મહિલાઓ એ નાણાકિય સુરક્ષા માટે ધ્યાન માં રાખવા જેવા મુદ્દાઓ

6 minute
Read

Highlights શું તમે પણ ઈચ્છો છો નાણાકીય સુરક્ષા? તો પછી આ બ્લોગ વાંચીને તમને મળશે એ રસ્તે જવા માટેના સરળ સ્ટેપ્સ. વાંચો અને ફાઇનાન્શ્યલ ઇંડિપેંડેન્સ તરફ નું પહેલુ પગલુ ભરો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

નાણાકીય સુરક્ષા એ જીવન નો એક મહત્વનો ભાગ છે. ઘણી બધી મહિલાઓ નાણાકીય અસુરક્ષા ના લીધે અપમાનજનક અને અત્યાચાર ભર્યા વાતાવરણ માં રહેતી હોય છે. જો એની પાસે એ સમજણ હોય તો એને મુક્ત થવામાં કોઈ બંધન નહિ આવે. 

એના સિવાય પણ એ જીવન નો એવો પાસો છે કે જેના વિષે જાણકાર હોવું ખૂબ જરૂરી છે. હવે એ સમય ગયા કે જયારે મહિલાઓ ના નાણાકીય નિર્ણયો પુરુષોજ લેતા હતા. હવે તો મહિલાઓ પોતાની માટે નાણાકીય સુરક્ષા પણ ઉભી કરી શકે છે અને બીજાને મદદ પણ કરી શકે છે. 

એક મહિલાને જો એ ક્ષેત્રે જાણવા લાયક અગત્યના મુદ્દા હોય તો એ છે - 

તમારી નાણાકીય બાબતોમાં શામેલ થાઓ

સામાન્ય રીતે મહિલાઓ ને નાણાકીય ક્ષેત્રે ઓછો રસ હોય છે એવું માનવામાં આવે છે. પણ અસલ માં તો મહિલાઓ ને આ બાબતે કોઈ શિક્ષણ અજ આપવામાં નથી આવતું. જેના લીધે તે હંમેશા નાણાકીય બાબતો માં પાછળ રહી જાય છે. તો સૌથી પહેલું કામ એક મહિલાએ કરવું જોઈએ કે પોતાના નાણાકીય નિર્ણયો જાતે લેતા શીખવું જોઈએ અને એની જવાબદારી લેવાની તૈયારી રાખવી જોઈએ. 

જયારે તમે તમારા નાણાકીય નિર્ણયો બીજા લોકો ને લેવા દો છો ત્યારે તમે અજ્ઞાનતા ને આમંત્રણ આપો છો. ભલે તમને સીખવામાં સમય લાગે ને ભલે થોડીક ઘણી ભૂલો થાય, પણ આ ક્ષેત્રે તમારે રસ લઈને કામ કરવું જોઈએ. 'ફાઇનાન્શ્યલ ઇંડિપેંડેન્સ' ની પેહલી સીડી ચડવા માટે એમાં શામેલ થવું સૌથી જરૂરી છે. 

રોકાણ અને દેવા વિશે જાણો

જયારે નાણાકીય સલામતી ની વાત આવે છે ત્યારે ઘણા બધા પાસાઓ એમાં કવર થાય છે - રોકાણ, વ્યાજ, ઉધાર, મિલકત અને બીજું ઘણું બધું. જયારે તમે તમારા નાણાકીય નિર્ણયો જાતે લેવાનું નક્કી કરશો ત્યારે તમને બહુ બધી વસ્તુઓ કદાચ નવી લાગશે. જો તમે પેહલી વાર આ ક્ષેત્રે પગલું ભર્યું છે તો તમારે ખૂબ શીખવું પણ પડશે. પણ તમે સેજ પણ ખચકાટ વગર નવી વસ્તુઓ શીખવા તૈયાર રેહજો. 

નાણાકીય ક્ષેત્ર નું જ્ઞાન તો એવું છે કે જે તમારી પોતાની મદદજ નહિ પરંતુ બીજી ઘણી બધી મહિલાઓ ની મદદ કરવામાં પણ ઉપયોગી થશે. જો તમને સવાલ થતો હોય કે ક્યાંથી શીખવું અને ક્યાંથી શરૂઆત કરવી તો સૌથી પેલા ઓનલાઇન મળતી જાણકારી ને વાંચવાનું શરુ કરો. ઘણી બધી જગ્યા એ તમને વર્કશોપ અને સેમિનાર થતા પણ જોવા મળશે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ વિષે શીખવવા માં આવે છે. જેમ જેમ તમારી જિજ્ઞાસા વધતી જાય એમ તમે ચોપડીયો વાંચવાનું પણ શરુ કરી શકો છો.  

શક્ય તેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરો

coins in a glass jar along with a plant

જયારે રોકાણ કરવાની વાત આવે છે તો બધા રાહ જોતા હોય છે કે બૌ બધા પૈસા કમાવાના શરુ કરીશું ત્યારે રોકાણ કરીશું. પણ એ માન્યતા સાવ ખોટી છે. જો તમે એવી રાહ જોશો તો તમારી બચત થવાનું શરુ ક્યારે થશે? એટલેજ, જ્યારથી કમાવાનું શરુ થાય ત્યારથીજ તમારે પૈસા ની બચત શરુ કરી દેવી જોઈએ. ભલે તમે વધારે માત્રામાં બચત ના કરી શકો પણ જેટલી બચત થાય તેટલું સારું. 

હવે તમને એમ થશે કે એટલી નાની રકમ ને બચાવીને શું થઇ જવાનું છે? પણ જો તમે નાનકડી રકમ સતત ૧૦ કે ૧૨ વરશ સુધી એક સારી જગ્યા એ ઈન્વેસ્ટ કરો તો એ તમને ભવિષ્ય માં ખૂબ મદદ રૂપ થઇ શકે છે. તમારી ઇન્વેસ્ટમેન્ટ ની શરૂઆત ની યાત્રામાં તમે મ્યુચુઅલ ફંડ માં રોકાણ કરી શકો છો. જો તમને વધારે જાણકારી ના હોય તો વાંચન કરો, થોડુંક રિસર્ચ કરો અને જો તમારા પરિવાર માં કોઈ ફાઇનાન્સ ના ક્ષેત્રે કામ કરતુ હોય તો એની મદદ લો. 

એક નિયમ બનાવી દો કે જ પણ અવાક હોય એમાંથી બચત કરવાની રકમ ને બાજુમાં મૂકી દેવી. એના પછી જ પણ રકમ વધે તેનાથી જ મહિના નો ખર્ચો ચલાવો અને મોજ શોખ પુરા કરવા. શરૂઆત માં કદાચ થોડું કપરું લાગી શકે છે પણ આનાથી તમારા ખર્ચાઓ પર નિયંત્રણ આવશે અને ભવિષ્ય માં તમને ખુશી થશે કે તમે આ નિર્ણય લીધો. 

જરૂર પડે તો પ્રોફેશનલ ની મદદ લો 

નાણાકીય નિર્ણયો લેવામાં ઘણી બધી વાર મૂંઝવણો ઉભી થાય છે અને khabar નથી પડતી કે શું કરવું જોઈએ. આવી પરિસ્થિતિ માં તમારે કોઈ નિષ્ણાત ની મદદ લેવી જોઈએ. એક નિષ્ણાત એવો વ્યક્તિ હોઈ શકે કે જ નાણાકીય ક્ષેત્રે જ કામ કરતો હોય અને ભરોસામંદ હોય. 

એક વાત નું ધ્યાન હંમેશા રાખવું કે ભલે તમે કોઈ ની પણ સલાહ લો, પણ બધીજ માહિતી ભેગી કર્યા બાદ એક વાર જાતે મનોમંથન કર્યા બાદ અજ નિર્ણય લેવો. નિષ્ણાતો માં કોઈ સી.એ. કે ફાઇનાન્સ ક્ષેત્ર ની કોઈ પણ ડિગ્રી ધરાવતો માણસ હોઈ શકે છે. ક્યાંય બી અટકો તો આગળ વધો, ભલે કોઈની મદદ લઈને કેમ ના વધવું પડે. 

પોતાનું ભવિષ્ય પ્લાન કરો અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો 

દરેક વ્યક્તિ ના ભવિષ્ય ના સપનાઓ હોય છે. કોઈક ને પોતાનું ઘર લેવું હોય છે તો કોઈક ને આલીશાન ગાડી જોઈએ છે. ઘણા લોકો ને દુનિયા ની અલગ અલગ જગ્યાઓ પાર ફરવા જવું હોય છે અને ઘણા લોકો પોતાના બાળકો માટે પૈસા ભેગા કરી રહ્યા હોય છે. તો તમારે પોતાની જાતને એ પૂછવાનું છે કે તમને તમારા જીવન માં સુ જોઈએ છે? 

તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે આજ થીજ રોકાણ કરવાનું શરુ કરી દેવું જોઈએ. અત્યારથી કરેલું રોકાણ વર્ષો પછી તમારી પાસે એવા સમય એ આવશે કે જયારે તમારી એની સૌથી વધારે જરૂર હશે. આને અપડે ઇન્વેસ્ટમેન્ટ પ્લાંનિંગ કહીયે છીએ. એ રીતે પ્લાન કરો કે તમારે આગળ જઈને વધુ મુશ્કેલી વાળો સમય ના વેઠવો પડે. 

તો આશા છે કે એ નાણાકીય સુરક્ષા ના ક્ષેત્રે એ કદમ આગળ વધારશો અને આજુ બાજુ ની બેહનો ને એ પ્રેરણા આપશો કે એ પણ આગળ વધી શકે. બધીજ મહિલાઓ એક બીજાને જોઈને ખૂબ સિખતી હોય છે તો હંમેશા એવું કામ કરો કે કોઈક ને જોઈને તમારામાંથી પ્રેરણા મળે. 

 

Logged in user's profile picture