધારો કરતી જણાય તો તરત જ તમારા ડૉક્ટરને જાણ કરો.

કેટલીક એન્ટીડિપ્રેસન્ટ્સ સ્તનપાન કરાવતી વખતે લેવા માટે સલામત છે, જ્યારે અન્ય નથી. જો તમે સ્તનપાન કરાવો છો, તો તમારા ડૉક્ટરને જાણ કરો.

જો તમારું એસ્ટ્રોજનનું સ્તર ઓછું હોય, તો તમારા ડૉક્ટર તમને હોર્મોન્સ લેવાનું શરૂ કરવાની સલાહ આપી શકે છે.

ઉપચાર

મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો દ્વારા કાઉન્સેલિંગ લઇ શકાય છે. થેરાપી તમને તમારાં વિનાશક વિચારોને સમજવામાં અને તેમની સાથે વ્યવહાર કરવા માટેની વ્યૂહરચના પૂરી પાડવામાં મદદ કરી શકે છે.

સ્વ કાળજી

સારવારનું આ પાસું દેખાય છે તેના કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. સ્વ-સંભાળની પદ્ધતિમાં તમારી જાતને થોડી છૂટ આપવાની આવશ્યકતા રહે છે.

તમે સંભાળવા માટે સક્ષમ હોવ તેના કરતાં વધુ જવાબદારી લેવાનો પ્રયાસ ન કરો. અન્ય લોકો કદાચ તમારી મનસ્થિતિ ને સમજી શકતા ન હોય તેવું શક્ય છે. તેથી મહત્વપૂર્ણ છે કે, તમે તેમની સાથે વાતચીત કરો. તમારી જાતને થોડો " મી ટાઈમ " આપો, પરંતુ તમારી જાતને સંપૂર્ણ રીતે બધાંથી વિખુટી ન કરી નાખો. નવી બનેલી માતાઓનું સમર્થન કરવાનો ધ્યેય રાખતા જૂથમાં જોડાઓ. 

સંબંધિત બ્લોગ સ્ત્રીઓ માટે પોસ્ટપાર્ટમ પોષણ ટિપ્સ

ઉપરોક્ત માહિતી સામાન્ય છે અને કોઈપણ પગલાં ડૉક્ટર સાથે પરામર્શમાં લેવા જોઈએ

 

Logged in user's profile picture




પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કેટલા પ્રકાર છે?
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ત્રણ પ્રકારના હોય છે <ol><li>પોસ્ટપાર્ટમ બ્લુસ</li><li>પોસ્ટપાર્ટમ ડિપ્રેશન</li><li>પોસ્ટપાર્ટમ સાયકોસિસ</li></ol> વધુ જાણકારી માટે આગળ વાંચો
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું છે?
તમે “બેબી બ્લુસ” આ શબ્દથી જાણકાર હશો. આ શબ્દ બાળકને જન્મ આપ્યા બાદ થતી માતાની મનસ્થિતિનું  વર્ણન કરે છે. બાળકના જન્મના એકાદ-બે અઠવાડિયા સુધી ૮૦% થી વધુ માતાઓને ચિંતા, થાક અને ઉદાસીનતાનો અનુભવ થતો હોય છે. જે થવું અત્યંત સહજ છે; મોટાભાગે આ પરિસ્થિતિ એક - બે અઠવાડીયાથી વધારે સમય માટે રહેતી નથી. બાળકને જન્મ આપ્યા બાદ ફક્ત ૧૫% ટકા માતાઓ ગંભીર અને લાંબાગાળાના ડીપ્રેશનનો અનુભવ થાય છે. જેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ કહેવાય છે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાનું કારણ શું છે?
જોકે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું ચોક્કસ કારણ અજ્ઞાત છે, પણ કેટલાક તથ્યો છે, જેમણે આ પરિસ્થિતિમાં યોગદાન આપ્યા હોવાની શક્યતા છે. શારીરિક અને ભાવનાત્મક તણાવનું સંયોજન પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું કારણ બની શકે છે. <ul><li>શારીરિક પરિબળો જેમ કે હોર્મોનલ ફેરફારો, ઊંઘની અછત, થાઇરોઇડનું ઓછું સ્તર, ઘણી દવાઓનો ઉપયોગ</li><li>ભાવનાત્મક પરિબળો જેમ કે તાજેતરમી થયેલ છૂટાછેડા, કોઈ પ્રિયનું મૃત્યુ, તમારી અથવા તમારા બાળકની ગંભીર સ્વાસ્થ્ય, સામાજિક સ્તરે એકલતા, નાણાકીય બોજો, સમર્થનનો અભાવ</li> </ul>