વાળની વૃદ્ધિ અને તેમને ઘટ્ટ બનાવવામાં માટે યોગના આસનો

11 minute
Read

Highlights

દરેક વ્યક્તિના વાળ ખરવા એ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ કેટલાકમાં સામાન્ય કરતાં વધુ હોય છે અને જો તમે તે વ્યક્તિ છો તો આ બ્લોગ તમારા માટે છે. વાળની જાડાઈ અને વૃદ્ધિને સુધારવા માટે યોગ કેવી રીતે કરવો તે જાણવા માટે આગળ વાંચો.

Disclaimer This post may contain affiliate links. If you use any of these links to buy something we could earn a commission. We are a reader supported website and we thank you for your patronage.

(You can read this Blog in English here)

શું યોગ વાળ વધારવા માટે ની નવીન સારવાર છે ?  કેટલાક યોગના પ્રશંસક આ બાબતને તથ્ય માને છે. તેની પાછળનું કારણ છે, યોગના નિયમિત અભ્યાસથી તણાવને ઘટાડી શકાય છે અને વાળનાં મૂળ સુધી પહોંચતા રક્ત સ્ત્રાવમાં વધારો કરી શકાય છે.

વાળની વૃદ્ધિ માટે યોગ નો પ્રયોગ કરવાનું ચલણ, તેના અભ્યાસ થી પ્રાપ્ત થતાં આશ્ચર્યજનક પરિણામોને કારણે; વધુ ને વધુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે. વિવિધ યોગાસનો વાળને લગતી જુદી - જુદી સમસ્યાઓનું સમાધાન લાવાવમાં મદદરૂપ થઇ શકે છે- યોગ વાળ વધારવા, ખરતાં વાળ અટકાવવા અને એકંદરે તેમની સવસ્થતા જાળવવામાં પણ મદદરૂપ થાય છે. આ બધુંજ ફક્ત એક યોગા મૅટ પાથરીને નિયમિત રીતે ગણતરીના આસનોનો અભ્યાસ કરવાથી પ્રાપ્ય છે.

આ વિષય પર સંશોધનો અને ઉત્તમ આસનો વિષે વધુ જાણકારી મેળવવા માટે બ્લોગ વાંચતા રહો.

યોગ તમારાં વાળ ને કેવી રીતે મદદરૂપ થઇ શકે?

યોગ તમારા વાળ ખરવાનું અટકાવી તથા તેમની વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે. આ કાર્ય બે રીતે થઇ શકે છે. પહેલી રીત છે; તણાવમાં રાહત આપવી.

યોગ મુખ્યત્વે તણાવના કારણે થઇ રહેલ ખરતાં વાળની સમસ્યાનું  સચોટ સમાધાન બની શકે છે.

૨૦૧૭માં થયેલ એક સંશોધન દર્શાવે છે કે, અત્યંત તણાવની પરિસ્થિતિમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય રીતે થતી હોય છે. જેનું ચોક્કસ કારણ હજી અજ્ઞાત છે. પણ,સંશોધકોનું માનવું છે કે, વધુ પડતો તણાવ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. પરિણામે વ્યક્તિના વાળ વધવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે.

યોગના નિયમીત અભ્યાસથી તણાવમાં નોંધપાત્ર ઘટડો અનુભવી શકાય છે. યોગ નો નિયમીત અભ્યાસ સિરમ કૉરીસ્ટોલ - જે તનાવ સાથે સીધું સંકળાયેલ છે - તેનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

અન્ય એક સંશોધન દ્વારા એવી બાબત પણ સામે આવી છે કે, યોગનો અભ્યાસને રોજ  તમારી રોજનીશીમાં સ્થાન આપવાથી શરીરમાં પ્રવેશેલાં તણાવના મૂળ સામન તત્વોનો પ્રભાવ ઘટાડી શકે છે. જેના કારણે તણાવથી શરીરને ભોગવવી પડતી આડઅસરોના પ્રભાવમાં ઘટડો લાવી શકાય છે. જે એકંદરે વાળ ખરતાં ઓછા થવામાં પરિણામે છે.

યોગ મસ્તિષ્કમાં પહોંચતા રક્ત સ્ત્રાવમાં વધારો કરી શકે છે, જે એકંદરે શરીરમાં વાળ ખરવાની સમસ્યાથી વિપરીત દિશાના પરિવર્તનો લાવી શકે છે.

Yoga યોગ વાળનાં મૂળ સુધી પહોંચતા રક્ત સ્ત્રાવમાં વધારો કરી અધિક પ્રમાણમાં વાળ ખરવાની સમસ્યાનું સમાધાન આણી શકે છે. જે અસનોનો પ્રયોગ કરવા માટે માથાને જમીન સુધી લઇ જવું પડે અથવા શિર્ષાસન જેવી મુદ્રા લેવી પડે તે બધાંજ આસનો પાંથીઓમાં રક્તનો સ્ત્રાવ વધારવા માટે સક્ષમ છે.

ટોપીકલ મીનોક્સીડીલ જેવી સારવારો પણ મસ્તિષ્કમાં પહોંચતા રક્ત સ્ત્રાવમાં વધારો કરવા બાબતે કામગીરી કરી, વાળ ખરવાની પ્રક્રિયાની વિપરીત દિશાના પરિણામો આપે છે.

જોકે, યોગની અસર અલ્પકાલિક હોય છે, જે ટોપીકલ મીનોક્સીડીલ જેવી સારવારોની જેમ લાંબાગાળાના સમાધાન થી બિલકુલ વિપરીત છે.

ઉપરાંત, ચિકિત્સકો કે યોગ પ્રશિક્ષકો, ચોક્કસ પરિણામો મેળવવા માટે દિવસમાં કેટલી વાર આ આસનોનો અભ્યાસ કરવો? એ અંગે સ્પષ્ટતા કરતા નથી.

સંશોધન ના અંતે સંશોધકોના જણાવ્યા અનુસાર, યોગ અને તણાવ ને લગતા સંશોધનના પ્રતિયોગીઓ લગભગ દરરોજ દિવસમાં ૧ કલાક યોગ કરતાં. બીજી તરફ, સંશોધન દ્વારા જણાયું કે યોગા અભ્યાસનું ,ઓછા પ્રમાણમાં આવર્તન, તણાવ-મુક્ત લાભો પ્રદાન કરી શકે છે.

અજમાવી જોવા જવી યોગ મુદ્રાઓ

નીચેની યાદીમાં દર્શાવેલ આસનો તણાવને ઘટાડી શકે છે અને વાળનાં મૂળ સુધી પહોંચતા રક્ત સ્ત્રાવમાં વધારો કરી શકે છે. અમે આ અભ્યાસને સૂર્યનમસ્કાર થી આરંભીને પછી આસનો તરફ વળવાની ભલામણ કરીશું.

આસન ૧ : ઉત્તાસન (ઉભા રહીને આગળની તરફ વળવું)

A female ona yoga mat in yoga position - Uttasana

સ્ત્રોત: www.vinyasayogaashram.com

આ આસનનો અભ્યાસ કરતી વેળા પીઠ અને પગમાં હલકો ખેંચાવો અનુભવાય છે જે, માથા સુધી પહોંચતા રક્તનો સ્ત્રાવ વધારી શકાય છે. આ અસનનો પ્રયોગ આ પ્રમણે કરો:

ઉત્તાસનનો અભ્યાસ કરવાની રીત

1. બંન્ને હાથ વચ્ચેના અંતરને બંને પગ વચ્ચેના અંતર સામન રાખી, હાથને શરીરના સમાંતર રાખી ઉભા રહો

2. નિતંબના સાંધાથી આગળ નમો અને તમારા હાથને તમારા પગના પંજા તરફ - નીચે લંબાવો.

3. ક્ષમતા પ્રમાણે, તમારા ઘૂંટણ, અંગૂઠા અથવા જમીન પર તમારી આંગળીઓ મૂકો. આ અભ્યાસ કરતાં સમયે શુરુઆતમાં ઘૂંટણમાં થોડો વળાંક આવવો સ્વાભાવિક છે.

4. તમારી ગરદનને આરામ આપો અને તેને જો અનુકૂળ હોય તો તેને થોડીક ક્ષણો આ સ્થિતિમાં રહેવા દો. તમારા પગના પાછળના ભાગમાં આવતા ખેંચાણને અનુભવો. જો જરૂરી હોય તો, તમે તમારા પંજાના સહેજ આગળના ભાગ પર ઝૂકીને તમારું સંતુલન સુધારી શકો છો.

5. આ સ્થિતિમાં યાથવત રહી થોડા ઊંડા શ્વાસ લો. પછી, માથું - કમર આમ ક્રમ અનુસાર ધીરે ધીરે બધાજ અંગોને પરત સ્થાયી પ્રારંભિક સ્થિતિમાં પાછા લાવો.

આસન ૨: અધો મુખ શ્વાનસન (ડાઉનવર્ડ-ફેસિંગ ડોગ)

A female on yoga mat in Downward Dog Yoga position

સ્ત્રોત: www.theyogacollective.com

અધો મુખ શ્વાનસન એ પ્રચલિત આસનોમાંથી એક છે.  તે એક એવી મુદ્રા છે જેનો અભ્યાસ કરતા સમયે મુખ અંદરની બાજુએ રહે છે. જે મસ્તિષ્કમાં લોહીના પ્રવાહને વધારવાણી સાથે અત્યંત આરામનો અનુભવ કરાવે છે. અહીં વિશિષ્ટતાઓ છે.

અધો મુખ શ્વાનાસન કરવાની રીત

1. જમીન પર સાદડી પાથરી તમારી પીઠના આધાર પર સૂઈને પ્રારંભ કરો.
2. તમારા પગને નીતામ્બની પહોળાઈ અને તમારા હાથને ખભા-પહોળાઈ સસમાન રાખી, હાથ-પગ સંતુલન પર સ્વિચ કરો.
3. તમારી આંગળીઓને પહોળી કરો અને કલ્પના કરો કે તમારા શરીરની ઉર્જા તમારા હાથમાંથી સાદડી પર વહી રહી છે. તમારા શરીરને ઊંધું-નીચું V ના આકારમાં ધ્યાનમાં લો.
4. સ્ટ્રેચ વધારવા માટે તમારી કરોડરજ્જુને લંબાવવાની કલ્પના કરો. તમારા સાંથળમાં વધુ ઊંડુ ખેંચાણ અનુભવવા માટે તમારી કેડને અંદરની તરફ નમાવો.
5. આગળ જતાં પહેલાં ત્રણથી પાંચ શ્વાસ સુધી આ સ્થિતિને જાળવી રાખો.

આસન ૩: પ્રસારીત પદોત્તાનાસન (પગને પહોળાં રાખી આગળ તરફ વળવું)

A female on Yoga mat in yoga position Prasarita Padottanasana (Wide-Legged Standing Forward Bend)

સ્ત્રોત: www.istockphoto.com

આ આસન તણાવથી રાહત આપવાની સાથે મસ્તિષ્કમાં રક્તનો પ્રવાહ વધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે. તમે આ અસનનો પ્રયોગ નીચે દર્શાવ્યાં પ્રમાણે કરી શકો છો.

પ્રસારીત પદોત્તાનાસન કરવાની રીત

1. તમારા બન્ને પગ વચ્ચે નીતંબની પહોળાઈ કરતા વધુ જગ્યા રાખી ઉભા રહો, તમારા પંજા સામેની તરફ સીધા રાખો.
2. નિતંબના સાંધાથી આગળની બાજુ વળો અને તમારી હથેળીને જમીન પર સપાટ રાખો. સ્થિરતા વધારવા માટે, તમારા માથાને જમીન પર અથવા યોગ માટેના બ્લોક સામે આરામથી ટેકવી દો.
3. દસ શ્વાસ ભરવા સુધી શરીરની એજ સ્થિતિ જાળવી રાખો.
4. તમારા શરીરને સામાન્ય સ્થિતિમાં લાવતાં, તમારી પીઠને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવતી વખતે તમારા હાથને તમારા નિતંબની થોડીક ઉપરના ભાગ પર રાખીને શ્વાસ લો.

આસન ૪: સસંગાસન (સસલા જેવી મુદ્રા)

A female in Yoga Position Sasangasana (Rabbit / Hare Pose)

સ્ત્રોત: www.yogaasan.com

આ આસન તમારાં શરીરમાં તણાવ ઓછો કરી મસ્તિષ્કમાં રક્તનો પરવાહ વધારવાનું કાર્ય તમારા શરીરને ઉલટાવ્યા વિના કરવાની ક્ષમતા રાખે છે. આ આસન બાલાસનનો અભ્યાસ કરતા પહેલા કે  પછી કરવાથી તેના ઉત્તમ પરિણામો મળે છે. આ આસનનો અભ્યાસ અસરકારક રીતે કરવા માટે નીચે દર્શાવેલ નિયમોને અનુસરો:

સસંગાસન કરવાની રીત:

1. ઘુટણને વાળીને પગની આંગળીઓની ટોચ જમીનને અડે - વજ્રાસનની સ્થિતિમાં બેસો.
2. તમારા માથાની ટોચ જમીન પર મૂકીને, નિતંભ અને માથાને આગળની તરફ લઈ જાઓ.
3. જરૂર લાગે તો તમારા હાથને શરીરની બાજુમાં મૂકી તેમનો ટેકો લો. આ આસન કરતા સમયે તમારી નજર સ્વાભાવિક રીતે તમારી સંથાળ તરફ હશે
4. આ સ્થિતિમાં રહી હાથને પીઠની પાછાળ લઇ જઇ, છાતી અને ખભાના સ્નાયુઓમાં થોડીક ખેંચ અનુભવાય તેવો પ્રયાસ કરો.
5. જો ખેંચ લાવવામાં મુશ્કેલી પડતી હોય તોહ, તો તમે તમારા માથા નીચે યોગ ઈંટ મૂકી શકો છો.

આસન ૫ : બલાસન (બાળક જેવી મુદ્રા ધરાવતું આસન)

A female in Yoga position Balasana - Child's Pose

સ્ત્રોત: www.yogauonline.com

યોગ આસન પૂર્ણ કર્યા પછી, એક સામાન્ય સ્થીતીમાં પાછા ફરવા માટે બલાસન એક ઉત્તમ આસન  છે. તે એક આરામદાયક, તાણ-મુક્ત આસન છે જેનો અભ્યાસ લગભગ ગમે ત્યાં કરી શકાય છે. બલાસનનો અભ્યાસ કરવા માટે નીચેના પગલાંઓ પર એક નજર નાખો.

બાલાસન કરવાની રીત

1. બંને પગ નિતંભ ને સમાંતર રાખી; જમીન પર ઘુટણના આધારે બેસો.
2. આગળની તરફ વળતાં સમયે ઉચ્છવાસ કાઢો, અને નિતંબને વાળી ધડને સાંથાળ પર ટેકવો.
3. તમારા હાથને આગળની તરફ લઇ જઇ, હથેળી જમીન પર આવે એ રીતે મુકો. તમારુ  શરીર બે વિરુદ્ધ દિશાઓમાં ખેંચાઈ રહ્યું છે: તમારા હાથ આગળ પહોંચે છે અને તમારી કેડ પાછળની તરફ લંબાય છે.
4. ઊંડા શ્વાસ લો અને આ 30 સેકન્ડ સુધી શરીરને આ સ્થિતિમાં રાખો. જ્યારે તમે આ આસન  કરો છો, ત્યારે કલ્પના કરો કે તણાવ અને ચિંતા તમારા શરીરને છોડીને જઇ રહી છે.

વાળ વધરવા માટેના અન્ય ઉપાયો

યોગ તમારા એકંદર તમારાં આરોગ્ય અને વાળ-વૃદ્ધિના લક્ષ્યને પામવામાં  ઘણો મોટો ફાળો આપી શકે છે. નીચેના સૂચનો પણ વાળ વધાવામાં  મદદ કરી શકે છે:

પ્રોટીનથી સમૃદ્ધ તંદુરસ્ત અને સંતુલિત આહાર લો. પ્રોટીન એ તંદુરસ્ત વાળનો મુખ્ય ઘટક છે અને પ્રોટીનની અછતને કારણે વાળ વૃદ્ધિની પ્રક્રિયા ધીમી પડી શકે છે.

માંસ, ચામડી વિનાનું ચિકન, માછલી, ઈંડા, કઠોળ, ઓછી ચરબીવાળી ડેરી અને બદામ તમને તમારા શરીર્રમાં પ્રોટીનનું પ્રમાણ વધારવામાં મદદ કરી શકે છે.

વિટામિન A, વિટામિન E, અથવા સેલેનિયમ પોષક તત્વોના પૂરકનું અતિશય સેવન વાળ ખરવા સાથે સંકળાયેલું હોઇ શકે છે. તમારા સપ્લિમેન્ટની પાછળ ભલામણ કરેલ દૈનિક પ્રમાણ વાંચો અને માત્ર ઉલ્લેખિત પ્રમાણમાં જ તેનું સેવન કરો.

આમાં જ્યારે પણ શક્ય હોય ત્યારે હીટ સ્ટાઈલ કરવાનું ટાળવું અને વાળને વધુ પડતી ચુસ્ત વેણી અથવા પોનીટેલમાં બાંધવાનું ટાળવું, જે વાળને તૂટવા અને અન્ય પ્રકારનાં નુકશાન તરફ દોરી શકે છે.

માથામાં તેલ માલિશ કરો. માથાની માલિશ કરવાથી, તમારા વાળમાં તમારી આંગળીઓ દ્વારા મસાજ કરવાથી મસ્તિષ્કમાં લોહીનો પ્રવાહ વધી શકે છે અને તણાવ ઓછો થઈ શકે છે. પાંથીના મસાજ માટે કોઈ નિર્ધારિત સમય મર્યાદા નથી; જ્યાં સુધી તમે તણાવ-મુક્ત અસરો અનુભવો નહીં ત્યાં સુધી મસાજ ચાલુ રાખો.

એ યાદ રાખવું અગત્યનું છે કે, વાળ ખરવાના તબીબી કારણો છે, જેમ કે એલોપેસીયા એરેટા, જેની સારવાર ફક્ત જીવનશૈલીમાં ફેરફારથી કરી શકાતી નથી. જો તમે તમારા વાળ ખરવા વિશે ચિંતિત છો, તો સંભવિત ઉકેલો વિશે ડૉક્ટરની સલાહ લો.

સંબંધિત બ્લોગ - વાળ ને ખરતાં અટકાવવાના ૫ અદ્ભુત કુદરતી ઉપાયો!

Translated By- Venisha Pujara

Logged in user's profile picture

કયા યોગના આસનો વાળની વૃદ્ધિ અને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે?

આસન ૧ : ઉત્તાસન (ઉભા રહીને આગળની તરફ વળવું)

આસન ૨: અધો મુખ શ્વાનસન (ડાઉનવર્ડ-ફેસિંગ ડોગ)

આસન ૩: પ્રસારીત પદોત્તાનાસન (પગને પહોળાં રાખી આગળ તરફ વળવું)

આસન ૪: સસંગાસન (સસલા જેવી મુદ્રા)

આસન ૫ : બલાસન (બાળક જેવી મુદ્રા ધરાવતું આસન)

વાળ વૃદ્ધિમાં મદદ કરવા માટેની ટીપ્સ?

પ્રોટીનથી સમૃદ્ધ તંદુરસ્ત અને સંતુલિત આહાર

વિટામિન A, વિટામિન E, અથવા સેલેનિયમ પોષક તત્વોના ઉલ્લેખિત પ્રમાણમાં જ તેનું સેવન કરો.

હીટ સ્ટાઈલ કરવાનું ટાળવું અને વાળને વધુ પડતી ચુસ્ત વેણી અથવા પોનીટેલમાં બાંધવાનું ટાળવું

માથામાં તેલ માલિશ કરો.