૫ વસ્તુ જે દહીં સાથે ક્યારેય ના ખાવી જોઈએ

6 minute
Read

Highlights શું તમને પણ ઉનાળામાં દહીં ખાવાની આદત છે? તો આ બ્લોગ વાંચો અને જાણો કે દહીં સાથે કઈ વસ્તુ ખાવાની ટાળવી જોઈએ અને સ્વસ્થ રહો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

એક કારણ છે કે આપણે ભારતીયો બધુ જ દહીંના બાઉલથી શરૂ કરવાનું પસંદ કરીએ છીએ - પછી તે પરીક્ષા હોય કે નવી નોકરી. સુપરફૂડનો વિચાર લોકપ્રિય થયો તે પહેલાં આપણે દહીં પીતા આવ્યા છીએ. તો ચાલો આપણે જાણીયે કે ઉનાળા દરમિયાન દહીં તમારા દૈનિક ભોજનનો એક ભાગ હોવો જરૂરી કેમ છે.

જેમ જેમ ગરમી વધે છે તેમ, પાચનતંત્ર ધીમું અને નબળું પડી જાય છે, જેના કારણે વિવિધ પાચન સમસ્યાઓ થાય છે. અને અહીં, દહીં તમને બચાવી શકે છે. દહીં સ્વસ્થ બેક્ટેરિયાથી ભરપૂર હોય છે જે તમારા પાચનમાં સુધારો કરે છે અને આંતરડાની તંદુરસ્તી જાળવી રાખે છે. દહીં, કોલેસ્ટ્રોલની રચનાને સાફ કરે છે અને નિયંત્રિત કરે છે, અને હૃદય રોગોના જોખમને ઘટાડે છે. ઝિંક, ફોસ્ફરસ અને વિટામિન ઇ જેવા ખનિજો સાથે, દહીં કુદરતી રીતે ત્વચાની ગુણવત્તામાં સુધારો કરે છે.

એટલા બધા ગુણો હોવા છતાં દહીં શરીર માટે નુકસાનકારક થઇ શકે છે. એવું ત્યારે થાય કે જયારે આપડે દહીંને અમુક વસ્તુઓ સાથે ખાઈયે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનાથી આપડે બચીને રેહવું જોઈએ જયારે આપડે દહીં ખાતા હોઈએ. જાણવા માટે આ બ્લોગ ને આખો વાંચો અને તમારા શરીર ને કોઈ પણ પ્રકાર નું નુકસાન થતા બચાવો. 

1. ડુંગળી

લોકો વારંવાર રાયતાના રૂપમાં દહીં અને ડુંગળીનું સેવન કરે છે. તમારે આ આદત તરત જ બંધ કરી દેવી જોઈએ કારણ કે દહીં પ્રકૃતિમાં ઠંડું છે, જ્યારે ડુંગળી શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે જાણીતી છે. આ મિશ્રણ ફોલ્લીઓ, ખરજવું, સૉરાયિસસ અને અન્ય ત્વચાની એલર્જીનું કારણ બની શકે છે. ઘણી વાર તમને ખાધા પછી શરીર માં થોડુંક વિચિત્ર લાગે પણ ખબર ના પડે કે શું થઇ રહ્યું છે. તો આવી વિરોધહાર વસ્તુઓ નું સેવન જયારે સાથે થાય છે તો શરીર પ6ર આડઅસર પડે છે અને આખો દિવસ બગડે છે. એની અસર લાંબા સમય સુધી પણ રહી શકે છે. 

2. માછલી

જો તમે માંસાહારી ખોરાક લેતા હોવો તો આ એક વસ્તુ છે જ તમારે દહીં સાથે તો ક્યારેય ના ખાવી જોઈએ, અને એ છે માછલી. વધુ માત્ર માં પ્રોટીન લેવાથી શરીર ને તકલીફ પડી શકે છે. માછલી અને દહીં, બનેઓ પ્રોટીન યુક્ત ખોરાક છે. જયારે તમે આ બંનેને સાથે ખાઓ છો તો અધિક માત્ર માં પ્રોટીન શરીર ની અંદર જાય છે. જો દર વખતે આ આદત પડી જશે તો શરીર ને પ્રોટીન પચાવવામાં તકલીફ પડશે અને ત્વચા ને સંબંધિત રોગ થવાની સંભાવના પણ વધી જશે. 

તો તમે જયારે પણ માછલી ખાઓ તો જરૂર ધ્યાન રાખજો કે તમે દહીં ખાવાનું ટાળો. જો તમે શાકાહારી ખોરાકજ લો છો તો આ સમસ્યા તમને લાગુ નઈ પડે. 

3. અડદની દાળ

અડદની દાળ એકલી ખાવા માટે એક અદ્ભુત ખોરાક છે. જો કે, જ્યારે દહીં સાથે ખાવાથી લાંબા ગાળે તમારા પાચનમાં વિક્ષેપ પડી શકે છે. તેનાથી એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું અને ઝાડા પણ થઈ શકે છે. તો બીજી વાર તમે અડદ ની દાળ અને દહીં ને સાથે જુઓ તો બેમાંથી એકજ વસ્તુ ને ખાવાનુ પસંદ કરજો. 

જો તમે ક્યારેક ભૂલ થી ખાઈ લેશો તો તમને કદાચ તરત એની અસર ના પણ દેખાય. આ બધી કોમ્બિનેશન જો તમે લાંબા સમય સુધી ખાતા રહો તો તમારા શરીર ને અસર થવાના પુરે પુરા ચાન્સસ છે. એટલે તરત અસર ના દેખાવાના લીધે એવું ના મણિ લેશો કે તે તમારા શરીર માટે સારું છે. આયુર્વેદ દ્વારા સૂચવવામાં આવેલ આ બધીજ વસ્તુઓ દહીં સાથે ના ખાવી જોઈએ. 

4. તેલયુક્ત ખોરાક

શું તમને જમ્યા પછી આળસ આવતી હોય એવું ઘણી બધી વાર લાગે છે? તો કદાચ આ એનું કારણ હોઈ શકે છે. જયારે તમે તેલ કે ઘી વાળો ખોરાક સાથે દહીં ખાઓ છો તો તે પાચન માં તકલીફ ઉભી કરે છે અને એના કારણે તમને આળસ આવે છે અને સુસ્તી નો અનુભવ થાય છે. અપચો થવાની પણ સંભાવના રહે છે જયારે તમે દહીં ખાધા પછી કોઈ તેલ વાળો ખોરાક લો છો. પરાઠા કે પછી ફ્રેન્ચ ફ્રાઈસ જેવા નાસ્તા સાથે ક્યારે પણ દહીં ના ખાવું. 

આ એક નિયમ ના લીધે તમે મેહસૂસ કરશો કે ખાધા બાદ તમને જે આળસ ચડતી હતી તે બંધ થઇ જશે અને તમને સ્ફૂર્તિ નો અનુભવ થશે. 

5. કેરી

ગરમી ની ઋતુ માં દહીં ની સાથે કેરી નો પણ એટલીજ લોકપ્રિયતા હોય છે. દરેક વ્યક્તિ ને આ બન્નેઓ વાનગીઓ ખાવી હોય છે. પણ એક વાત નું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે આ બન્નેઓ વસ્તુઓ સાથે ના ખવાય. કારણ કે કેરી ગરમ પ્રકૃતિ ની હોય છે અને દહીં ઠંડી પ્રકૃતિ નું હોય છે. બનેઓ જયારે એક સાથે શરીર ની અંદર જાય છે ત્યારે ત્વચા ને લગતી બીમારીઓ થઇ શકે છે અને શરીર માં ટોક્સિન્સ નું ઉત્પાદન પણ થઇ શકે છે. 

શરીર ને સાફ રાખવા અને સ્વસ્થ રાખવા હંમેશા ધ્યાન રાખો કે ઉનાળાની આ સુપ્રસિદ્ધ વસ્તુઓ અલગ અલગ સમય એ ખાઓ. જે થી તમે બન્નેઓ ની મજા પણ મણિ શકો અને શરીર ને નુકસાન થી બચાવી પણ શકો. 

આ બધીજ વસ્તુઓ નું ધ્યાન રાખવાની સાથે સૌથી અગત્યની વસ્તુ એ છે કે રત્ન સમય એ દહીં બિલકુલ ખાવું નહિ. સવાર અને બપોર નો સમય દહીં ખાવા માટે શ્રેષ્ઠ છે. જો તમે રાતે દહીં નું સેવન કરશો તો શરદી થવાની સંભાવના રહે છે. તો આ ઉનાળામાં શરીર ને દહીં થી ઠંડક આપો પણ આ બધી વસ્તુઓ સાથે ભેગી કરીને બિલકુલ ના ખાશો. 

Logged in user's profile picture