શિયાળુ  સ્પેશિઅલ - બાજરાના વાડા

3 minute
Read

Highlights

તમામ ગુજરાતીઓના હૃદયમાં બાજરીના વડાનું વિશેષ સ્થાન છે. તે તેની સાથે માતાની રસોઈ અને ગુજરાતના ઠંડા શિયાળાની યાદો લઈને આવે છે. એકવાર તમે આ ક્રિસ્પી સ્વાદિષ્ટ, ક્રન્ચી વડા ખાઓ, તે તમારો મનપસંદ શિયાળાનો નાસ્તો બની જશે. આ રેસિપી અનુસરો અને તેને ઘરે સરળતાથી બનાવો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this Blog in English here)

દ્રષ્ટી ધમસાણીયા દ્વારા

શિયાળો બારસાખે આવી ઉભો છે, જેનું સ્વાગત કરવા માટે અમે એક એવી વાનગી લઈને આવ્યા છીએ; જેને ગુજરાત અને ગુજરાતની બહાર સ્થિત ગુજરાતીઓ પણ માણવાનું ખુબ જ પસંદ કરે છે - બાજરના વાડા. આ ક્રિસ્પી સ્વાદિષ્ટ, ચટાકેદાર વડા એક એવી વાનગી છે જેનો લાહ્વો લેવાનું જરાય ચૂકવા જેવું નથી. એકવાર તમે આ વડાઓ ખાધા પછી, તે ટૂંક સમયમાં તમારા મનપસંદ શિયાળાના નાસ્તામાંથી એક બની જશે. આ રેસીપી ને અનુસરો અને તેને ઘરે જરૂરથી બનાવો. અને ઓહ, આ વાનગી ટ્રાય કાર્ય બાદ પુષ્કળ ફોટા પાડવાનું અને @girlsbuzzindia ટેગ કરીને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવાનું ભૂલશો નહીં :)

સામગ્રીઓ

Ingredients of Bajra Vada recipe

2 ચમચી ગોળ (ગોળમાં જરૂર મુજબ પાણી ઉમેરો)

1 કપ બાજરીનો લોટ

1/2 કપ ઘઉંનો લોટ

1 કપ મેથીના પાન

2 ચમચી કોથમીર

1 ચમચી આદુ

1 ચમચી લીલું મરચું

1 ચમચી લીલુ ઝીણું સમારેલું લસણ

2 ચમચી તલના બીજ (રોસ્ટેડ)

1 ચમચી અચર મસાલો

1 ટીસ્પૂન કેરમ સીડ્સ

1 ચમચી લીંબુનો રસ

1 ચમચી ધાણા પાવડર

1 ટીસ્પૂન હળદર પાવડર

2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ટીસ્પૂન ફળ મીઠું

3 ચમચી દહીં

ચપટી હીંગ

સ્વાદ પ્રમાણે મીઠું

વાનગી બનાવવાની પ્રક્રિયા

1. 2 ચમચી ગોળ લો અને તે ઓગળે ત્યાં સુધી તેને પાણીમાં પલાળી રાખો.
2. ઉપરોક્ત તમામ ઘટકોને મિક્સ કરો અને મિશ્રણમાં ગોળનું પાણી ઉમેરો.
3. કણકને મધ્યમ નરમાઈ સુધી ભેળવો.
4. તમારી હથેળીને ગ્રીસ કરવા માટે થોડું તેલ લો. હવે તમારા હાથમાં કણકનો એક બોલ લો, તેને ચુસ્ત રોલ કરો અને પછી તેને ટિક્કીનો આકાર બનાવવા માટે ચપટી કરો.

Bajra Vada rolled and ready to fry

5. મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન (લાલાશ પડતા સોનેરી) થાય ત્યાં સુધી તળો.

Bajra Vada frying in a pan

1. ટિક્કીઓને મધ્યમ તાપમાં ગોલ્ડન બ્રાઉન (લાલાશ પડતા સોનેરી) થાય ત્યાં સુધી તળો.
2. વધારાનું તેલ દૂર કરવા માટે તેને ટિશ્યુ પેપર પર કાઢી લો.
3. બાજરીના વડા સર્વ કરવા માટે તૈયાર છે!

Bajra Vada ready to eat!

આ વાનગી ઘરે જરૂરથી બાનાવી જુઓ, અને તમારો અનુભવ અમે જરૂરથી જણાવશો...!

સંબંધિત બ્લોગ -સાબુદાણાની ખીચડી - પરફેકટ વિકેન્ડ બ્રેકફાસ્ટ

Translated By - Venisha Pujara

Logged in user's profile picture

શિયાળાના ખાસ ગુજરાતી નાસ્તાનું નામ આપો
શિયાળો બારસાખે આવી ઉભો છે, જેનું સ્વાગત કરવા માટે અમે એક એવી વાનગી લઈને આવ્યા છીએ; જેને ગુજરાત અને ગુજરાતની બહાર સ્થિત ગુજરાતીઓ પણ માણવાનું ખુબ જ પસંદ કરે છે - બાજરના વાડા.
બાજરી વડા રેસીપી માટે સામગ્રી શું છે

2 ચમચી ગોળ (ગોળમાં જરૂર મુજબ પાણી ઉમેરો)

1 કપ બાજરીનો લોટ

1/2 કપ ઘઉંનો લોટ

1 કપ મેથીના પાન

2 ચમચી કોથમીર

1 ચમચી આદુ
1 ચમચી લીલું મરચું

1 ચમચી લીલુ ઝીણું સમારેલું લસણ
2 ચમચી તલના બીજ (રોસ્ટેડ)

1 ચમચી અચર મસાલો
1 ટીસ્પૂન કેરમ સીડ્સ

1 ચમચી લીંબુનો રસ
1 ચમચી ધાણા પાવડર

1 ટીસ્પૂન હળદર પાવડર
2 ચમચી લાલ મરચું પાવડર

1/2 ટીસ્પૂન ફળ મીઠું
3 ચમચી દહીં

ચપટી હીંગ

વાદ પ્રમાણે મીઠું